Gujarat Weather : ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન
- અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થઇ
- સવારના સમયે વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસની ચાદર ફેલાઇ
- રાજ્યના તમામ જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે
Gujarat: ઠંડીના ચમકારા વચ્ચે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં સવારના સમયે વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસની ચાદર ફેલાઇ હતી. તેમજ અમદાવાદ (Ahmedabad) માં ધુમ્મસના કારણે વિઝિબિલિટી પર અસર જોવા મળી છે. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ઠંડી વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.
અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થઇ
અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થઇ છે. જેમાં ગુજરાતમાં ગાઢ ધુમ્મસ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી જોઇએ તો રાજ્યમાં આગામી 24 કલાક લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે તથા આગામી દિવસે ઠંડીમાં ચમકારો વધશે. તેમજ અમદાવાદ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું જોર વધશે. ત્યારે રાજ્યના ગાર્ડનમાં મોનીગ વોકર્સની સંખ્યામાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદ (Ahmedabad) માં 15, ભુજમાં 10.4, ડીસામાં 13, ગાંધીનગરમાં 14, વડોદરામાં 17.8, ભાવનગરમાં 14.5, દ્વારકામાં 14.4, જામનગરમાં 14.9, નલિયામાં 5.6, રાજકોટમાં 9.3, સુરતમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો: Gujarat: અમરેલી નકલી લેટરકાંડમાં ખુલાસો, તાલુકા ભાજપના પ્રમુખ બનવા કાવતરૂ ઘડ્યું
ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે
હવામાન વિભાગના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદ (Ahmedabad) માં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. તેમજ અમદાવાદના પાછલા 24 કલાકમાં 2.5 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. હવેથી અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ઉત્તરથી ઉત્તર પૂર્વીય દિશામાં પવન ફૂંકાઈ રહ્યાં છે. ગુજરાતમાં બદલાયેલા વાતાવરણ વિશે જણાવતા અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતનો કમોસમી વરસાદ રહેશે. જેને કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે.
આ પણ વાંચો: Gujarat: પરંપરા વાનગી તરીકે શિયાળાની સિઝનમાં ઉંબાડિયાની ભારે બોલબાલા