2017 વિધાનસભાની ચૂંટણી હાર્યો, પણ આ વખતે પુનરાવર્તન નહીં થાય : ધર્મેન્દ્ર પટેલ કોંગ્રેસ ઉમેદવાર
અમરાઈવાડી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ પટેલ ગત 2017 ની ચૂંટણીમાં 5000 જેટલા વોટથી હારી ગયા હતા. જો કે આ વખતે એડી ચોટીનું જોર તેમણે લગાવ્યું છે અને પરિણામે અમરાઈવાડી સીટ ઉપર કોંગ્રેસ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ ઉમેદવાર પણ અન્ય ઉમેદવારોની જેમ લોક સંપર્કમાં હતા. અને સતત લોક સંપર્કમાં રહેવાને પરિણામે પરિવાર અને વ્યવસાયથી દૂર àª
Advertisement
અમરાઈવાડી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ પટેલ ગત 2017 ની ચૂંટણીમાં 5000 જેટલા વોટથી હારી ગયા હતા. જો કે આ વખતે એડી ચોટીનું જોર તેમણે લગાવ્યું છે અને પરિણામે અમરાઈવાડી સીટ ઉપર કોંગ્રેસ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ ઉમેદવાર પણ અન્ય ઉમેદવારોની જેમ લોક સંપર્કમાં હતા. અને સતત લોક સંપર્કમાં રહેવાને પરિણામે પરિવાર અને વ્યવસાયથી દૂર પણ થયા હતા.
આ વખતે જીતીશ
કોંગ્રેસ પક્ષના અમરાઈવાડીના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ પટેલે ગુજરાત ફર્સ્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે 2017માં હું લોકપ્રચાર, લોક સંપર્ક કરવામાં પૂરતી ભૂમિકા ભજવી શક્યો ન હતો જેવી કેટલીક ભૂલોને કારણે મારે ઓછી લીડથી હારવું પડ્યું હતું પણ આ વર્ષે અમરાઈવાડીમાં હું જીતી દેખાડીશ તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
હવે રિલેક્સ મૂડમાં
છેલ્લા બે દિવસથી તેઓ રિલેક્સ મૂડમાં આવી ગયા છે અને પૂરતી ઊંઘ લેતા થયા છે. ધર્મેન્દ્ર પટેલ નું કહેવું છે કે આમ તો હું સામાજિક કાર્યકર હોવાથી હંમેશા લોક સંપર્કમાં રહેતો હોઉં છું પરંતુ ઇલેક્શનના કારણે સતત કામમાં વ્યસ્ત રહેતા હતા, રાત્રે માંડ ત્રણ કલાક ઊંઘ લેતા હવે છ થી સાત કલાક ઊંઘ લઇ શકાય છે.
ઓપિનિય પોલ ખોટા પડશે
જો કે લોક સંપર્ક દરમિયાન લોકોનું જે પ્રેમ મળ્યો છે અને તેમણે પરિવર્તનને વિકલ્પ તરીકે સ્વીકાર્યો છે તેવું તેમણે જણાવ્યું છે અને પરિણામે અમરાઈવાડીમાં કોંગ્રેસ જીતી રહી છે. અમરાઈવાડી સીટ પર ઓપિનિયન પોલ ખોટા પડશે અને હું જીતીશ એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


