Patidar Andolan : પાટીદાર નેતા, અગ્રણીઓ સામે થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવા કોર્ટની મંજૂરી
- હાર્દિક પટેલ સહિત અગ્રણીઓ માટે રાહતનાં સમાચાાર (Patidar Andolan)
- સરકારે પાછા ખેંચેલ રાજદ્રોહનાં કેસને કોર્ટે આપી મંજૂરી
- થોડા દિવસ પૂર્વે સરકારે કેસ પરત ખેંચવાની જાહેરાત કરી હતી
- પાટીદાર અનામત આંદોલન સમયે આ કેસ થયા હતા
પાટીદાર અનામત આંદોલન (Patidar Andolan) દરમિયાન થયેલા રાજદ્રોહનાં કેસો અંગે મોટા સમાચાર આવ્યા છે. વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel) સહિત પાટીદાર સમાજનાં અગ્રણીઓ માટે રાહતનાં સમાચાર આવ્યા છે. સરકારે પાછા ખેંચેલા રાજદ્રોહનાં કેસને કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ મામલે રાજ્ય સરકારે કોર્ટમાં દરખાસ્ત કરી હતી, જેને કોર્ટની મંજૂરી મળી છે.
આ પણ વાંચો - GPSC : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, આગામી પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર
વર્ષ 2015 માં થયું હતું રાજ્યવ્યાપી આંદોલન
જણાવી દઈએ કે, વર્ષ 2015 માં પાટીદાર સમાજનાં યુવકોને અનામત મળે તે માટે સમાજનાં યુવાનો દ્વારા સરકાર વિરૂદ્ધ રાજ્યવ્યાપી આંદોલન (Patidar Andolan) કરવામાં આવ્યું હતું, જે હેઠળ ઓગસ્ટ 2015 માં અમદાવાદ ખાતે GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં સમાજનાં યુવકો એકત્ર થયા હતા. આ યુવકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને અનામતની બુલંદ માંગણી કરી હતી. જો કે, આ આંદોલનને વિખેરવા સરકારે લાઠીચાર્જ પણ કર્યો હતો અને જવાબદાર યુવકો વિરૂદ્ધ રાજદ્રોહ કક્ષાનાં કેસ પણ કર્યા હતા. ધારાસભ્ય હાર્દિક પટેલ, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા (Dinesh Bambhania), અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), ચિરાગ પટેલ (Chirag Patel), કેતન પટેલ (Ketan Patel) સહિતનાં નેતા અને સમાજનાં આગેવાનો સામે રાજદ્રોહના કેસ થયા હતા.
આ પણ વાંચો - Navsari : બીલીમોરામાં લૂંટનો ભેદ ઉકેલાયો, ગણતરીનાં કલાકોમાં બંને આરોપી ઝડપાયા
થોડા દિવસ પહેલા સરકારે કેસ પરત ખેંચવાની જાહેરાત કરી હતી
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલન (Patidar Andolan) સમયે આગેવાનો સામે થયેલા રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે રાજ્ય સરકારે કોર્ટમાં કેસને પરત ખેંચવાની દરખાસ્ત કરી હતી, જેને હવે કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટનાં નિર્ણયથી જે નેતા અને પાટીદાર અગ્રણીઓ પર આ કેસ થયા હતા તેમને હવે મોટી રાહત મળી છે.
આ પણ વાંચો - Gondal: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બાલાશ્રમની પાંચ દીકરીઓનો લગ્નોત્સવ ઉજવાશે, જુઓ આ તસવીરો


