Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલની જામીન અરજીનો સરકારે કર્યો વિરોધ, જાણો શું કહ્યું ?
- 'ખ્યાતિકાંડ'ના આરોપી કાર્તિક પટેલની જામીન અરજીનો વિરોધ (Khyati Hospital Scam)
- કાર્તિકની આગોતરા જામીન અરજી પર સરકારનાં કોર્ટમાં સવાલ
- "વ્યક્તિગત ફાયદા માટે આરોપી લોકોનાં જીવ સાથે રમત રમ્યો"
- "કાર્તિક જ કેમ્પ યોજીને PMJAY કાર્ડધારકોને લાવવા કહેતો હતો"
અમદાવાદનાં બહુચર્ચિત 'ખ્યાતિકાંડ'નાં (Khyati Hospital Scam) આરોપી કાર્તિક પટેલે કોર્ટમાં જામીન અરજી કરી છે. જો કે, આ અરજીનો સરકારે વિરોધ કર્યો છે. કોર્ટમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સરકારી વકીલે સવાલ ઉઠાવતા કહ્યું કે, વ્યક્તિગત ફાયદા માટે આરોપી લોકોનાં જીવ સાથે રમત રમ્યો છે. ભાગેડુંએ જાતે અરજી રજૂ નથી કરી. આરોપીનાં જમાઈએ આગોતરા જામીન અરજી કરી છે.
આ પણ વાંચો - Rajkot : એવું તો શું થયું કે CM Bhupendra Patel ને સમાજને કરવી પડી આ ટકોર!
વ્યક્તિગત ફાયદા માટે આરોપીએ લોકોનાં જીવ સાથે રમત રમી : સરકારી વકીલ
અમદાવાદનાં (Ahmedabad) 'ખ્યાતિકાંડ'નાં આરોપી કાર્તિક પટેલની જામીન અરજીનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સરકાર તરફી વકીલે કોર્ટમાં કહ્યું કે, ભાગેડું આરોપી દ્વારા જાતે આગોતરા જામીન અરજી રજૂ કરાઈ નથી. આરોપી કાર્તિક પટેલે (Kartik Patel) જમાઈ થકી આ અરજી કરી છે. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું કે, આરોપી ચેરમેન કાર્તિક પટેલની હોસ્પિટલમાં શેરની ટકાવારી 50.98% છે. આરોપી કાર્તિક પટેલે વ્યક્તિગત આર્થિક ફાયદો મેળવવા લોકોનાં જીવન સાથે રમત રમી છે. કાર્તિક પટેલ જ મેડિકલ કેમ્પ યોજી PMJAY કાર્ડ ધારકોને હોસ્પિટલ ખાતે દર્દીઓ લાવવા માટે કહેતો હતો.
આ પણ વાંચો - Valsad : ગુલ્લીબાજ શિક્ષક દંપતી 4 મહિનાથી શાળામાં ગેરહાજર, શિક્ષણ વિભાગ હવે એક્શનમાં!
'કાર્તિક પટેલની સહીથી જ તમામ નાણાકીય વ્યવહારો થતા હતા'
સરકારી વકીલે આગળ કહ્યું કે, નાના-નાના ક્લિનિકનાં ડોક્ટર્સનો સંપર્ક કરવા પણ કાર્તિક પટેલ જ કહેતો હતો. જનરલ પ્રેક્ટિસનર ડોક્ટર્સને દર્દી દીઠ કમિશન આરોપી કાર્તિક પટેલની (Kartik Patel) સહીથી જ ચૂકવાતું હતું. કાર્તિક પટેલની સહીથી જ તમામ નાણાકીય વ્યવહારો થતા હતા. PMJAY યોજના હેઠળ હોસ્પિટલે રૂ.16.48 કરોડ મેળવ્યા છે. સરકારી વકીલે કહ્યું કે, હોસ્પિટલનાં વાર્ષિક ઓડિટની વિગતો ચકાસવામાં આવી રહી છે, છે જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ કાવતરામાં સામેલ તમામ ઊંચા પગાર ધરાવતા હોવાનું અને હોસ્પિટલ એકમ તરીકે વિવિધ બેંકિંગ અને નોન બેંકિંગ ક્ષેત્રમાંથી લોન મેળવી હોવાનું ખુલ્યું છે. રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું કે, વર્ષ 2021 થી 2024 સુધીમાં 8534 દર્દીની સારવાર કરાઈ હતી, જેમાં 112 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 31 માર્ચ, 2022 થી 11 નવેમ્બર, 2024 દરમિયાન 3578 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીનાં ક્લેમ (Khyati Hospital Scam) મૂકાયા હતા.
આ પણ વાંચો - Surat : બોગસ ડૉક્ટર બનાવવાનાં કૌભાંડમાં વધુ એક ખુલાસો! આરોપીઓનાં કાંડ જાણી ચોંકી જશો!