National Unity Day 2025 : PM મોદીએ કહ્યું - સરદાર પટેલે ઇતિહાસ લખ્યો નહીં, ઇતિહાસ બનાવ્યો છે
- લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ
- એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન
- અમદાવાદના નારણપુરામાં રન ફોર યુનિટીનું આયોજન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રન ફોર યુનિટીને આપી લીલીઝંડી
- સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલિ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતાના લેવડાવ્યા શપથ
- ભારતની એકતા અખંડિતતાના પ્રણેતાને ભાવાંજલિઃ CM
- PM નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી
- PM મોદી માટે એકતાનો મંત્ર સર્વોપરિ છેઃ CM
- ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે
- અત્યારે એક થઈને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કરીએ
- જ્યાં હોઈએ ત્યાં દેશની એકતાનો સંદેશ આત્મસાર કરીશું
National Unity Day 2025 : આજે, અખંડ ભારતના ઘડવૈયા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે, જેને દેશભરમાં ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહી છે. વર્ષ 2014માં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા ત્યારથી, સરદાર સાહેબની જન્મજયંતિ, 31મી ઓક્ટોબરને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ પ્રસંગ નિમિત્તે, આ વર્ષે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ હેઠળ સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલમાં ગુજરાતના કેવડિયા ખાતે ઉપસ્થિત છે, જ્યાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
CM ભૂપેન્દ્રભાઈ પટેલે રન ફોર યુનિટીને આપી લીલીઝંડી
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવાના ભાગરૂપે, ગુજરાતના અમદાવાદના નારણપુરા ખાતે રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર સાહેબની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ, મુખ્યમંત્રીએ જ રાષ્ટ્રીય એકતાના પ્રતીક સમી આ દોડને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને સૌને એકતાના શપથ પણ લેવડાવ્યા હતા.
ભારતના પનોતા પુત્ર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પર કોટી કોટી વંદન#EktaDiwas #NationalUnityDay #SardarPatel #StatueOfUnity #RunForUnity #UnityParade #SardarVallabhbhaiPatelJayanti #gujaratfirst pic.twitter.com/643g7xge7J
— Gujarat First (@GujaratFirst) October 31, 2025
ભારતની એકતા અખંડિતતાના પ્રણેતાને ભાવાંજલિ : CM
મુખ્યમંત્રીએ સરદાર પટેલને ભારતની એકતા અને અખંડિતતાના પ્રણેતા ગણાવતાં તેમને સાચી ભાવાંજલિ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે એકતાનો મંત્ર હંમેશા સર્વોપરિ રહ્યો છે, અને વર્તમાન પ્રગતિના સંદર્ભમાં તેમણે સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલિ આપી છે. મુખ્યમંત્રીએ રાષ્ટ્રને આહ્વાન કરતાં કહ્યું કે જ્યારે ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે સૌએ એક થઈને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવો જોઈએ અને જ્યાં હોઈએ ત્યાં દેશની એકતાનો સંદેશ આત્મસાત કરવો જોઈએ.
PM Modi In Gujarat : Sardar Vallabhbhai Patel ની પ્રતિમાને પુષ્પાંજલિ । Gujarat First https://t.co/TLq82hchzM
— Gujarat First (@GujaratFirst) October 31, 2025
સરદાર પટેલે ઇતિહાસ લખ્યો નહીં, ઇતિહાસ બનાવ્યો છે : PM મોદી
October 31, 2025 11:32 am
PM મોદીએ કહ્યું, "સરદાર સાહેબની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ પર હું દેશના તમામ 140 કરોડ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. સરદાર પટેલ માનતા હતા કે આપણે ઇતિહાસ લખવામાં સમય બગાડવો જોઈએ નહીં, પરંતુ તેને બનાવવા માટે સખત મહેનત કરવી જોઈએ. આ ભાવના તેમની જીવનકથામાં સ્પષ્ટપણે દેખાય છે. તેમણે જે નીતિઓ ઘડી, તેમણે લીધેલા નિર્ણયો - તેમણે નવો ઇતિહાસ રચ્યો, ઇતિહાસ બનાવ્યો. તેમણે સ્વતંત્રતા પછી 550 થી વધુ રજવાડાઓને એક કરવાના અશક્ય લાગતા કાર્યને શક્ય બનાવ્યું."
સરદાર પટેલ અમર રહે : PM મોદી
October 31, 2025 10:40 am
આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે, દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાવુકતા સાથે કહ્યું, સરદાર પટેલ અમર રહે... અમર રહે... તેમણે દેશવાસીઓને યાદ અપાવતા જણાવ્યું કે, આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. વડાપ્રધાને આ પ્રસંગના મહત્ત્વ પર ભાર મૂકતાં કહ્યું કે, આ માત્ર એક ઉજવણી નથી, પરંતુ આજે આપણે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી છીએ, જે સરદાર સાહેબના એકતાના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવે છે.
"સરદાર પટેલ અમર રહે...અમર રહે"
— Gujarat First (@GujaratFirst) October 31, 2025
રાષ્ટ્રીય એકતા દિવસ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "સરદાર પટેલ અમર રહે... આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ... આજે આપણે એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી છીએ..."@PMOIndia @HMOIndia @AmitShah @narendramodi @CMOGuj… pic.twitter.com/fxf04YVkkZ
PM મોદીનું સંબોધન
October 31, 2025 10:39 am
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે PM નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમ એક ભારત, શ્રેષ્ઠ ભારત ના સંકલ્પને સમર્પિત છે. દરમિયાન PM મોદીએ કહ્યું કે સરદાર પટેલ સંપૂર્ણપણે જનસેવા માટે સમર્પિત હતા. તેઓ એકતા અને અખંડિતતાના પ્રતીક હતા અને તેમને ભારતની એકતાના શિલ્પી કહી શકાય. સરદાર પટેલે સ્વતંત્ર ભારતનો પાયો નાખ્યો અને નાના સ્વતંત્ર પ્રાંતોને એક કરીને એક મજબૂત રાષ્ટ્ર બનાવ્યું. તેમનું યોગદાન આજે પણ દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે. લોકોને સંબોધતા PM નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું, સરદાર પટેલની 150મી જન્મજયંતીના આ ઐતિહાસિક પ્રસંગે, એકતા નગરમાં આ દિવ્ય સવારે, આ મનોહર દૃશ્ય - સરદાર સાહેબના ચરણોમાં આપણી હાજરી - આજે આપણે બધા એક મહાન ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ. દેશભરમાં યોજાઈ રહેલા રન ફોર યુનિટીમાં લાખો ભારતીયોનો ઉત્સાહ, આપણે એક સાથે નવા ભારતના સંકલ્પનો અનુભવ કરી રહ્યા છીએ.
ટેબ્લોમાં સરદાર વલ્લભભાઈ પટેલની સાથે જોવા મળ્યા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી
October 31, 2025 10:25 am
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે આયોજિત એકતા પરેડમાં વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો. ગુજરાતના આ ટેબ્લોએ દેશની અને રાજ્યની અનેક ઐતિહાસિક ક્ષણો અને અખંડ ભારતની તસવીરને દર્શાવી હતી. ટેબ્લોમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરવાની સાથે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથે સરદાર પટેલને દર્શાવવામાં આવ્યા હતા, જે ભાવનગર સ્ટેટના ભારત ગણરાજ્યમાં વિલિનીકરણની ઘટનાને યાદ કરાવતો હતો. આ ઉપરાંત, ટેબ્લોમાં સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ અને કચ્છના ભુજ સ્થિત સ્મૃતિવનને પણ સ્થાન અપાયું હતું, જે ભૂકંપના શહીદોની સ્મૃતિમાં બનાવાયું છે. આમ, ગુજરાતે તેના ટેબ્લો દ્વારા એકતા, ધરોહર અને વીરતાનો સંદેશો આપ્યો હતો.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં
— Gujarat First (@GujaratFirst) October 31, 2025
ગુજરાતના ટેબ્લોમાં દેખાઈ ‘ભારતના એકીકરણની’ ઝાંખી@PMOIndia @HMOIndia @AmitShah @narendramodi @CMOGuj #150thBirthAnniversary #SardarPatel #SardarPatelJayanti #RashtriyaEktaDiwas #GujaratFirst pic.twitter.com/mJI4BA3yoC
એકતાનગર ખાતે અલગ અલગ રાજ્યોના ટેબ્લો રજૂ કરાયા
October 31, 2025 9:52 am
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના એકતાનગર ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોના ભવ્ય ટેબ્લો (ઝાંખીઓ) રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં દરેક રાજ્યે પોતાની આગવી સાંસ્કૃતિક વિરાસત રજૂ કરી હતી. ખાસ કરીને, ગુજરાત રાજ્યના ટેબ્લોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં અખંડ ભારતની તસવીર રજૂ કરવામાં આવી હતી. આ ટેબ્લો સરદાર વલ્લભભાઈ પટેલના રજવાડાઓને એક કરીને રાષ્ટ્રને અખંડ બનાવવામાં આપેલા અમૂલ્ય યોગદાનને અસરકારક રીતે ઉજાગર કરતો હતો.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં ગુજરાતના અશ્વ દળે વધારી એકતા પરેડની શાન
October 31, 2025 9:49 am
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં
— Gujarat First (@GujaratFirst) October 31, 2025
ગુજરાતના ‘અશ્વ દળે’ વધારી એકતા પરેડની શાન@PMOIndia @HMOIndia @AmitShah @narendramodi @GujaratPolice #150thBirthAnniversary #SardarPatel #SardarPatelJayanti #RashtriyaEktaDiwas #GujaratFirst pic.twitter.com/CPPDDikNAm
જામનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની અનોખી ઉજવણી : રન ફોર યુનિટી સાથે સ્વચ્છતા અભિયાન
October 31, 2025 9:44 am
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે જામનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને એક અનોખો ઓપ આપવામાં આવ્યો હતો. આ દિવસે રન ફોર યુનિટીની સાથે સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર યુનિટી કાર્યક્રમમાં ભારતીય સેનાના જવાનો, યુવાનો, વહીવટી તંત્રની ત્રણેય પાંખ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉજવણીમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કોર્પોરેટરો, અન્ય નેતાઓ, પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સહિતના મહાનુભાવો પણ રસ્તા પર ઉતર્યા હતા. આ તમામ મહાનુભાવોએ હાથમાં ઝાડું લઈને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સફાઈ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આ તકે આમ જનતાને એકતા અને સ્વચ્છ જામનગરનો સંદેશ પાઠવ્યો હતો.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજકોટમાં રન ફોર યુનિટીનું આયોજન
October 31, 2025 9:28 am
અખંડ ભારતના શિલ્પી અને રાષ્ટ્રીય એકતાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ખાસ ઉપસ્થિત રહીને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દોડમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, યુવક-યુવતીઓ, તેમજ સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા, જેમણે એકતા અને અખંડિતતાનો સંદેશો આપ્યો હતો.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું સૌથી મોટું આકર્ષણ યુનિટી પરેડ બની
October 31, 2025 9:23 am
એકતાનગર ખાતે પીએમ મોદીએ નિહાળી 'એકતા પરેડ'
— Gujarat First (@GujaratFirst) October 31, 2025
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું સૌથી મોટું આકર્ષણ 'યુનિટી પરેડ' બની છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં
આજે 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસનો સમારોહ ઐતિહાસિક રૂપ ધારણ કર્યુ છે.@PMOIndia @HMOIndia… pic.twitter.com/FZdDBgCwGq
રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં BSF, CISF ટુકડીઓએ ભાગ લીધો
October 31, 2025 9:21 am
રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં BSF, CRPF, CISF, ITBP અને SSB ની ટુકડીઓ તેમજ આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, કેરળ અને આંધ્રપ્રદેશ રાજ્યોના પોલીસ દળોનો સમાવેશ થાય છે.
#WATCH एकता नगर, गुजरात: 'राष्ट्रीय एकता दिवस' परेड में BSF, CRPF, CISF, ITBP और SSB की टुकड़ियां के साथ-साथ असम, त्रिपुरा, ओडिशा, छत्तीसगढ़, मध्य प्रदेश, महाराष्ट्र, पंजाब, जम्मू और कश्मीर, केरल, आंध्र प्रदेश राज्यों के पुलिस बल शामिल हैं।
— ANI_HindiNews (@AHindinews) October 31, 2025
(सोर्स: डीडी न्यूज) pic.twitter.com/Osqpc1HqdC
એકતા નગરમાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં આસામ પોલીસના મોટરસાઇકલ ડેરડેવિલ શોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.
October 31, 2025 9:17 am
#WATCH | Gujarat | Assam Police’s Motorcycle Daredevil Show enthral the audience at the Rashtriya Ekta Diwas parade in Ekta Nagar. #SardarPatel150
— ANI (@ANI) October 31, 2025
(Source: DD News) pic.twitter.com/Pr23XmOvDx
ગાંધીનગરમાં : DyCM હર્ષભાઈ સંઘવીએ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવ્યું
October 31, 2025 9:13 am
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે ભવ્ય રીતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં, તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ, સંઘવીએ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતેથી એકતા દોડને ફ્લેગ ઓફ કરાવી હતી. આ પ્રસંગે, નાયબ મુખ્યમંત્રી પોતે પણ ઉત્સાહભેર રન ફોર યુનિટી દોડમાં જોડાયા હતા અને સરદાર સાહેબના એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડ્યો હતો.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ
— Gujarat First (@GujaratFirst) October 31, 2025
ગાંધીનગર ખાતે રન ફોર યુનિટીનું કરવામાં આવ્યું આયોજન
DyCM હર્ષભાઈ સંઘવીએ સરદાર પટેલની પ્રતિમાને આપી પુષ્પાંજલિ
સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવ્યું
રન ફોર યુનિટી દોડમાં નાયબ મુખ્યમંત્રી પણ જોડાયા
ગાંધીનગર મનપા… pic.twitter.com/Sxmft2TLwU
PM મોદીએ પરેડમાં સલામી આપી
October 31, 2025 8:58 am
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સલામી આપી.
#WATCH एकता नगर, गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने सरदार वल्लभभाई पटेल की 150वीं जयंती पर 'राष्ट्रीय एकता दिवस' परेड देखी।
— ANI_HindiNews (@AHindinews) October 31, 2025
(सोर्स: डीडी न्यूज) pic.twitter.com/wkgrLD715j
સરદાર પટેલે સ્વતંત્રતા ચળવળમાં અને સ્વતંત્રતા પછી ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી : કેન્દ્રીય ગૃહમંત્રી
October 31, 2025 8:52 am
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું, આજનો દિવસ આપણા માટે ખાસ છે. દર 31 ઓક્ટોબરે, આપણે સરદાર પટેલના માનમાં રન ફોર યુનિટીનું આયોજન કરીએ છીએ. આજે સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે, અને વડા પ્રધાન મોદીએ તેને દેશભરમાં એક ખાસ કાર્યક્રમ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સરદાર પટેલે સ્વતંત્રતા ચળવળમાં અને સ્વતંત્રતા પછી ભારતના વર્તમાન નકશાને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
#WATCH दिल्ली: राष्ट्रीय एकता दिवस के अवसर पर केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "आज का दिन हमारे लिए विशेष दिन है। हर 31 अक्टूबर को हम एकता दौड़ सरदार पटेल साहब के सम्मान में आयोजित करते हैं। आज सरदार पटेल साहब की 150वीं जयंती है और इसके मद्देनजर प्रधानमंत्री मोदी ने तय किया… pic.twitter.com/Jv2lgNqaWn
— ANI_HindiNews (@AHindinews) October 31, 2025
અમિત શાહે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી
October 31, 2025 8:48 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી 'રન ફોર યુનિટી'ને લીલી ઝંડી આપી.
#WATCH दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह ने राष्ट्रीय एकता दिवस के अवसर पर दिल्ली के मेजर ध्यानचंद राष्ट्रीय स्टेडियम से 'रन फॉर यूनिटी' को झंडी दिखाई। pic.twitter.com/R3hGmAUJhU
— ANI_HindiNews (@AHindinews) October 31, 2025
સરદાર સાહેબની 150મી જન્મજયંતિએ PM મોદીએ લેવડાવ્યા એકતાના શપથ
October 31, 2025 8:45 am
આજે અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી ભવ્ય જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબને શ્રદ્ધાપૂર્વક નમન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી. સરદાર પટેલના રાષ્ટ્રને એક કરવાના યોગદાનને બિરદાવતાં, વડાપ્રધાને દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે ઉપસ્થિત સૌ નાગરિકોને રાષ્ટ્રીય 'એકતાના શપથ' લેવડાવ્યા.
લોહ પરુષ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ
— Gujarat First (@GujaratFirst) October 31, 2025
લોહપુરુષને નમન બાદ PM મોદીએ લેવડાવ્યા એકતાના શપથ@PMOIndia @HMOIndia @AmitShah @narendramodi @GujaratPolice @nsgblackcats @BSF_India @crpfindia @IAF_MCC @CISFHQrs @assampolice #SardarPatel #IronManOfIndia #StatueOfUnity #SardarPatelJayanti… pic.twitter.com/rWAacpbK6s
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સરદાર પટેલની પ્રતિમાને આપી પુષ્પાંજલિ
October 31, 2025 8:41 am
દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે વિધાનસભા પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના તૈલચિત્ર સમક્ષ પણ ભાવાંજલિ આપી. આ અવસરે મુખ્યમંત્રીએ સૌ લોકોને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે તેઓ સરદાર પટેલના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરે છે અને 'આપણે સૌ સાથે મળીને કામ કરીએ' તથા 'એકતા દિવસે યુનિટી દાખવીએ' તેવો સંકલ્પ લેવાનો આગ્રહ કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ આ પ્રસંગે જણાવ્યું કે સરદાર સાહેબનું સ્વપ્ન પૂરું કરવું તે આપણું કર્તવ્ય છે અને તેમણે બતાવેલ એકતાના રસ્તા પર સૌ ગુજરાતીઓ ચાલે તથા આજે યુનિટીનો સંકલ્પ સૌ કરે તેવી અપીલ કરી હતી. આ સમગ્ર ઉજવણીએ રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો.
નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ
October 31, 2025 8:30 am
સમગ્ર દેશમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય પર્વના મુખ્ય કાર્યક્રમ નિમિત્તે, દેશના સર્વોચ્ચ નેતાઓએ નવી દિલ્હીના પ્રતિષ્ઠિત સરદાર પટેલ ચોક ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો. આ અવસરે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સરદાર સાહેબની પ્રતિમાને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધા સુમન ચઢાવ્યા હતા. તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીને દેશની એકતામાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. આ કાર્યક્રમ દેશની એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવનારો બન્યો હતો.
દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
— Gujarat First (@GujaratFirst) October 31, 2025
સરદાર પટેલને રાષ્ટ્રપતિની પુષ્પાંજલિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અર્પણ કરી પુષ્પાંજલિ
નવી દિલ્હીમાં સરદાર પટેલ ચોકમાં કાર્યક્રમ
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન હાજર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પુષ્પાંજલિ અર્પણ કરી@rashtrapatibhvn… pic.twitter.com/OJlL8H3gS2
PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરી પુષ્પાંજલિ
October 31, 2025 8:26 am
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity) ખાતે પહોંચીને શ્રદ્ધાપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે વડાપ્રધાન મોદીએ સરદાર સાહેબના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે સરદાર પટેલનું સમગ્ર જીવન જનસેવાને સમર્પિત હતું. તેમણે ભારપૂર્વક ઉમેર્યું કે આઝાદી પછી એક મજબૂત અને અખંડિત રાષ્ટ્રના નિર્માણ દ્વારા સરદાર પટેલે જ આજના ભારતના ભવિષ્યને નક્કર આકાર આપ્યો છે. વડાપ્રધાને દેશવાસીઓને સરદાર સાહેબના આદર્શો અને એકતાના સંદેશને જીવનમાં અપનાવવાનો અનુરોધ કર્યો હતો.


