ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Darwaza : અમદાવાદની જૂની ઓળખ દિલ્હી દરવાજા પાસે જૂનો દરવાજો ધરાશાયી

અમદાવાદનાં દિલ્હી દરવાજા (Delhi Darwaza) પાસે આવેલો અને શહેરની વર્ષો જૂની ઓળખ સમાન જૂનો દરવાજો ધરાશાયી થયો છે.
10:38 PM Jun 04, 2025 IST | Vipul Sen
અમદાવાદનાં દિલ્હી દરવાજા (Delhi Darwaza) પાસે આવેલો અને શહેરની વર્ષો જૂની ઓળખ સમાન જૂનો દરવાજો ધરાશાયી થયો છે.
Delhi Darwaza_Gujarat_First
  1. અમદાવાદનાં દિલ્હી દરવાજા પાસે જૂનો દરવાજો ધરાશાયી (Delhi Darwaza)
  2. રાત્રે અચાનક જ દરવાજો ધરાશાયી થયો
  3. શહેરની ઓળખ સમા સૌથી જૂનો દરવાજો હતો
  4. ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નહિં

અમદાવાદની (Ahmedabad) ઓળખ એવા દિલ્હી દરવાજા (Delhi Darwaza) પાસે જૂનો દરવાજો ધરાશાયી થયો હોવાની ઘટના બની છે. રાત્રે અચાનક જ દરવાજો ધરાશાયી થયો છે. જો કે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Arjun Modhwadia : રાહુલ ગાંધી પર અર્જુન મોઢવાડિયાએ કસ્યો તંજ! કહ્યું- ઘોડેસવાર જ રેસનાં ઘોડાને..!

દિલ્હી દરવાજા પાસે જૂનો દરવાજો અચાનક ધરાશાયી થયો

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં દિલ્હી દરવાજા (Delhi Darwaza) પાસે આવેલો અને શહેરની વર્ષો જૂની ઓળખ સમાન જૂનો દરવાજો ધરાશાયી થયો છે. રાતનાં સમયે અચાનક જ દરવાજો ધરાશાયી થયો છે. આ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને સ્થળને કોર્ડન કરી લોકોની અવરજવર બંધ કરી દરવાજો હટાવવા સહિતની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surendranagar : ઘીનાં ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

જર્જરિત હાલતમાં હોવાથી જૂનો દરવાજો ધરાશાયી થયો!

નોંધનીય છે કે, દિલ્હી દરવાજા પાસેનો જૂનો દરવાજો ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. તેના સમારકામની અવારનવાર સ્થાનિકો દ્વારા માગ કરાઈ હતી. શહેરનાં પ્રેમ દરવાજા (Prem Darwaza), દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા (Daryapur Darwaza), ત્રણ દરવાજા જેવા કેટલાંય દરવાજાઓ આજે પણ શહેરની ઓળખ છે. તેથી જ અમદાવાદને દરવાજાઓનું શહેર પણ કહેવાય છે.

આ પણ વાંચો - Banaskantha : સસ્તા અનાજની દુકાનના સંચાલકોની હડતાળ, દુકાનો બંધ કરી નોંધાવ્યો વિરોધ

Tags :
AhmedabadAhmedabad PoliceDaryapur DarwazaDelhi DarwazaDelhi Darwaza CollapsedGUJARAT FIRST NEWSPrem DarwazaTopGujaratiNewsTran Darwaza
Next Article