Rathyatra 2025 : રથયાત્રા નિયત રૂટ પર જ નીકળશે - મહેન્દ્ર ઝા, ટ્રસ્ટીના નિવેદનથી તમામ અટકળોનો અંત આવ્યો
- આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિયત રૂટ પર જ નીકળશે - Mahendra Jha
- હાલ ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલી રહી છે - Mahendra Jha
- દર વર્ષની જેમ પરંપરાગત રથયાત્રાની તૈયારી કરવામાં આવી રહી છે - મહંત દિલીપદાસજી મહારાજ
Rathyatra 2025 : 12મી જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઈટને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ઘટના બાદ અમદાવાદમાં ભવ્ય રીતે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra) અંગે અટકળોનો દોર શરુ થઈ ગયો હતો. જેમાં રથયાત્રા સાદાઈથી યોજાશે, રુટ બદલાશે વગેરે જેવી અટકળો કરવામાં આવી હતી. જો કે આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ મીડિયા સમક્ષ નિવેદન આપીને તમામ અટકળોનો અંત લાવી દીધો છે. તેમણે કહ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિયત રુટ પર જ નીકળશે.
148મી રથયાત્રાની તૈયારીઓનો આખરી ઓપ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજી મંદિરે આ વર્ષે નીકળનારી 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. કેટલીક તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આજે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું કે, આગામી 148મી રથયાત્રા પરંપરાગત રીતે પોતાના રૂટ પરથી જ નીકળશે. હાલ ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલી રહી છે. જે અંગે સરકાર સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ (Mahant Dilipdasji) એ જણાવ્યું હતું કે, દર વર્ષે જે રીતે પરંપરા મુજબ રથયાત્રા નીકળે તે પ્રમાણે તૈયારી કરવામાં આવી રહી છે.
Ratha Yatra 2025 : Ahmedabad ની રથયાત્રાને લઈને મંદિર ટ્રસ્ટીનું નિવેદન । Gujarat First
વિમાન દુર્ઘટના બાદ રથયાત્રાને લઈ અટકળોનો આવ્યો અંત
રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું નિવેદન
આ વર્ષે પણ નિયત રૂટ પ્રમાણે નીકળશે રથયાત્રા:મહેન્દ્ર ઝા
રથયાત્રા મનોરંજનની યાત્રા… pic.twitter.com/2epc9NhmLO— Gujarat First (@GujaratFirst) June 20, 2025
આ પણ વાંચોઃ Rain in Gujarat: રાજ્યમાં અત્યાર સુધીમાં જાણો કેટલા ટકા વરસાદ ખાબક્યો
રથયાત્રાનો નિયત રુટ
દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મંદિરના ટ્ર્સ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, નિયત રુટ પર જ રથયાત્રા નીકળશે. દર વર્ષે આ આ રથયાત્રા નિજ મંદિરેથી ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તા, ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઈસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીના નિજ મંદિરે પરત ફરે છે.
આ પણ વાંચોઃ Rain in Gujarat: રાજ્યમાં 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ, જાણો ક્યા થઇ સૌથી વધુ મેઘમહેર


