હવે એકમ કસોટી મુદ્દે વિરોધનો વંટોળ! આવતીકાલે GCERT નાં પૂર્વ નિયામક સહિત શિક્ષક મંડળો આંદોલન પર!
- રાજ્યમાં હવે એકમ કસોટી મુદ્દે વિરોધનો વંટોળ
- GCERT નાં પૂર્વ નિયામક નલિન પંડિત આવતીકાલે ઉપવાસ આંદોલન કરશે
- વિવિધ શિક્ષક મંડળોએ આ આંદોલનને ટેકો આપ્યો
- 3 લાખ શિક્ષકોમાં નિરાશા વ્યાપી છે : નલિન પંડિત
રાજ્યનાં શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા લેવામાં આવતી એકમ કસોટીને લઈને હવે અલગ-અલગ શૈક્ષણિક સંગઠનો ખુલીને વિરોધ નોંધાવ્યો છે. GCERT એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગનાં પૂર્વ પ્રમુખ દ્વારા એકમ કસોટીનાં વિરોધ મામલે ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે, જેને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનાં શિક્ષક મંડળ સહિત વિવિધ શિક્ષક મંડળોએ ટેકો આપ્યો છે.
'એકમ કસોટીઓ રાજ્યના 3 લાખ શિક્ષકો પર ભાર સમાન'
GCERT નાં પૂર્વ નિયામક નલિન પંડિતે (Nalin Pandit) ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતિમાં પણ કસોટીનો ભાર ઘટાડવાની વાત છે. વિદ્યાર્થીઓનું 360 ડિગ્રી મૂલ્યાંકન કરવું જરૂરી છે. આ મામલે અનેક રજૂઆત છતાં કોઈ અમલવારી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, એકમ કસોટીઓ રાજ્યના 3 લાખ શિક્ષકો પર ભાર સમાન છે. 3 લાખ શિક્ષકોમાં નિરાશા વ્યાપી છે. નિરાશ શિક્ષણ જગત પાસેથી શું હાંસલ થશે? એકમ કસોટીએ ચેતનવંતા શિક્ષક અને શિક્ષણને મુરઝાવી દીધું છે. આ સાથે તેમણે વિવિધ શિક્ષક મંડળોને આંદોલનને સહયોગ કરવા વિનંતી કરી છે. જણાવી દઈએ કે, આવતીકાલે GCERT નાં પૂર્વ પ્રમુખ નલિન પંડિત ઉપવાસ કરી વિરોધ નોંધાવશે.
Education: રાજ્યના 40 લાખ વિદ્યાર્થીઓ પર એકમ કસોટીનું ભારણ | Mudda Ni Vaat #Gujarat #Ahmedabad #Gandhinagar #Students #Education #GujaratFirst pic.twitter.com/y4lGt96fjP
— Gujarat First (@GujaratFirst) January 17, 2025
આ પણ વાંચો - નર્મદાનાં નીર કચ્છનાં છેવાડાનાં ગામડાઓ સુધી પહોંચશે, NABARD એ મંજૂર કર્યા રૂ. 2006 કરોડ
એકમ કસોટી અંગે ફેરવિચારણા થવી જોઈએ : નલિન પંડિત
માહિતી અનુસાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષક મંડળ દ્વારા લેખિતમાં માંગ કરવામાં આવી છે કે રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી એકમ કસોટી અંગે ફેરવિચારણા થવી જોઈએ. કારણ કે, દર સપ્તાહે લેવામાં આવતી એકમ કસોટી વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક કામગીરીનું ભારણ વધારે છે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ પર ભારણ ઘટાડવાની વાત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ એકમ કસોટી એ માત્ર વિદ્યાર્થીની નહીં પણ શિક્ષકો માટે પણ મોટો પડકાર છે, જેથી આ મામલે ફરી એકવાર વિચાર થવો જરુરી છે.
આ પણ વાંચો - MahaKumbh 2025 : મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે 'Gujarat Pavilion', વાંચો વિગત
18 જાન્યુઆરી GCERT નાં પૂર્વ અધ્યક્ષ દ્વારા ઉપવાસ
આમ અમે શિક્ષણ વિભાગમાં (Gujarat Education Department) અગાઉ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ, કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો, જેથી હવે સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 12માં ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીની શરૂઆત કરાવી હતી, જેમાં દર શનિવારે એકમ કસોટી લઈને સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને કરાવવામાં આવતા અભ્યાસનું મૂલ્યાંકન કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. સમય જતા હવે એકમ કસોટી લેવા પાછળનો ઉદ્દેશ્ય જળવાતો ન હોવાની દલીલ પણ જાણકારોને શિક્ષણવિદો કરી રહ્યા છે. જે બાદ હવે 18 જાન્યુઆરી GCERT નાં પૂર્વ અધ્યક્ષ દ્વારા ઉપવાસ પર બેસી વિરોધ નોંધાવશે.
આ પણ વાંચો - Banaskantha Division : દિયોદર BJP નાં ધારાસભ્યે કહ્યું- હું આવ્યો હતો મળવા અને બેસાડ્યો દળવા..!


