Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : અમેરિકન નાગરિકોને મેડીક્લેઈમ કોમ્પનસેશન ઝડપથી મળશે તેમ કહી છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપાયું

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ અમેરિકન નાગરિકોને મેડીક્લેઈમ કોમ્પનશેસન ઝડપથી મળશે તેમ કહી છેતરપિંડી આચરી રહેલું કોલ સેન્ટર અમદાવાદમાંથી ઝડપાયું છે. આ કોલ સેન્ટરનું ક્લોઝર અને સેટલમેન્ટ પુનાથી ચાલતા અન્ય કોલસેન્ટરમાંથી થતું હતું. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. અમેરિકન નાગરિકોને...
ahmedabad   અમેરિકન નાગરિકોને મેડીક્લેઈમ કોમ્પનસેશન ઝડપથી મળશે તેમ કહી છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપાયું
Advertisement

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ

અમેરિકન નાગરિકોને મેડીક્લેઈમ કોમ્પનશેસન ઝડપથી મળશે તેમ કહી છેતરપિંડી આચરી રહેલું કોલ સેન્ટર અમદાવાદમાંથી ઝડપાયું છે. આ કોલ સેન્ટરનું ક્લોઝર અને સેટલમેન્ટ પુનાથી ચાલતા અન્ય કોલસેન્ટરમાંથી થતું હતું. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

Advertisement

Advertisement

અમેરિકન નાગરિકોને મેડીક્લેઈમ ોકમ્પનશેસન ઝડપથી મળશે તેમ કહી તેમની સાથે છેતરપિંડી

અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ક્લેવોલ્સ નામની બિલ્ડીંગમાં ચાલતાં કોલ સેન્ટરને પીસીબીએ ઝડપી લીધું છે. અમેરિકન નાગરિકોને મેડીક્લેઈમ કોમ્પનશેસન ઝડપથી મળશે તેમ કહી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસે કોલ સેન્ટરના મેનેજર ઉજ્જવલ શાહ અને માલિક પ્રશાંત શર્માની ધરપકડ કરી છે પણ કોલ સેન્ટરનો અન્ય માલિક આદેશસિંઘ તોમર ફરાર થઇ ગયો છે. પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અન્ય 6 લોકો પણ ત્યાં કોલર તરીકે કામ કરતા હતા. જોકે આ કર્મચારીઓ ને માત્ર એટલી સુચના હતી કે, અમેરિકન નાગરીકોને સરળતાથી મેડિક્લેઈમ મળે તે માટે કંપની કામ કરે છે.. અને જે વ્યક્તિ તેના માટે તૈયારી દર્શાવે તે માહિતી પુના ખાતે ચાલતા ઉમર માર્કેટિંગ સોલ્યુશનમાં મોકલી આપતા હતા. પોલીસે તપાસ કરતાં પુનાનું કોલ સેન્ટર એતેશ્યામ ખાન ચલાવતો હતો જેથી પોલીસે તેની પણ શોધખોળ શરુ કરી છે.

કર્મચારીઓ માત્ર કોલર તરીકે જ કામ કરતા

જો કે આ પહેલુ એવુ કોલસેન્ટર હતું કે જ્યાં કર્મચારીઓ માત્ર કોલર તરીકે જ કામ કરતા હતા પણ આ કોલ સેન્ટરમાં એક પણ રૂપિયાની પ્રોસેસ થતી ન હતી જેથી કર્મચારીઓને પણ અહીં છેતરપીંડી કરાતી હોવાનો ખ્યાલ આવ્યો ન હતો. પુના ખાતે ચાલતુ અન્ય કોલસેન્ટર અમેરિકન નાગરીકને 50 હજાર ડોલરનુ કમ્પનશેસન આપવા માટે 5000 હજાર ડોલર વસુલતું. જેનો હિસ્સો અમદાવાદના કોલસેન્ટરના માલિક અને મેનેજરને પણ મોકલાતું હતું જેથી પોલીસે આ કોલસેન્ટર સાથે સંકળાયેલા અન્ય ફરાર બે આરોપી આદેશસિંઘ તોમર અને પુનાના એતેશ્યામ ખાનની શોધખોળ હાથ ધરી છે.

શહેરમાં ચાલતા તમામ કોલ સેન્ટરની તપાસ

પોલીસે હવે શહેરમાં ચાલતા તમામ કોલ સેન્ટરની તપાસ શરૂ કરી છે કારણ કે આ પ્રકારના ગુનામાં પહેલી વખત કોલર અને ક્લોઝર અલગ અલગ બેસી પ્રોસિઝર કરતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો---GUJARAT POLICE : TRB જવાનો બદલવાથી ભ્રષ્ટાચાર બંધ થશે ?

Tags :
Advertisement

.

×