Breaking : જમીન સંબંધિત કેસમાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત
- સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા કેસમાં વિશેષ અદાલતનો મહત્ત્વનો ચુકાદો
- જમીન સંબધિત કેસમાં પ્રદીપ શર્મા દોષિત જાહેર
- સરકારી અધિકારી તરીકે સત્તાનાં દુરુપયોગ મામલે દોષિત કરાર
- જો કે, અન્ય 2 કેસમાં પ્રદીપ શર્મા નિર્દોષ જાહેર થયા
પૂર્વ IAS પ્રદીપ શર્મા (IAS Pradeep Sharma) સામે ભુજમાં સરકારી જમીનને એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવા મામલે કેસ ચાલી જતાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ મામલે વિશેષ અદાલતે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જમીન સંબંધિત કેસમાં પ્રદીપ શર્માને કોર્ટે તમામ પુરાવા અને દલીલો સાંભળ્યા બાદ દોષિત ઠેરવ્યા છે. થોડી વારમાં કોર્ટ સજા સંભળાવી શકે છે.
આ પણ વાંચો - Gandhinagar : બજેટ સત્રને લઈ આવ્યા મહત્ત્વનાં સમાચાર, આ તારીખે નાણામંત્રી રજૂ કરશે Budget !
જમીન સંબંધિત કેસમાં પ્રદીપ શર્મા દોષિત
પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજમાં (Bhuj) સરકારી જમીનને એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવા મામલે પૂર્વ IAS પ્રદીપ શર્માને (IAS Pradeep Sharma) વિશેષ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જો કે, અન્ય 2 કેસમાં પ્રદીપ શર્મા નિર્દોષ સાબિત થયા છે. સરકારી અધિકારી તરીકે સત્તાનાં દુરુપયોગ મામલે કોર્ટે દોષિત જાહેર કર્યા છે. પ્રદીપ શર્માને ACB ની કલમ 11 તથા 13/2 હેઠળ દોષિત ઠરાવ્યા છે. જણાવી દઈએ કે, અગાઉ કોર્ટે જમીન PMLA સહિતની કાર્યવાહીમાં ચુકાદા પર સ્ટેની અરજી ફગાવી હતી. સુપ્રીમકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી ચુકાદો મોકૂફ રાખવા અરજી કરાઈ હતી.
પ્રદીપ શર્માની ઉંમરને ધ્યાને લેવામાં આવે : બચાવ પક્ષનાં વકીલ
માહિતી અનુસાર, સજા સંભળાવ્યા પહેલા પ્રદીપ શર્માના વકીલે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું હતું કે, ACB ની કલમ 11 તથા 13/2 હેઠળ દોષિત ઠરાવ્યા આ કેસમાં જૂના નિયમો મુજબ સજા આપવામાં આવે. લાંબા સમયથી પ્રદીપ શર્મા જેલમાં છે માટે તેને પણ ધ્યાને લેવામાં આવે. પ્રદીપ શર્માની 70 વર્ષની ઉંમર છે અને સિનિયર સિટિઝન છે તેને પણ ધ્યાને લેવામાં આવે.
આ પણ વાંચો - Surat : 4.30 કેરેટનાં લેબગ્રોન ડાયમંડમાં Donald Trump ની અદભુત પ્રતિકૃતિ જોઈ ચકિત થઈ જશો!
પ્રદીપ શર્માએ કરેલો ગુનો એ દેશ વિરોધી છે : રાજ્ય સરકાર
બીજી તરફ સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, નવા કાયદામાં સંબધિત કેસમાં 10 વર્ષ સુધી મહત્તમ અને ઓછામાં ઓછી 4 વર્ષ સજાની જોગવાઈ છે. જ્યારે, જૂના કાયદામાં ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષ સજાની જોગવાઇ છે. નિલંબિત IAS એ જિલ્લાનાં અધિકારી તરીકે ગુનો આચર્યો હતો. સરકારી વકીલે વધુમાં કહ્યું કે, કોર્ટે માન્યું છે કે પ્રદીપ શર્માએ (IAS Pradeep Sharma) ગુનો કર્યો છે. એક IAS અધિકારી તરીકે પુરવાર થયેલા ગુનામાં ઓછામાં ઓછી સજા ન કરી શકાય. જો IAS અધિકારી તરીકે કરેલા કારનામાને ઓછી સજા કરવામાં આવે તો સોસાયટીમાં ખોટો મેસેજ જશે. IAS અધિકારી હતા એટલે ઓછી સજા થઈ એવું લોકો ન કહેવા જોઈએ. નવા કાયદામાં જોગવાઈ એટલા માટે જ વધારવામાં આવી છે કે ભ્રષ્ટાચારી સામે વધુમાં વધુ સજા થવી જોઈએ. પ્રદીપ શર્માએ કરેલો ગુનો એ દેશ વિરોધી છે. પ્રદીપ શર્માને ન માત્ર સજા પરંતુ દંડ પણ કરવા સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી.
જાણો શું છે કેસ ?
સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા સામે વેલસ્પન કંપનીની વેલ્યૂ પેકેજિંગ નામની પેટા કંપનીને ખોટી રીતે જમીન ફાળવી તેના બદલામાં પોતાની પત્નીને વર્ષ 2004 માં કંપનીમાં કોઈપણ જાતનાં રોકાણ વિના 30 ટકાની ભાગીદાર બનાવી રૂ. 29.50 લાખનો નફો મેળવી પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનાં આરોપમાં 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ (ACB) ધરપકડ કરી હતી.
આ પણ વાંચો - Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલને લઈને પોલીસ હોસ્પિટલ પહોંચી


