Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dehgam Riots: Bahiyal માં જૂથ અથડામણ બાદ હાલ શાંતિનો માહોલ

Dehgam Riots: ગઈકાલે રાત્રે બહિયલમાં શાંતિપૂર્વક નવરાત્રિની ઉજવણી કરાઈ સમગ્ર બહિયલમાં ગામ હજુ પોલીસ છાવણીમાં ફેરવાયેલુ પોલીસના રક્ષણ વચ્ચે ગ્રામજનો ગરબે ઘૂમ્યા છે Dehgam Riots: દહેગામના બહિયલમાં જૂથ અથડામણ બાદ હાલ શાંતિનો માહોલ છે. જેમાં ગઈકાલે રાત્રે બહિયલમાં શાંતિપૂર્વક...
dehgam riots  bahiyal માં જૂથ અથડામણ બાદ હાલ શાંતિનો માહોલ
Advertisement
  • Dehgam Riots: ગઈકાલે રાત્રે બહિયલમાં શાંતિપૂર્વક નવરાત્રિની ઉજવણી કરાઈ
  • સમગ્ર બહિયલમાં ગામ હજુ પોલીસ છાવણીમાં ફેરવાયેલુ
  • પોલીસના રક્ષણ વચ્ચે ગ્રામજનો ગરબે ઘૂમ્યા છે

Dehgam Riots: દહેગામના બહિયલમાં જૂથ અથડામણ બાદ હાલ શાંતિનો માહોલ છે. જેમાં ગઈકાલે રાત્રે બહિયલમાં શાંતિપૂર્વક નવરાત્રિની ઉજવણી કરાઈ છે. તેમાં સમગ્ર બહિયલમાં ગામ હજુ પોલીસ છાવણીમાં ફેરવાયેલુ છે. પોલીસના રક્ષણ વચ્ચે ગ્રામજનો ગરબે ઘૂમ્યા છે. ગઈકાલે પોલીસે 60થી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા. સમગ્ર બહિયલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિનો માહોલ છે.

જાણો સમગ્ર મામલો

દેહગામ તાલુકાના બહિયલ ગામમાં પથ્થરમારાની ઘટનાથી (Dehgam Riots) અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના અંગે એસપી રવિ તેજા વાસમશેટીની (SP Ravi Teja Vasamsetty) પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 60 લોકોની અટકાયત કરવામાં આવી છે અને અન્ય 20 ની શોધખોળ ચાલુ છે. વોટ્સએપ પોસ્ટમાં લખેલા એક શબ્દ સામે ટોળું વિફર્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ગરબા સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. પહેલા ટોળાએ દુકાન સળગાવી અને પછી પથ્થરમારો કર્યો હતો. આ મામલે તપાસ ચાલુ છે.

Advertisement

Dehgam Riots: અત્યાર સુધી 60 ની અટકાયત કરાઈ : SP

સોશિયલ મીડિયા પર શરૂ થયેલા 'આઈ લવ મોહમ્મદ'ના (I Love Mohammed) નામે શરૂ થયેલ વિવાદની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. દહેગામનાં બહિયલમાં ગરબા દરમિયાન હિંસક ટોળાએ પથ્થરમારો અને તોડફોડ કરતા કોમી છમકલામાં (Dehgam Riots) મોટો ખુલાસો થયો છે. આ અંગે એસપી રવિ તેજા વાસમશેટીએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, એક વ્યક્તિએ 'આઈ લવ મહાદેવ' (I Love Mahadev) લખતા ટોળું વિફર્યું હતું અને હિંસક ટોળાએ પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 60 ની અટકાયત કરવામાં આવી છે અને અન્ય 20 ની શોધખોળ આદરી છે.

Advertisement

યુપીનાં કાનપુરથી શરૂ થયેલ વિવાદ દેશભરમાં ફેલાયો!

અહેવાલ અનુસાર, વોટ્સએપ પોસ્ટમાં લખેલા એક શબ્દ સામે ટોળું વિફર્યું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ગરબા સ્થળ પર પથ્થરમારો કર્યો અને દુકાનમાં આગ ચાંપી હતી. પોલીસ દ્વારા કોમી છમકલા કેસમાં તપાસનો ધમધમાટ કર્યો છે. રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશના (UP) કાનપુરથી શરૂ થયેલો એક કિસ્સો હવે દેશના અનેક રાજ્યોમાં ફેલાઈ ગયો છે. હકીકતમાં, બારાવફાતના અવસર પર મુસ્લિમ સમુદાય દ્વારા લગાવવામાં આવેલા "આઈ લવ મોહમ્મદ" બેનરથી મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર 'આઈ લવ મોહમ્મદ' સામે 'આઈ લવ મહાદેવ' ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.

આ પણ વાંચો: Gujarat Navratri અનોખો ટ્રેન્ડ : સર્વેલન્સ નવરાત્રિ ચર્ચામાં આવી

Tags :
Advertisement

.

×