Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Diwali vacation જાહેર! જાણો કઈ તારીખથી શરૂ થશે અને ક્યારે પૂરું

Diwali vacation : ગુજરાત રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ વર્ષના દિવાળી વેકેશનની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે.
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં diwali vacation જાહેર  જાણો કઈ તારીખથી શરૂ થશે અને ક્યારે પૂરું
Advertisement
  • પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Diwali vacation જાહેર
  • રાજ્યની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર
  • માધ્યમિક શાળાઓમાં 16મી ઓક્ટોબરથી દિવાળી વેકેશન
  • પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી દિવાળી વેકેશન
  • માધ્યમિક શાળાઓમાં 16મી ઓક્ટોબરથી 5મી નવેમ્બર સુધી વેકેશન
  • પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી વેકેશન

Diwali vacation : ગુજરાત રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ વર્ષના દિવાળી વેકેશન (Diwali Vacation) ની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. હંમેશની જેમ આ વર્ષે પણ વેકેશનનો સમયગાળો 21 દિવસનો જ રહેશે, પરંતુ એક મહત્ત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. આ વખતે માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં વેકેશન શરૂ થવા અને પૂરું થવાની તારીખોમાં એક દિવસનો તફાવત રાખવામાં આવ્યો છે, જે વર્ષો જૂની પરંપરાને તોડી નાખે છે.

વેકેશન ક્યારે શરૂ અને ક્યારે પૂરું?

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રો મુજબ, વેકેશનની તારીખો આ પ્રમાણે નક્કી કરવામાં આવી છે:

Advertisement

માધ્યમિક શાળાઓ માટે

Advertisement

  • શરૂઆત: 16મી ઓક્ટોબર
  • સમાપ્તિ: 5મી નવેમ્બર
  • કુલ દિવસો: 21 દિવસ

પ્રાથમિક શાળાઓ માટે

  • શરૂઆત: 17મી ઓક્ટોબર
  • સમાપ્તિ: 6ઠ્ઠી નવેમ્બર
  • કુલ દિવસો: 21 દિવસ

આનો સીધો અર્થ એ છે કે, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું Diwali Vacation એક દિવસ વહેલું, એટલે કે 16મી ઓક્ટોબરથી શરૂ થઈ જશે. જ્યારે પ્રાથમિક શાળાના બાળકો 17મી ઓક્ટોબરથી રજાઓનો આનંદ માણી શકશે.

Diwali Vacation માં તફાવતનું કારણ શું?

છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાતની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં દિવાળી અને ઉનાળુ વેકેશનની તારીખો એકસાથે જ શરૂ થતી અને એકસાથે જ પૂરી થતી હતી. આ વર્ષે આ પરંપરામાં ભંગ પડ્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ તરફથી મળતી માહિતી મુજબ, આ ફેરફારનું મુખ્ય કારણ શૈક્ષણિક કાર્યક્રમ અને પરીક્ષાના સમયપત્રકને વ્યવસ્થિત રીતે જાળવવાનું છે. માધ્યમિક શાળાઓમાં વેકેશનનો સમયગાળો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા તેમના શૈક્ષણિક કેલેન્ડર, પરીક્ષાના આયોજન અને પ્રથમ સત્રના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગે પોતાનું અલગ શૈક્ષણિક સમયપત્રક અને વહીવટી જરૂરિયાતોને આધારે તારીખો જાહેર કરી છે.

વેકેશન બાદનું શૈક્ષણિક આયોજન અને સૂચનાઓ

21 દિવસના દિવાળી વેકેશન બાદ રાજ્યની તમામ શાળાઓમાં નવેમ્બર મહિનાની શરૂઆતથી નિયમિત અભ્યાસક્રમ ફરી શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO)ને સ્પષ્ટ સૂચના આપી છે કે વેકેશન પૂરું થતાં જ તમામ શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સમયસર હાજરી સુનિશ્ચિત કરવી. એક અન્ય મહત્ત્વપૂર્ણ નિર્દેશ એ પણ અપાયો છે કે, વેકેશન દરમિયાન કોઈ પણ શાળાએ "એક્ટિવિટી ક્લાસ" અથવા અન્ય કોઈ પ્રવૃત્તિઓનું આયોજન કરવું હોય તો તેના માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

આ પણ વાંચો :   Diwali 2025 Date: દિવાળી 20 કે 21 ઓક્ટોબરે? નોંધી લો લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત

Tags :
Advertisement

.

×