ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhath Puja 2025 : અમદાવાદમાં છઠ પૂજા કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્ત્વનું નિવેદન

અમદાવાદનાં ઇન્દિરા બ્રિજ ખાતે આજે છઠ પૂજાનું આયોજન કરાયું હતું, જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. દરમિયાન, તેમણે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બિહારમાં છઠ પૂજા સાથે લોકતંત્રનાં પર્વ માટે ઉત્સાહ જોવા મળ્યો છે. ઉત્સાહ બતાવતો હતો કે રાજ્યમાં ફરીવાર NDA ની સરકાર બનશે. બિહાર અને ગુજરાતનો સંબંધ હંમેશા અલગ રહ્યો છે. ગુજરાત અને બિહાર બંને રાજ્ય રાજકીય આંદોલનનાં સાક્ષી રહ્યા છે.
11:49 PM Oct 27, 2025 IST | Vipul Sen
અમદાવાદનાં ઇન્દિરા બ્રિજ ખાતે આજે છઠ પૂજાનું આયોજન કરાયું હતું, જેમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. દરમિયાન, તેમણે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બિહારમાં છઠ પૂજા સાથે લોકતંત્રનાં પર્વ માટે ઉત્સાહ જોવા મળ્યો છે. ઉત્સાહ બતાવતો હતો કે રાજ્યમાં ફરીવાર NDA ની સરકાર બનશે. બિહાર અને ગુજરાતનો સંબંધ હંમેશા અલગ રહ્યો છે. ગુજરાત અને બિહાર બંને રાજ્ય રાજકીય આંદોલનનાં સાક્ષી રહ્યા છે.
CM_Gujarat_First.jpg main
  1. અમદાવાદ ઈન્દિરા બ્રિજ ખાતે Chhath Puja નું આયોજન
  2. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છઠ પૂજામાં હાજર રહ્યા
  3. છઠ પૂજાનાં કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન
  4. "બિહારમાં છઠ પૂજા સાથે લોકતંત્રનાં પર્વ માટે ઉત્સાહ"
  5. "ઉત્સાહ બતાવતો હતો કે NDA ની સરકાર બનશે"

Ahmedabad : આજે દેશભરમાં છઠ પૂજાની (Chhath Puja) ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદનાં ઇન્દિરા બ્રિજ ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. દરમિયાન તેમણે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે (CM Bhupendrabhai Patel) કહ્યું હતું કે, બિહારમાં છઠ પૂજા સાથે લોકતંત્રનાં પર્વ (Bihar Election 2025) માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સાહ બતાવતો હતો કે રાજ્યમાં ફરી એકવાર NDA ની સરકાર બનશે. બિહાર અને ગુજરાતનો સંબંધ હંમેશા અલગ રહ્યો છે. ગુજરાત અને બિહાર બંને રાજ્ય રાજકીય આંદોલનનાં સાક્ષી રહ્યા છે.

આ પણ વાંચો - Rain in Gujarat : કમોસમી વરસાદને લઈ સરકાર એક્શનમાં, CM ની આ સિનિયર મંત્રીઓ સાથે બેઠક

અમદાવાદમાં Chhath Puja કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્વનું નિવેદન

અમદાવાદનાં ઇન્દિરા બ્રિજ (Indira Bridge) ખાતે આજે છઠ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. દરમિયાન, તેમણે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં રામ મંદિર બન્યા બાદ આપણે દિવાળીનો તહેવાર વધુ આનંદથી મનાવવા લાગ્યા છીએ. ગુજરાતમાં દિવાળીનો તહેવાર લાભ પાંચમે પૂર્ણ થાય છે. જ્યારે બિહારમાં સૂર્યપૂજા છઠ મહાપર્વની શરૂઆત થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendrabhai Patel) કહ્યું કે, હમણાં જ ચૂંટણી પ્રચારમાં બિહારની મુલાકાત લીધી હતી. બિહારમાં દિવાળી છઠ પૂજા સાથે લોકતંત્રનાં પર્વ માટે પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ઉત્સાહ બતાવતો હતો કે બિહારમાં ફરી એકવાર NDA ની સરકાર બનવા જઇ રહી છે.

આ પણ વાંચો - Gujarat રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓએ હોદ્દો અને કાર્યભાર સંભાળી લીધો

ઉત્સાહ બતાવતો હતો કે બિહારમાં ફરી NDA ની સરકાર બનશે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગળ કહ્યું કે, દેશભરનાં લોકો માટે ગર્વની વાત છે કે બિહારનાં છઠપૂજાને યુનેસ્કોમાં (UNESCO) ઉત્સવ તરીકે સામેલ કરવા પ્રયાસ કરાયો છે. ચાર દિવસ ચાલતા આ પર્વના ત્રીજા દિવસે સંધ્યા આરતી અને બીજા દિવસે ઉષા આરતીથી આ તહેવાર પૂર્ણ થાય છે. આ એક માત્ર તહેવાર એવો છે, જેમાં આથમતા સૂર્યની પૂજા કરાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બિહાર અને ગુજરાતનો સબંધ હમેશા અલગ રહ્યો છે. ગુજરાત અને બિહાર બંને રાજ્ય રાજકીય આંદોલનનાં સાક્ષી રહ્યા છે. ગાંધીજીએ સત્યાગ્રહનું આંદોલન ચંપારણમાં કર્યું હતું અને દાંડી આંદોલન ગુજરાતમાં કર્યું હતું.

આ પણ વાંચો - Rain in Bhavnagar : મહુવામાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદ, શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા!

Tags :
AhmedabadBihar Election 2025Chhath Puja 2025CM Bhupendrabhai PatelDiwali 2025Gujarat FirstIndira BridgeLabh PanchamNDA governmentram mandirSurya PujaTop Gujarat NewsUNESCO
Next Article