ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા કેસમાં મોટો ખુલાસો થતા શિક્ષણ વિભાગમાં ભૂકંપ આવ્યો

ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala)ની પૂછપરછમાં પોલીસને મહત્વની કડીઓ મળી
11:44 AM Dec 30, 2024 IST | SANJAY
ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala)ની પૂછપરછમાં પોલીસને મહત્વની કડીઓ મળી

Gujarat: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં હવે CID ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ સામે આવ્યા છે. તેમાં 62 શિક્ષકોના નામ સામે આવતા શિક્ષણ વિભાગમાં ભૂકંપ આવ્યો છે. મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે. તેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 62 શિક્ષકોએ રોકાણ કર્યુ હતુ.

શિક્ષણ વિભાગ પાસે 4 શિક્ષકોના રોકાણની વિગતો આવી

શિક્ષણ વિભાગ પાસે 4 શિક્ષકોના રોકાણની વિગતો આવી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala)ની પૂછપરછમાં પોલીસને મહત્વની કડીઓ મળી છે. તેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala)એ અનેક રોકાણકારોના નામ પોલીસ સમક્ષ મુક્યા છે. જેમાં BZ ફાઈનાન્સમાં મોટું રોકાણ કરનાર રોકાણકારોના નામ સામે આવ્યા છે. તેમાં એક કરોડ અને તેથી વધુનું રોકાણ કરનારના નામ પોલીસને મળ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala) મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો. તથા ભૂપેન્દ્રસિંહ ઝાલાના મોબાઈલમાંથી પોલીસને વધુ પૂરાવા મળી શકે છે. તેમજ પોલીસે હજુ સાત બેંક ખાતાની વિગતો મગાવી છે. તેમાં અલગ-અલગ સાત બેંક ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે.

જાણો શું છે ઘટના:

CID ક્રાઇમ દ્વારા રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) મહેસાણામાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં CID ક્રાઇમે કુલ 29 મુદ્દાનાં આધારે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે બંને પક્ષને દલીલો સાંભળીને આરોપીનાં 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો: Rajkot: શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિવાદમાં આવ્યું, અગ્નિકાંડ સર્જાય તેવો Video Viral

રાજયમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં (BZ Group's Ponzi scheme) રોકાણ કરાવ્યું

રાજયમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં (BZ Group's Ponzi scheme) રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચરનાર આરોપી અને BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) મહેસાણા જિલ્લાનાં (Mehsana) વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઈમનાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી અંદાજે એક મહિનાથી ફરાર આરોપીને ઝડપી લેવાયો હતો. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. માહિતી અનુસાર, CID ક્રાઈમે કુલ 29 મુદ્દાનાં આધારે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને 7 દિવસનાં રિમાન્ડની મંજૂરી આપી છે. માહિતી અનુસાર, આરોપી વતી કોઈ પણ વકીલ હાજર ન રહેતા કોર્ટ કાર્યવાહીમાં વિલંબ થયો હતો. જો કે, કોઈ પણ વકીલ ન આવતા આખરે લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી વકીલ અપાયા હતા. આથી, હવે રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચરનાર આરોપીને વિનામૂલ્યે કાયદાકીય સલાહ મળી રહી હોવાની ચર્ચાઓ પણ થવા લાગી છે. જણાવી દઈએ કે, અગાઉ ધરપકડથી બચવા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સેશન્સ કોર્ટ (Sessions Court) અને હાઇકોર્ટમાં (High Court) આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ GPID એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો: Surat: ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવાનું રેકેટ ઝડપાયું

 

Tags :
Bhupendrasinh zalaGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsMahathugPolice Gujarat NewsTeacherTop Gujarati News
Next Article