Gujarat સરકાર મહિલાઓના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ : CM ભૂપેન્દ્ર પટેલ
- પાટીદાર સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત
- પાટીદાર પરિવાર ટ્રસ્ટે પાંચમા અધિવેશનનું કર્યું આયોજન
- સાંસદ નરહરિ અમીન, ધારાસભ્ય હર્ષદ પટેલ ઉપસ્થિત
Ahmedabad: અમદાવાદના સોલામાં મહિલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટીદાર પરિવાર ટ્રસ્ટે પાંચમા અધિવેશનનું આયોજન કર્યું હતુ તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં છે. ત્યારે સાંસદ નરહરિ અમીન, ધારાસભ્ય હર્ષદ પટેલની ઉપસ્થિતી સાથે પાટીદાર સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમમાં સંબોધન કર્યું હતુ.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજ શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડવાની પ્રેરણા આપી છે. આંજણાધામના નિર્માણનું કાર્ય તેની જ પ્રતીતિ કરાવે છે.
આ સંકુલ સમાજના યુવાઓના કારકિર્દી ઘડતરની સાથે તેમને સદાચાર અને સદમાર્ગે લઈ જવાનું કાર્ય કરશે. આંજણાધામ યુવાનોમાં દેશપ્રેમના… pic.twitter.com/gRqtA6S1Rt
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 5, 2025
PM નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો:CM ભૂપેન્દ્રભાઈ પટેલે
CM ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતુ કે PM નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકાર મહિલાઓના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. વડાપ્રધાને ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. વિકસિત ભારત માટે ગુજરાત 2047 રોડ મેપ તૈયાર કર્યો છે. મહિલા સુરક્ષા માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાને વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. ગુજરાત તેમના માર્ગદર્શનમાં આગળ વધી રહ્યું છે. પાટીદાર સમાજનું આજ 5મુ અધિવેશન છે. જેમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર મહિલાના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે વડાપ્રધાને પોતાના સમયગાળામાં ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મહિલા પોતાના પગભર ઊભી કરવાના પ્રયત્ન કર્યો છે. આજ રાજ્યની મહિલા આત્મનિર્ભર કરવા પ્રયત્ન કર્યા છે. જેમાં મહિલા સુરક્ષા માટે કામ કરી રહી છે.આજ મહિલાઓ મોડે સુધી બહાર ફરી શકે છે. મહિલા સુરક્ષા માટે સી ટીમ પણ કામગીરી કરી રહી છે. તેમજ વિદ્યાર્થીને અભ્યાસ માટે 4 હજારની સહાય આપવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહમાં 25 હજારની સહાય આપવામાં આવે છે. 2047 વિકસિત ભારત બનાવવા નિર્ધાર કર્યો છે. વિકસિત ભારત માટે ગુજરાત 2047 રોડ મેપ તૈયાર કર્યો છે.
હવે વિવિધ સમાજના લોકો આગળ આવીને સમાજ માટે ભગીરથ કાર્યો કરી રહ્યાં છે
ગુજરાતમાં હવે વિવિધ સમાજના લોકો આગળ આવીને સમાજ માટે ભગીરથ કાર્યો કરી રહ્યાં છે. ત્યારે આંજણા ચૌધરી સમાજ દ્વારા ભવ્ય આયોજન હાથ ધરાયું છે. ગુજરાતના આંજણા સમાજ 300 કરોડના ખર્ચે ભવ્ય આંજણાધામ બનાવવા જઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
આંજણધામનો હેતુ સમાજના સંતાનોને શિક્ષણલક્ષી મદદ કરવાનો
જમીયતપુરા ગાંધીનગર પાસે 22000 ચોરસ મીટર વિસ્તારમાં ભવ્ય આંજણાધામ વિકસાવાવનું બીડું સમાજના આગેવાનોએ ઉપાડ્યું છે. આ વિશે માહિતી આપતા આંજણા ધામના મુખ્ય દાતા અને પ્રમુખ મણીલાલ ચૌધરી તથા મહામંત્રી અમિતભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આ આંજણધામનો હેતુ સમાજના સંતાનોને શિક્ષણલક્ષી મદદ કરવાનો છે. જેમાં સમાજ માટે વિવિધ કાર્યો કરવામાં આવશે. આંજણાધામમાં UPSC/GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા-વ્યવસાયલક્ષી તાલીમ ક્લાસરૂમ, કુમાર-કન્યા છાત્રાલય, એન.આર.આઈ- સિનિયર સિટીઝન ભવન, ભવ્ય ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ભોજનાલય, કોમ્યુનિટી હોલ કાર્યાલય, હેલ્થ કેર યુનિટ- વ્યસન મુક્તિ કેન્દ્ર, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ-યોગ અને ફિટનેસ સેન્ટર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો: Banaskantha Division મુદ્દે વિરોધનો વંટોળ! દિયોદરમાં વિશાળ જનસભા, ઉપવાસ આંદોલનની જાહેરાત!


