ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ghuma Shilaj Overbridge: વાહ અમદાવાદ! ઔડાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, રસ્તાને દિવાલથી જોડવા 80 કરોડના ખર્ચે બનાવ્યો બ્રિજ

Ghuma Shilaj Overbridge: AUDAના અધિકારીઓનું અણઘડ આયોજન કેવું હોય તે જોવું હોય તો ઘુમા-શીલજને જોડતો રેલવે ઓવરબ્રિજ જોઈ લો.
10:46 AM Dec 19, 2024 IST | VIMAL PRAJAPATI
Ghuma Shilaj Overbridge: AUDAના અધિકારીઓનું અણઘડ આયોજન કેવું હોય તે જોવું હોય તો ઘુમા-શીલજને જોડતો રેલવે ઓવરબ્રિજ જોઈ લો.
Ghuma Shilaj Overbridge controversy
  1. ઘુમા-શીલજને જોડાતો 80 કરોડના ખર્ચે બનાવ્યો રેલવે બ્રિજ
  2. રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર પણ રોડ ન ખુલતા કામગીરી અટકી
  3. બ્રિજ બન્યો પરંતુ બ્રિજ શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિ નહીં

Ghuma Shilaj Overbridge, Ahmedabad: અમદાવાદ શહેરમાં આ શું થઈ રહ્યું છે? શું અમદાવાદ મહાનગર પાલિકા છે અને તંત્રને કેવી રીતે કામ કરવું તેનું ભાન પણ નથી! ઉદાહરણ તાજુ જ છે ઔડાએ તૈયાર કરેલો ઘુમા-શીલજને જોડતો રેલવે ઓવરબ્રિજ. અહીં જે બ્રિજ બનાવવામાં આવ્યો તે તેમની બુદ્ધિનું પ્રદર્શન છે કે તેઓ કેવી રીતે અને કેવું કામ કરે છે? આ બ્રિજને 80 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. પરંતુ કોઈ પણ પ્રકારના પ્લાનિંગ વગર. અહીં માત્ર પૈસાનું પાણી કરવામાં આવ્યું છે. કારણ કે, જ્યાં બ્રિજ પૂરો થાય છે ત્યાં સામે રસ્તો જ નથી. માત્ર દિવાલ છે.

આ પણ વાંચો: Anand: પાલિકાએ શહેરના અનેક વિસ્તારોના કાચા પાકા દબાણો દૂર કર્યાં, વેપારીઓમાં મચી દોડદામ

અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો એટલે AUDAનો આ બ્રિજ!

AUDA વિભાગઆયોજન વગર કામ કરે છે તેનો આ ઉત્તમ નમુનો છે. AUDAના અધિકારીઓનું અણઘડ આયોજન કેવું હોય તે જોવું હોય તો ઘુમા-શીલજને જોડતો રેલવે ઓવરબ્રિજ જોઈ લો. ઓવરબ્રિજ બનાવ્યો છે કે, કોઈ રમત રમી છે તે જ સમજાતું નથી. માત્ર પૈસા માટે જ કામ થયું હોય તેવું લાગી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો પરંતુ રોડ ન ખુલતા કામગીરી અટકી હોવાનું પણ સામે આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, બ્રિજ બન્યા પછી ખબર પડી કે સામે તો દિવાલ છે.

આ પણ વાંચો: Rajkot: કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા અને જીગર ગોહિલ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ

માત્ર રૂપિયા જ સેરવી લેવાની માનસિકતામાં વિકાસ ક્યારે થશે?

ચોંકાવનારી વાત એ છે કે, આ બ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું હતું. હવે બ્રિજ તો બની ગયો પરંતુ બ્રિજ શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિ તો છે જ નહીં! આ પહેલા પણ એક હાટકેશ્વર બ્રિજમાં પણ આવી જ કામગીરી કરી હતી. એટલું જ નહીં પરંતુ તે બ્રિજ બન્યા પછી તોડવાની પણ નોબત આવી. એવામાં બ્રિજ બનાવવા કરતા તેને તોડવામાં વધારે પૈસા લાગ્યાં. અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ કરે છે શું? શું તેમને ઓફિસમાં બેસીને એસીની હવા ખાવાનો પગાર મળે છે? શહેરમાં લોકોના પૈસાનું પાણી થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારના પૂર્વ આયોજન વગર આવા બ્રિજ બની રહ્યો છે.પાંચ વર્ષથી આ બ્રિજનું કામ ચાલે છે, તો શું અધિકારીઓને આ વાત ધ્યાને જ નહીં આવી હોય? કે પછી અધિકારીઓએ પણ આંખ આડા કાન કર્યાં છે? હવે જોવાનું એ રહ્યું કે આગળ કેવી કાર્યવાહી થાય છે.

આ પણ વાંચો: Rajkot: કિલર તાંત્રિક નવલસિંહ ચાવડા અને જીગર ગોહિલ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ

Tags :
AhmedabadAhmedabad NewsAMCAmdavad Municipal CorporationAUDAGhuma Shilaj OverbridgeGhuma Shilaj Overbridge controversyGhuma Shilaj Overbridge WorkGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsOverbridgeOverbridge controversyTop Gujarati News
Next Article