Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એસ્કોર્ટ સર્વિસની મજા લેવી યુવકને પડી ભારે, હોટલમાં પહોંચતા યુવક સાથે થયું કઇંક આવું

અમદાવાદમાં ઓનલાઈન ચીટીંગનો દરરોજ અનેક લોકો ભોગ બને છે. તેમાં પણ સોશિયલ મીડિયામાં આવતી લોભામણી જાહેરાતો જોઈને યુવાવર્ગ છેતરાઈ જતો હોય છે. તેવામાં એસ્કોર્ટ સર્વિસ લેવા જતા અમદાવાદના એક યુવક સાથે પણ આવી જ કઇંક ઘટના બની છે.અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અને કાંકરિયા યાર્ડમાં વેપાર કરતા 27 વર્ષીય યુવકને ફેસબુક પર ESCORT GIRL SERVICE નામની જાહેરાત આવી હતી. જેના પર ક્લિંક કરતા જ તેને એક WhatsApp નંબર àª
એસ્કોર્ટ સર્વિસની મજા લેવી યુવકને પડી ભારે  હોટલમાં પહોંચતા યુવક સાથે થયું કઇંક આવું
Advertisement
અમદાવાદમાં ઓનલાઈન ચીટીંગનો દરરોજ અનેક લોકો ભોગ બને છે. તેમાં પણ સોશિયલ મીડિયામાં આવતી લોભામણી જાહેરાતો જોઈને યુવાવર્ગ છેતરાઈ જતો હોય છે. તેવામાં એસ્કોર્ટ સર્વિસ લેવા જતા અમદાવાદના એક યુવક સાથે પણ આવી જ કઇંક ઘટના બની છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અને કાંકરિયા યાર્ડમાં વેપાર કરતા 27 વર્ષીય યુવકને ફેસબુક પર ESCORT GIRL SERVICE નામની જાહેરાત આવી હતી. જેના પર ક્લિંક કરતા જ તેને એક WhatsApp નંબર મળ્યો હતો. જે નંબર પરથી યુવકને એસ્કોર્ટ સર્વિસમાં ઈન્ટ્રસ્ટ છે, તેવું પુછવામાં આવતા યુવકે હા પાડી હતી. જે બાદ યુવકે પોતે અમદાવાદનો હોવાનું જણાવતા સામેથી અલગ-અલગ છોકરીઓના ફોટા આવ્યા હતા. જે ફોટા જોઈને યુવક ભોળવાઈ જતા સામેવાળા વ્યક્તિએ WhatsApp કોલમાં વાત કરી હતી અને એડવાન્સ પેટે 500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.
ત્યારબાદ યુવકને મેસેજ આવ્યો હતો કે, સેટેલાઈટની હોટલ જીંજર ખાતે એસ્કોર્ટ સર્વિસ મળશે અને ત્યાં પહોંચીને પેમેન્ટ કરવાનું રહેશે. યુવક હોટલે પહોંચતા સામેવાળાએ સર્વિસ માટેના 5,500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ સામેવાળા વ્યક્તિનો કોઈ મેસેજ ન આવતા યુવકે ફોન કરતા સામેવાળી વ્યક્તિએ ફોન ઉપાડ્યો નહોતો. બાદમાં સામેથી ફરી WhatsApp કોલ આવ્યો અને વધુ 8,500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરો અને હું તમને એક ઓટીપી આપું તે હોટેલમાં ઉપર જઈને બતાવજો જેથી તમને હોટલમાં સર્વિસ મળી જશે તેવી વાત કરતા યુવકે પૈસા ટ્રાન્સફર કરવાની ના પાડતા સામેવાળાએ સર્વિસ આપવાની ના પાડી ફોન કાપી નાખ્યો હતો.
ત્યારબાદ યુવકે પોતાના પૈસા માગતા પૈસા પરત ન મળતા અને સર્વિસ પણ ન મળતા તેને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું ધ્યાને આવતા આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Tags :
Advertisement

.

×