ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

International Kite Festival-2025 : CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદ્ઘઘાટન, કહ્યું- પતંગનાં પર્વને વડાપ્રધાને..!

આ પ્રસંગે પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે.
11:06 AM Jan 11, 2025 IST | Vipul Sen
આ પ્રસંગે પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે.
Patang_Gujarat_first
  1. અમદાવાદમાં આજથી International Kite Festival-2025 નો પ્રારંભ
  2. મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ધઘાટન કર્યું
  3. પતંગ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનો 65 ટકા હિસ્સો છે : CM

ઉત્તરાયણનાં તહેવારને (Uttarayan Festival) હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદનાં રિવરફ્રન્ટ પર 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ' નું (International Kite Festival-2025) આયોજન કરાયું છે. આજથી એટલે કે 11 થી 14 જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2025’ નું આયોજન કરાયું છે. આજે ઉદ્ધાટન સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા (Mulubhai Bera), રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે પ્રારંભ, દેશ-વિદેશનાં પતંગબાજોએ લીધો ભાગ

અમદાવાદનાં (Ahmedabad) વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે આજથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -2025’ નો (International Kite Festival-2025) પ્રારંભ થયો છે. સવારે 9 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રવાસનમંત્રી મૂળૂભાઇ બેરા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો હાજર રહ્યા છે. જણાવી દઈએ કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતનાં અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત, ગુજરાતનાં 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

 આ પણ વાંચો - Sabarkantha: ગોપાલનાં ગાંઠિયા ખાનારા ચેતજો! ગાંઠિયામાં ઉંદરડી આવતા બાળકી પડી બીમાર, ફૂડ વિભાગની લાલિયાવાડી સામે આવી

સૌથી વધુ પતંગ બનાવવામાં ગુજરાત આગળ : CM

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે, આજથી 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ' નો શુભારંભ થયો છે. ગુજરાતનાં આભને આબે એવા વિકાસનાં કામો થયા છે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, પતંગનાં પર્વને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) એક ઊંચાઈ આપી છે, જેનાં થકી સ્વરોજગારી વધી છે. ગુજરાતમાં યોજાનારા પતંગ મહોત્સવમાં દેશ-વિદેશનાં લોકો પણ આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'લોકલ ફોર વોકલ' ને પણ આનાથી વધુ ફાયદો થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સૌથી વધુ પતંગ બનાવવામાં ગુજરાત આગળ છે. પતંગ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનો 65 ટકા હિસ્સો છે અને 700 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, પતંગ મહોત્સવની ઉજવણી સાથે દાન-ધર્મ અને પર્યાવરણની જાળવણી પણ રહેલી છે.

 આ પણ વાંચો - Winter in Gujarat : અમદાવાદમાં ઠંડીનું જોર ઘટતા લોકોને હાશકારો! કચ્છમાં નાગરિકો ધ્રુજી ઉઠ્યા!

'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ'નાં ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય આકર્ષણો

માહિતી અનુસાર, ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ કરાયા. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજિત કરવામાં આવી છે. આ સિવાય, નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે.

 આ પણ વાંચો - પાટીદાર દીકરીને ન્યાય અપાવવા આજે કોંગ્રેસનું Amreli Bandh નું એલાન, તંત્રને અલ્ટીમેટમ!

Tags :
Breaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In Gujarati
Next Article