Pitara એટલે કળા, કૌશલ્ય અને કસબનું જંકશન
ટ્રેન્ડી અને યુનિક જવેલરી એક્ઝિબિશન Pitara નું આયોજન અનુરાધા શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. ભારતભરમાંથી આવેલા બેસ્ટ 10 યુનિક ડિઝાઇન માસ્ટર્સ દ્વારા બનાવેલા હેન્ડક્રાફ્ટેડ માસ્ટરપીસ જવેલરીનું એક્ઝિબિશન મંગલબાગ ગેલરી ખાતે કરવામાં આવ્યું છે.નવી પેઢીમાં આકર્ષણ જમાવતી અને ટ્રેન્ડી હેન્ડમેડ જવેલરીની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ટ્રેન્ડી અને ભારતીય સંસ્કૃતિના સમન્વય સમાન જવેલરીનà«
Advertisement
ટ્રેન્ડી અને યુનિક જવેલરી એક્ઝિબિશન Pitara નું આયોજન અનુરાધા શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. ભારતભરમાંથી આવેલા બેસ્ટ 10 યુનિક ડિઝાઇન માસ્ટર્સ દ્વારા બનાવેલા હેન્ડક્રાફ્ટેડ માસ્ટરપીસ જવેલરીનું એક્ઝિબિશન મંગલબાગ ગેલરી ખાતે કરવામાં આવ્યું છે.
નવી પેઢીમાં આકર્ષણ જમાવતી અને ટ્રેન્ડી હેન્ડમેડ જવેલરીની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ટ્રેન્ડી અને ભારતીય સંસ્કૃતિના સમન્વય સમાન જવેલરીનું આ Pitara એક્ઝિબિશનમાં પ્રદર્શન કરાયું છે. મુંબઈ, બેંગ્લોર, જયપુર, કચ્છ, દિલ્હી અને અમદાવાદમાંથી આવેલા ડિઝાઈનરો દ્વારા બનાવવામાં આવેલા જ્વેલરી માસ્ટરપીસ અહીંયા 26 અને 27 નવેમ્બરના રોજ પ્રદર્શિત કરવામાં આવ્યા.
Pitara એક્ઝિબિશનમાંથી લોકો કેઝ્યુઅલ, ડેઇલી વેર અને લગ્ન સીઝન માટેની હેન્ડમેડ જ્વેલરીની ખરીદી કરી શકે છે અને એક જ જગ્યાએથી ભારતની વિવિધ જગ્યાની વિશિષ્ઠ ઓળખ સમાન જવેલરી ખરીદી શકે છે. વોકલ ફોર લોકલ અને મેક ઇન ઈન્ડિયાના કોન્સેપ્ટ સાથે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મૂળ ઉદ્દેશ હેન્ડીક્રાફ્ટ બનાવતા લોકોને રોજગાર મળે અને ભારતની સંસ્કૃતિને જાળવી રાખતી હેન્ડક્રાફ્ટેડ જવેલરીની નિકાસ દેશ વિદેશમાં થાય તે છે.
આયોજક અનુરાધા શર્મા કહે છે કે, “ Pitara એટલે કળા, કૌશલ્ય અને કસબનું જંકશન. આ વખતના કલેક્શનમાં લેટેસ્ટ ટ્રેન્ડની હેન્ડમેડ જવેલરી પ્રદર્શિત કરાઈ છે. Pitara એક્ઝિબિશન યુનિક છે કારણકે પ્રથમ વખત ભારતભરમાંથી આવેલા 10 યુનિક ડિઝાઇન માસ્ટર્સ દ્વારા બનાવેલ હેન્ડક્રાફ્ટેડ માસ્ટરપીસ જવેલરીનું પ્રદર્શન કરાયું છે."
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


