Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલનાં રિમાન્ડ મંજૂર, ક્રાઇમ બ્રાન્ચે રજૂ કર્યાં મુખ્ય 8 મુદ્દા!

કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્ત્વનાં 8 મુદ્દે 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરાઈ હતી.
khyati hospital scam   આરોપી કાર્તિક પટેલનાં રિમાન્ડ મંજૂર  ક્રાઇમ બ્રાન્ચે રજૂ કર્યાં મુખ્ય 8 મુદ્દા
Advertisement
  1. Ahmedabad ની Khyati Hospital Scam મામલે મોટા સમાચાર
  2. ક્રાઈમ બ્રાંચે આરોપી કાર્તિક પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો
  3. વિવિધ મુદ્દા અંગે તપાસને લઈ કોર્ટ સમક્ષ આરોપીનાં રિમાન્ડની કરી હતી માગ
  4. કોર્ટે આરોપી કાર્તિક પટેલનાં 1 માર્ચ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદની (Ahmedabad) બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ PMJAY કૌભાંડ (Khyati Hospital Scam) મામલે આજે ક્રાઇમ બ્રાન્ચે આરોપી કાર્તિક પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્ત્વનાં 8 મુદ્દે 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરાઈ હતી. જો કે, કોર્ટે આરોપી કાર્તિક પટેલનાં (Kartik Patel) 11 માર્ચ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. નિમેશ ડોડિયા નામનાં આરોપી સાથે મળીને બનાવેલા PMJAY કાર્ડની માહિતી માટે રિમાન્ડની માંગણી કરાઈ હતી.

આ પણ વાંચો -Junagadh : મનપા-નપાનાં શાસકોની વરણી થઈ, જાણો મેયર, ડેપ્યુટી મેયરની જવાબદારી કોને અપાઈ?

Advertisement

વિવિધ મુદ્દા અંગે તપાસને લઈ કોર્ટ સમક્ષ રિમાન્ડની માગ કરાઈ

અમદાવાદનાં(Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે આજે આરોપી કાર્તિક પટેલને મેટ્રો કોર્ટમાં (Metro Court) રજૂ કર્યો હતો. મુખ્ય 8 મુદ્દે 14 દિવસનાં રિમાન્ડની માગ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઈ હતી. માહિતી અનુસાર, આરોપી નિમેશ ડોડિયા નામના સાથે મળીને બનાવેલા PMJAY કાર્ડની માહિતી માટે રિમાન્ડની માંગણી કરાઈ હતી. સાથે કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) કહ્યું કે, કાર્તિક પટેલે અન્ય હોસ્પિટલમાંથી પણ કમિશનની લાલચ આપીને 50 થી વધુ વયનાં દર્દીઓને લાવવા માટે કયાં-કયાં ડૉક્ટર્સનાં સંપર્કમાં હતો એ બાબતે તપાસ જરૂરી છે. આરોપી કાર્તિક પટેલ દ્વારા વોટ્સએપ ગ્રૂપ અને ટેલિગ્રામ ગ્રૂપમાં PMJAY કાર્ડ બનાવવા મામલે સંડોવણી છે કે કેમ ? તે અંગે પણ પૂછપરછ જરૂરી છે.

Advertisement

આ પણ વાંચો -VADODARA : 'હું 14 વર્ષનો હતો ત્યારે..', સચિન તેંડૂલકરે યાદો વાગોળી

કોર્ટે આરોપી કાર્તિક પટેલનાં 11 માર્ચ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા

કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે, PMJAY યોજના સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓ સાથે સંડોવણી છે કે કેમ ? તે અંગે આરોપીને હાજર રાખી તપાસ માટે રિમાન્ડ જરૂરી છે. ખ્યાતિકાંડ (Khyati Hospital Scam) એક સિસ્ટમેટિક અને ઇકોનોમિક ફ્રોડ હોવાથી સુનિયોજિત ગુન્હાની તપાસ માટે આરોપીની તપાસ જરૂરી છે. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી કાર્તિક પટેલનાં 11 માર્ચ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો - Gujarat : આ વખતે હવામાનમાં કાંઈ નવીન થશે, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

Tags :
Advertisement

.

×