Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિધર્મી યુવકે પોતાના બે મિત્રો સાથે મળી યુવતી પર ગુજાર્યો સામૂહિક દુષ્કર્મ

અમદાવાદમાં લવજેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્પામાં કામ કરતી યુવતીને વિધર્મી યુવક પીછો કરી બ્લેકમેલ કરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. વિધર્મી યુવકે પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપી બે મહિના સુધી Leave in Relationshipમાં રાખીને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં યુવતીનો બીભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને વિધર્મી યુવકે પોતાના બે àª
વિધર્મી યુવકે પોતાના બે મિત્રો સાથે મળી યુવતી પર ગુજાર્યો સામૂહિક દુષ્કર્મ
Advertisement
અમદાવાદમાં લવજેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્પામાં કામ કરતી યુવતીને વિધર્મી યુવક પીછો કરી બ્લેકમેલ કરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે. વિધર્મી યુવકે પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપી બે મહિના સુધી Leave in Relationshipમાં રાખીને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં યુવતીનો બીભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને વિધર્મી યુવકે પોતાના બે મિત્રો સાથે મળી યુવતીનો ગેંગરેપ કર્યો છે. જોકે, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક સ્પામાં નોકરી કરતી 37 વર્ષીય યુવતીને થોડાક સમય પહેલા સ્પામાં મસાજ કરાવવા આવતા એક સમીર પ્રજાપતિ નામના યુવક સાથે પરિચય થયો હતો. સમીર પ્રજાપતિ પોતે મુસ્લિમ હોય અને તેનું નામ નાસિર હુસૈન હોવાનું છુપાવી યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ આરોપીએ તેના પરિવારજનોની વિગતો મેળવીને યુવતી સ્પામાં ખરાબ ધંધા કરે છે તેવી જાણ પરિવારજનોને કરી દેવાની ધમકીઓ આપી તેને ગેસ્ટ હાઉસમાં બોલાવી ચપ્પુની અણીએ યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સમયે આરોપીએ યુવતીના અંગત પળોના વિડીયો ઉતારી લઈ તેનું આધારકાર્ડ પડાવીને આનંદનગર વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખ્યું હતું. આરોપી યુવતીને સ્પાની નોકરી છોડાવીને ફ્લેટ પર બે મહિના સુધી લિવ ઇન રિલેશનમાં રાખી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. આરોપી નાસીર હુસૈન ઘાંચીએ એક દિવસ ફ્લેટ પર પોતાના બે મિત્રોને બોલાવી યુવતીની આંખો પર પટ્ટી બાંધી તેના બે મિત્રોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.
પોલીસની ગિરફતમાં રહેલો સામુહિક દુષ્કર્મનો મુખ્ય આરોપી નાસિર હુસૈન, મદદ કરનાર તેની પત્ની રૂપા રાણા અને સાળો વિજયની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે, આરોપી નાસિર હુસૈનએ ખાડિયા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, આ ગુનામાં તેની સાથે પત્ની રૂપા રાણા, સાળી હિરલ અને સાળો વિજય પણ મદદ કરતો હતો અને ભોગ બનનાર યુવતી પાસે પૈસા પડાવતા હતા. એક દિવસ યુવતીના પતિને આ આરોપીઓએ તેની પત્નીને અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી માગી હતી જેથી અંતે કંટાળીને યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને લવ જેહાદ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાતા આ સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરી SC-ST સેલને સોંપવામાં આવ્યા છે.
યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને બ્લેકમેલ કરી સામુહિક દુષ્કર્મ આચર્યું, જે બાદ યુવતી પાસે પૈસા પડાવવા પ્લાન બનાવ્યો હતો. પરંતુ પોલીસે ગુનો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે સામુહિક દુષ્કર્મ આચરનાર બે મિત્રોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
Tags :
Advertisement

.

×