Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Brijraj Gadhvi એ Devayat Khawad ને કહ્યું- મન પડે ત્યારે આવી જજે, તારી જેમ છુપાઇને નથી રહેતા..!

આ સાથે બ્રિજરાજે દેવાયત ખવડને રાખી સાવંત (Rakhi Sawant) સાથે સરખાવ્યા હતા.
brijraj gadhvi એ devayat khawad ને કહ્યું  મન પડે ત્યારે આવી જજે  તારી જેમ છુપાઇને નથી રહેતા
Advertisement
  1. સમાધાન બાદ Devayat Khawad અને Brijraj Gadhvi ફરી આમને-સામને
  2. બ્રિજદાને વીડિયો બનાવી દેવાયત ખવડને આપ્યો જવાબ
  3. સોનલ બીજ પૂર્વે બ્રિજદાને દેવાયત ખવડ પર કર્યા કટાક્ષ

લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khawad) અને બ્રિજરાજ ગઢવી (Brijraj Gadhvi) વચ્ચે સમાધાન થયા પછી પણ ફરી એકવાર બંને કલાકારો સામસામે આવ્યા છે. બ્રિજરાજ ગઢવીએ વીડિયો બનાવી દેવાયત ખવડને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, સમાધાન થયા પછી દેવાયતે મને ખૂબ હેરાન કર્યો છે. સહન થાય એમ ન હતુ પછી મારે બોલવુ પડ્યું. આ સાથે બ્રિજરાજે દેવાયત ખવડને રાખી સાવંત (Rakhi Sawant) સાથે સરખાવ્યા હતા.

આ પણ વાંચો - Patan : HNGU માં ફરી મળી દારૂની ખાલી બોટલો! ષડયંત્ર છે કે ખરેખર દૂષણ વધ્યું ?

Advertisement

બ્રિજરાજ ગઢવીએ વીડિયો બનાવી દેવાયત ખવડને આપ્યો જવાબ!

લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khawad) અને બ્રિજરાજ ગઢવીએ જાહેર મંચ પરથી નામ લીધા વિના એકબીજા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. જો કે, બંને કલાકારો વચ્ચે સમાધાન થયું હતું. સોનલ બીજ પૂર્વે સોનબાઈ માતાજીનાં મંદિરે બંને કલાકારોએ સમાધાન કર્યું હતું. પરંતુ, હવે સમાધાન બાદ ફરી એકવાર બંને કલાકારો વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. જણાવી દઈએ કે, બ્રિજરાજ ગઢવીએ વીડિયો બનાવીને નામ લીધા વગર દેવાયત ખવડ પર આકરા પ્રહાર કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - Amreli લેટરકાંડમાં કૌશિક વેકરિયાનાં સપોર્ટમાં પોસ્ટ વાઇરલ, બીજી તરફ પરેશ ધાનાણીના ઉપવાસ!

મારે કોઈ બોડીગાર્ડની જરૂર નથી. જ્યારે પણ આવો મોસ્ટ વેલકમ છે : બ્રિજરાજ ગઢવી

બ્રિજરાજ ગઢવીએ (Brijraj Gadhvi) કહ્યું કે, સમાધાન થયા પછી દેવાયતે મને ખૂબ હેરાન કર્યો છે. સહન થાય એમ ન હતું પછી મારે બોલવું પડ્યું. હું જ્યાં રહું છું તે જગજાહેર છે. હું 50-50 નાં ટોળા લઈને નીકળવાવાળો માનસ નથી. મારે કોઈ બોડીગાર્ડની જરૂર નથી. જ્યારે પણ આવો મોસ્ટ વેલકમ છે. જણાવી દઈએ કે, આ સાથે બ્રિજરાજે દેવાયત ખવડને ટીવી અને બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંત સાથે સરખાવ્યા હતા. જો કે, હવે આ વિવાદ આગળ કેવું સ્વરૂપ ધારણ કરશે તેને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! રાજકોટ બાદ Surat માં પતંગનાં લીધે બાળકનું મોત

Tags :
Advertisement

.

×