Gujarat: ફરજિયાત મીટર મામલે રિક્ષાચાલકોએ કર્યો વિરોધ, ખખડાવ્યાં હાઇકોર્ટના દ્વાર
- ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર ફરજીયાતના મામલે વિવાદ
- રિક્ષાચાલકોએ મીટર મામલે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી
- હાઈકોર્ટમાં રિટ દાખલ કરી રિક્ષાચાલકોએ કરી આવી માંગણી
Gujarat: અમદાવાદ પોલીસ દ્વારા ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કરવામાં આવ્યું હતું કે હવે દરેક રિક્ષાચાલકોએ પોતાની રિક્ષામાં મીટર લગાવવું પડશે. જો રિક્ષાચાલકોએ મીટર નહીં લગાવ્યું હોત તો પછી તેમની સામે કાર્યવાહી અને દંડ પણ કરવામાં આવશે. પરંતુ હવે ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર ફરજિયાતના મામલે વિવાદ સામે આવ્યો છે. રિક્ષાચાલકોએ મીટર મામલે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે.
આ પણ વાંચો: ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહની અટકાયત, હવે થશે A to Z તપાસ
રિક્ષાચાલકોએ આવી માંગો સાથે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી
અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા યુનિયનોની હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ન લગાવનાર સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી ન કરવા અને દંડને રદ્દ કરવાની માંગ સાથે રિટ દાખલ કરવામાં આવી છે. રિટ દાખલ કરતા અરજદારે કહ્યું કે, માત્ર ઓટો રિક્ષામાં જ ફલેગ મીટર લગાવવાનો કાયદો એ ઓટો રિક્ષા ચાલકોના બંધારણીય અધિકાર આર્ટિકલ 14નો ભંગ છે.
આ પણ વાંચો: Kutch : પોલીસને પડકાર! જાહેરમાં બૂમો પાડીને દારૂ વેચતા બુટલેગરનો Video વાઇરલ
ઓલા, ઉબેર અને રેપિડો પણ કાયદાનું ઉલ્લંઘન કરે છેઃ અરજદાર
વધુમાં અરજદારે કહ્યું કે, કાયદા મુજબ દરેક પ્રકારના પરમીટવાળા ટ્રાન્સપોર્ટ વાહનોમાં કિલોમીટર માપવા મશીન હોવું જોઈએ. માત્ર ઓટો રિક્ષા ચાલકો માટે જ ફરજિયાત મીટરએ ભેદભાવવાળી નીતિ છે. ઓલા, ઉબેર અને રેપિડો સહિતની કંપનીઓના વાહનોમાં મીટરનો ઉપયોગ થતો નથી જે પણ કાયદાનું ઉલ્લંઘન છે. જેથી આ રિક્ષાચાલકોએ મીટર મામલે વિરોધ કર્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે જોવાનું એ હવે આ મામલે કેવો નિર્ણય લેવામાં આવે છે?
આ પણ વાંચો: BZ Group Scam: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરી ધરપકડ, હવે અનેક રહસ્યોનો થશે પર્દાફાશ