Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AMCની SVP સ્કુલમાં વિદ્યાર્થીઓનો ભારે ધસારો, પ્રવેશ માટે વેઇટીંગ લિસ્ટ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ(SVP) શાળા હવે તમામ સુવિધાઓથી સજ્જ ખાનગી શાળાઓને પણ ટક્કર મારી રહી છે. એસવીપી સ્કુલમાં ગુજરાતીમાં 125 અને અંગ્રેજી માધ્યમમાં 200નું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. અત્યારની ખાનગી સ્કૂલને ટક્કર આપવી લગભગ મુશ્કેલ છે.કોઈ સરકારી સ્કૂલ અત્યારના સમયમાં પ્રાઈવેટ સ્કુલને ટક્કર આપે તે લોઢાના ચણા ચાવવા
amcની svp સ્કુલમાં વિદ્યાર્થીઓનો ભારે ધસારો  પ્રવેશ માટે વેઇટીંગ લિસ્ટ
Advertisement
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ(SVP) શાળા હવે તમામ સુવિધાઓથી સજ્જ ખાનગી શાળાઓને પણ ટક્કર મારી રહી છે. એસવીપી સ્કુલમાં ગુજરાતીમાં 125 અને અંગ્રેજી માધ્યમમાં 200નું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. 

અત્યારની ખાનગી સ્કૂલને ટક્કર આપવી લગભગ મુશ્કેલ છે.કોઈ સરકારી સ્કૂલ અત્યારના સમયમાં પ્રાઈવેટ સ્કુલને ટક્કર આપે તે લોઢાના ચણા ચાવવા જેવી વાત કહેવાય. પરંતુ આ અશક્ય વાતને શક્ય બનાવી છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ SVPએ.  આ સ્કૂલમાં એડમિશન લેવાનો ધસારો એટલો વધારે છે કે એડમિશન માટે 200નું વેઇટિંગ ચાલી રહ્યું છે. એટલું જ નહિ આસપાસમાં આવેલી કેટલીક ખાનગી સ્કૂલઓએ તો આ સરકારી સ્કૂલને ટક્કર આપવા ફીમાં ડિસ્કાઉન્ટ ઓફર પણ મૂકી હોવાનું સામે આવ્યું છે.

Advertisement

Advertisement


 છેલ્લા કેટલાક વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષણમાં સુધારો આવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં 11 જેટલી સ્માર્ટ સ્કૂલઓ તૈયાર થઈ ચૂકી છે. આગામી વર્ષમાં વધુ 8 સ્માર્ટ સ્કૂલ શહેરના અલગ અલગ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. સરકારી સ્કૂલમાં શિક્ષણમાં સુધારો અને ફી ઉઘરાવવામાં ખાનગી સ્કૂલઓની મનમાની સામે વાલીઓ હવે ફરી સરકારી સ્કૂલઓ તરફ વળ્યાં છે. અમદાવાદના સૈજપુર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ સંકુલ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે જ્યાં એડમિશન લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો છે.
SVP સ્કુલમાં એક ક્લાસમાં 40ની સંખ્યા છે.આ શાળામાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 1થી 8માં 862 વિદ્યાર્થીઓ છે. ગુજરાતી માધ્યમમાં એડમિશન માટે 125નું વેઇટિંગ ચાલી રહ્યું છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1થી 8માં 663 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એડમિશન માટે 200નું વેઇટિંગ ચાલી રહ્યું છે. SVPસ્કૂલમાં એડમિશન માટે સતત વાલીઓની ઇન્કવાયરી આવતી રહે છે. 


અહીંની અભ્યાસની પદ્ધતિની સાથે પૌષ્ટિક મધ્યાહન ભોજન મળે, ગણવેશ સહિત તમામ વસ્તુ ફ્રી મળે છે. કોરોનામાં લોકડાઉનમાં પણ વિદ્યાર્થીઓને અહીંના શિક્ષકોએ ઓનલાઇન શિક્ષણ સતત પૂરું પાડ્યું.અહીંની આસપાસની ખાનગી સ્કૂલઓની સરખામણીમાં પણ SVP સ્કૂલ એડમિશન માટે ધસારો રહે છે. એટલે સુધી કે આસપાસની ખાનગી સ્કૂલઓએ સ્કીમ રાખી છે. કે SVP સ્કૂલમાંથી જે એડમિશન રદ કરાવી અમારી સ્કૂલમાં આવે તેઓને ફીમાં 2 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.જો AMC દ્વારા આ જ પ્રકારની શાળાઓ બનાવવામાં આવે અને શિક્ષણ આપવામાં આવે તો વાલીઓ નિશ્ચિત થઈને પોતાના બાળકોને આ શાળાઓમાં મુકી શકશે
Tags :
Advertisement

.

×