Holika Dahan 2025 : થલતેજમાં CM ભૂપેન્દ્ર પટેલ વૈદિક હોલિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
- અમદાવાદમાં વૈદિક હોલિકા દહન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા (Holika Dahan 2025)
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૈદિક હોળીનું પૂજન કરીને દર્શન કર્યા
- પ્રજાજનોનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને જીવનમાં સુખાકારી વધે તેવી પ્રાર્થના : CM
Holika Dahan 2025 : આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદનાં (Ahmedabad) થલતેજ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં વૈદિક હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હાજરી આપી હતી. મુખ્યમંત્રીએ વૈદિક હોળીનું પૂજન કરી દર્શન કર્યા હતા. તેમની સાથે કોર્પોરેટર અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો - Holika Dahan 2025 : ઠેર ઠેર હોલિકા દહન, ક્યાંક નાળિયેર તો ક્યાંક ગાયનાં છાણથી તૈયાર કરાઈ વૈદિક હોળી
વૈદિક હોલિકા દહન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) થલતેજ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં વૈદિક હોલિકા દહન કાર્યક્રમનું (Holika Dahan 2025) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને વૈદિક હોળીનું પૂજન કરી દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ આ પાવન પ્રસંગે પ્રજાજનો માટે પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, આપણો દેશ સંસ્કૃતિ સાથે જોડાયેલો દેશ છે. આપણે સૌ એક સાથે મળી આપણી સંસ્કૃતિને સાથે લઈ હોળીનાં તહેવારની ઉજવણી કરીએ અને આવતીકાલે ધુળેટીનાં અવસરે પ્રાકૃતિક રંગોથી રંગાઈને ઉજવણી કરીએ, તેવી તેમણે અપીલ કરી હતી.
આ પણ વાંચો - Bhavnagar : ગોઝારી ઘટના! નદીમાં નહાવા ગયેલા 4 પૈકી 2 મિત્રનાં ડૂબી જતાં મોત
સૌને હોળી-ધુળેટીના પાવન પર્વની શુભકામના : CM ભૂપેન્દ્ર પટેલ
આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પ્રજાજનોનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને તેમના જીવનમાં સુખકારી વધે તેવી પ્રાર્થના પણ કરી હતી. વૈદિક હોળી મહોત્સવમાં એએમસી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન હિતેશભાઈ બારોટ (Hiteshbhai Barot), કોર્પોરેટરો તેમ જ અનેક મહાનુભાવો, કાર્યકર્તાઓ તથા વિસ્તારનાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર તસવીરો સાથે પોસ્ટ પણ કરી છે અને લખ્યું કે, 'વર્ષો જૂની પરંપરા મુજબ મારા મતક્ષેત્રના થલતેજ વોર્ડમાં પક્ષના ઊર્જાવાન કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો સાથે વૈદિક હોળી પ્રાગટ્ય અને હોલિકાદહન કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો. આ પ્રસંગે, સૌને હોળી-ધુળેટીના પાવન પર્વની શુભકામના પાઠવી.'
આ પણ વાંચો - Sujok Therapy : શું 'રંગ' આરોગ્ય અને ભાવનાઓને બેલેન્સ કરે છે ? જાણો રંગોની અનોખી થેરાપી વિશે