Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણીતા લોકસાહિત્યકાર Devayat Khavad ફરી એકવાર આવ્યાં વિવાદમાં! જાણો શું છે મામલો

Devayat Khavad controversy: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
જાણીતા લોકસાહિત્યકાર devayat khavad ફરી એકવાર આવ્યાં વિવાદમાં  જાણો શું છે મામલો
Advertisement
  1. લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યાં
  2. એક જ દિવસમાં બે કાર્યક્રમ બૂક કરી લેતા થઈ બબાલઃ સૂત્રો
  3. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવાયત ખવડની ગાડી પર હુમલો

Devayat Khavad controversy: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, લોકસાહિત્યકાર દેવાયત ખવડે એક જ દિવસમાં બે કાર્યક્રમ બૂક કરી લેતા બબાલ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, તે મામલે ચોક્કસ કોઈ વિગતો સામે આવી નથી. પરંતુ એક કાર્યક્રમ બાદ બીજા કાર્યક્રમમાં ન જતા બબાલ થઈ છે. એટલું જ નહીં પરંતુ દેવાયત ખવડની ગાડી પર હુમલો થયો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gandhinagar : 159 PSI ને PI તરીકે બઢતી આપ્યા બાદ હવે 2 IAS અધિકારીની બદલી

Advertisement

હુમલો થયો ત્યારે ગાડીમાં માત્ર દેવાયત ખવડનો ડ્રાઈવર જ હતો

ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવાયત ખવડની ગાડી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે જ્યારે દેવાયત ખવડની ગાડી પર હુમલો કરવામાં આવ્યો ત્યારે દેવાયત ખવડ પોતે ગાડીમાં હાજર નહોતા! સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, હુમલો થયો ત્યારે ગાડીમાં માત્ર દેવાયત ખવડનો ડ્રાઈવર જ હતો. જો કે, દેવાયત ખવડના ડ્રાઈવર સાથે મારામારી થઈ છે કે, કેમ તે તપાસ બાદ સામે આવશે. જાણકારી પ્રમાણે આ મામલે પોલીસે ફરિયાદ થઈ છે, જેથી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: હોસ્પિટલના CCTV વાયરલ મુદ્દે વધુ ખુલાસા, ક્રાઈમ બ્રાન્ચના DCP લવિના સિન્હાનું નિવેદન

આ પહેલા દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે થયો હતો વિવાદ

દેવાયત ખવડને લઈને અનેક વિવાદો સામે આવતા હોય છે. આ પહેલા પણ દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે વિવાદ થયો હોઈ છે. જે મામલે દેવાયત ખવડે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અત્યારે હરિફાઈ એટલી બધી છે, તેની કોઈ પરવાહ નથી. “હમ જહા ખડે રહેતે હૈ લાઈન વહીં સે શુરુ હોતી હૈ!” આ તો ઉપર વાળાની કૃપા છે. પણ તકલીફ એ વાતની છે કે, પીઠ પાઠળ કોક બોલેને તેમાં મજા નથી આવતી! તમને અને મને કોઈ તકલીફ હોય તો સામે આવીને કહી દ્યો, પરંતુ તે પીઠ પાછળ જઈને વાતો કરે છે તો એવું લાગે છે કે રાજકારણ આમાં ક્યારે આવી ગયું? નોંધનીય છે કે, સાહિત્યમાં આવેલા રાજકારણ અંગે પણ દેવાયતે ખુલીને વાત કરી હતી.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×