Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કરોડોનો દંડ છતાં અમદાવાદીઓ સુધરવા તૈયાર નથી!

Ahmedabad : શહેરના રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિક નિયમોના ભંગની સમસ્યાઓને લઈને ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં અમદાવાદ ટ્રાફિક વિભાગે તાજેતરમાં એક વિગતવાર સોગંદનામું રજૂ કર્યું છે.
કરોડોનો દંડ છતાં અમદાવાદીઓ સુધરવા તૈયાર નથી
Advertisement
  • કરોડોનો દંડ છતાં અમદાવાદીઓ સુધરવા તૈયાર નહીં!
  • ટ્રાફિક નિયમોના ભંગમાં 20 દિવસમાં 13.21 કરોડનો દંડ
  • નિયમ ભંગ મુદ્દે પોલીસે 2.01 લાખથી વધુ કેસ કર્યા
  • 27 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધીમાં કરેલા દંડની વિગતો
  • હાઈકોર્ટમાં અમદાવાદ ટ્રાફિક વિભાગનું સોગંદનામું
  • રખડતા ઢોર, બિસ્માર રોડ, ટ્રાફિક મુદ્દે થઈ સુનાવણી

Ahmedabad : શહેરના રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિક નિયમોના ભંગની સમસ્યાઓને લઈને ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં અમદાવાદ ટ્રાફિક વિભાગે તાજેતરમાં એક વિગતવાર સોગંદનામું રજૂ કર્યું છે. આ રિપોર્ટમાં 27 ફેબ્રુઆરી 2025થી 18 માર્ચ 2025 સુધીના સમયગાળામાં કરવામાં આવેલી કામગીરીની માહિતી સામેલ છે. રિપોર્ટ અનુસાર, ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2,01,155 કેસ નોંધાયા અને કુલ 13 કરોડ 21 લાખ 60 હજાર 650 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. આ દંડની આખી રકમ ડિજિટલ માધ્યમથી વસૂલવામાં આવી હોવાનું પોલીસે કોર્ટને જણાવ્યું. જોકે, આટલી મોટી રકમની વસૂલાત છતાં શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને રસ્તાઓની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. જે બાદ ચર્ચા થઇ રહી છે કે. કરોડો રૂપિયા ભર્યા પણ સુધર્યા નહીં જ.

ટ્રાફિક નિયમોના ભંગનો આંકડો અને દંડની વિગતો

અમદાવાદ ટ્રાફિક પોલીસે રજૂ કરેલા આંકડા શહેરમાં ટ્રાફિક શિસ્તની ગંભીર સ્થિતિ દર્શાવે છે. નીચે મુખ્ય ગુનાઓ અને તેના પર વસૂલાયેલા દંડની યાદી આપવામાં આવી છે:

Advertisement

  • રોંગ સાઈડ ડ્રાઇવિંગ: 8,789 કેસ, 1 કરોડ 65 લાખ 80 હજાર 500 રૂપિયાનો દંડ.
  • હેલ્મેટ વિના વાહન ચલાવવું: 1,09,651 કેસ, 5 કરોડ 48 લાખ 25 હજાર 500 રૂપિયાનો દંડ.
  • ઓવર સ્પીડિંગ: 6,922 કેસ, 1 કરોડ 59 લાખ 90 હજાર 500 રૂપિયાનો દંડ.
  • સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ: 3,677 કેસ, 18 લાખ 38 હજાર 500 રૂપિયાનો દંડ.
  • મોપેડ પર ત્રણ સવારી: 2,059 કેસ, 2 લાખ 5 હજાર 900 રૂપિયાનો દંડ.
  • મોબાઇલ પર વાત કરતાં ડ્રાઇવિંગ: 879 કેસ, 4 લાખ 48 હજાર 500 રૂપિયાનો દંડ.
  • રિક્ષામાં વધુ સવારી: 674 કેસ, 3 લાખ 97 હજાર 500 રૂપિયાનો દંડ.
  • ડાર્ક ફિલ્મનો ઉપયોગ: 794 કેસ, 4 લાખ 63 હજાર રૂપિયાનો દંડ.
  • પાર્કિંગ નિયમોનો ભંગ: 24,031 કેસ, 1 કરોડ 41 લાખ 78 હજાર રૂપિયાનો દંડ.
  • અન્ય ગુનાઓ: 41,062 કેસ, 2 કરોડ 72 લાખ 32 હજાર 750 રૂપિયાનો દંડ.

આ આંકડાઓ દર્શાવે છે કે હેલ્મેટ વિના ડ્રાઇવિંગ અને પાર્કિંગ નિયમોનો ભંગ સૌથી મોટી સમસ્યા રહી છે, જેમાંથી અનુક્રમે 1 લાખથી વધુ અને 24 હજારથી વધુ કેસ નોંધાયા.

Advertisement

આ પણ વાંચો :   Ahmedabad : અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પરપ્રાંતિય આગેવાનોની બેઠક યોજાઈ, ધારાસભ્યોનાં નિવેદન બાબતે રજૂઆત કરાશે

Tags :
Advertisement

.

×