ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chandola Lake Demolition : કુખ્યાત લલ્લા બિહારીનાં રિમાન્ડ મંજૂર, જાણો ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં શું કરી રજૂઆત?

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ લલ્લા બિહારીને પકડી પાડ્યો હતો.
05:22 PM May 03, 2025 IST | Vipul Sen
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ લલ્લા બિહારીને પકડી પાડ્યો હતો.
Lalla bihari_Gujarat_first
  1. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઘૂસાડી દબાણ કરવાનો મામલો (Chandola Lake Demolition)
  2. મુખ્ય આરોપી લલ્લા બિહારીનાં કોર્ટે 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
  3. ક્રાઇમ બ્રાન્ચે 21 ગ્રાઉન્ડ મુદ્દા આધારે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી
  4. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું
  5. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા કરી હતી ધરપકડ

Chandola Lake Demolition : અમદાવાદનાં (Ahmedabad) ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને ઘૂસાડી 'મીની બાંગ્લાદેશ' ઊભું કરનાર મુખ્ય આરોપી લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી (Lalla Bihari) હાલ પોલીસ સકંજામાં છે. કુખ્યાત અને ભેજાબાજ આરોપી લલ્લા બિહારીનાં સેશન્સ કોર્ટે (Sessions Court) 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં પોલીસ તપાસ માટે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ લલ્લા બિહારીને પકડી પાડ્યો હતો. આરોપી લલ્લા બિહારીની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે.

ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસનાં રિમાન્ડ માગ્યા, કોર્ટે 6 દિવસનાં મંજૂર કર્યા

અમદાવાદનાં ચંડોળા તળાવમાં અને નજીકનાં વિસ્તારમાં બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર ઘૂસાડી મીની બાંગ્લાદેશ (Mini Bangladesh) ઊભું કરનારા આરોપી લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીની (Lalla Bihari) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આજે આરોપી લલ્લા બિહારીને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 14 દિવસનાં રિમાન્ડની માગ કરાઈ હતી. કોર્ટે 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. લલ્લા બિહારીની પૂછપરછમાં મોટા નેટવર્ક અને નામોનો ખુલાસો થાય તેવી વકી છે. જણાવી દઈએ કે, ચંડોળા તળાવમાં ગુનાહિત અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનાર લલ્લા બિહારીને પકડવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જ્યારે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 72 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થાય તે પહેલા જ લલ્લા બિહારીને રાજસ્થાનનાં (Rajasthan) બાંસવાડામાંથી પકડી પાડ્યો હતો.

આ પણ વાંચો - Sabarkantha : ખેડબ્રહ્માનાં હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માતમાં 3 નાં મોત, 6 ઘવાયા

ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં આ 21 મુદ્દાઓ આધારે રિમાન્ડ માગ્યા

માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) કોર્ટમાં 21 મુદ્દાઓ આધારે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં જણાવ્યું કે, આરોપી બોગસ આધાર કાર્ડ, પાનકાર્ડ બનાવવા માટે કયાં એજન્ટોનાં સંપર્કમાં હતો ? ભાડે આપેલ મકાનોમાંથી કેટલો લાભ મેળવ્યો ? સહિતની તપાસ જરૂરી છે. ઉપરાંત, ગેરકાયદેસર સરકારી જગ્યામાં ગોડાઉન બનાવી ભાડે આપેલા તે બાબતે તપાસ જરૂરી, બાંગ્લાદેશીઓની (Bangladeshis) તપાસ માટે આરોપીની હાજરી જરૂરી, પિતા-પુત્રનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવું જરૂરી, આખાય કેસનો મુખ્ય આરોપી લલ્લા પઠાણ જ છે, જેની ઉંડાણપૂર્વક તપાસ કરવા રિમાન્ડની જરૂરિયાત હોવાની ક્રાઇમ બ્રાન્ચે રજૂઆત કરી હતી.

આ પણ વાંચો - Pahalgam Terror Attack નો બદલો લેવાશે નહીં ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારુ - સી. આર. પાટીલ

'રિમાન્ડનાં ગ્રાઉન્ડમાં અમુક મુદ્દાઓ બાદ કરતાં આરોપીની હાજરીની જરૂરિયાત નથી'

જ્યારે કોર્ટે નોંધ્યું કે, રિમાન્ડનાં ગ્રાઉન્ડમાં અમુક મુદ્દાઓ બાદ કરતાં આરોપીની હાજરીની જરૂરિયાત નથી. બાંગ્લાદેશીઓને (Bangladeshis) પોલીસ કસ્ટડીમાં હતા દરમિયાન પૂછપરછ સહિત તમામ વિગતો તપાસ એજન્સી મેળવી ચૂકી છે. મીડિયા રિપોર્ટમાં લલ્લા બિહારી અંગે દરરોજ ખુલાસાઓ આવે છે તેમાં આરોપીની હાજરી જરૂરી નથી લાગતી. આવક અંગેનાં હિસાબો તપાસ એજન્સીને મળી આવેલા છે તે બાબતે પૂછપરછ માટે આરોપીની હાજરીની જરૂરી નથી. નામદાર કોર્ટે આરોપીનાં 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો - GONDAL : રાજકુમાર જાટના બહેનનું આક્રંદ, કહ્યુું, 'રક્ષાબંધન ના આવે તો સારૂ'

Tags :
AhmedabadAhmedabad Crime BranchBangladeshisChandola Lake DemolitionCrime NewsGUJARAT FIRST NEWSHarsh SanghviLalla BihariLalla Bihari RemandLalubhai PathanMini BangladeshRajasthanSessions CourtTop Gujarati News
Next Article