Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: હવે આવા લોકોની ખેર નથી

ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે.
સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો  હવે આવા લોકોની ખેર નથી
Advertisement
  • સ્થાનિક પોલીસ સાથે કરવું પડતું હતું કોઓર્ડિનેશન
  • કેટલાક કિસ્સામાં ગુપ્ત માહિતી લીક પણ થઇ જતી હતી
  • હવે SMC એક પોલીસ સ્ટેશનની જેમ કામગીરી કરશે

અમદાવાદ : ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે. સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના તાબા હેઠળ સેલ કામ કરશે. જેના કારણે તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહે.

સીધો જ DGP ને રિપોર્ટ કરશે એસએમસી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે એક નવો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી વિશેષ સત્તાઓ આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો : 'તમે તપાસ કેમ નથી ઈચ્છતા', હાઈકોર્ટે અતુલ સુભાષની પત્ની નિકિતાને પૂછ્યો સવાલ અને આપ્યો મોટો ઝટકો

Advertisement

સંગઠીત ક્રાઇમ પર લગામ લાગશે

રાજ્યમાં અને રાજ્યની બહાર બનતાં ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા રાજ્યને સ્પર્શતા ગુનાઓના દરોડા પાડી તેના ગુના આ નવા એસ.એમ.સી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવશે અને તેની તપાસ પણ આ ટીમ દ્વારા કરવામાં આવશે. આ ગુનાઓની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.

એટીએસને પણ અપાઇ હતી સ્વાયત્તા

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ATSને પણ વર્ષ 2002 માં પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું હતું. હવે SMC દ્વારા ATS ની જેમ ગુજરાત તેમજ દેશમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ વિરુદ્ધ સક્રિય રીતે પગલાં લેવામાં સક્ષમ બનશે અને અસરકારક કામગીરી કરી શકશે.

આ પણ વાંચો : Rajkot: વિંછીયાના થોરિયાળી ગામે પરિસ્થિતિ તંગ, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો ગંભીર

સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન શું અસર થશે?

• ઝડપી અને અસરકારક તપાસ: સ્થાનિક પોલીસ સ્ટેશન સહિતની અન્ય મંજુરીઓમાંથી મુક્તિ મળતાં તપાસની પ્રક્રિયા ઝડપી બનશે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થઈ શકશે.
• રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગુનાઓની તપાસ: આ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે.
• સીધુ માર્ગદર્શન: સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે.

આ પણ વાંચો : Amazon-Flipkart પર મુસીબત! સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, મોનોપોલીનો લગાવ્યો આક્ષેપ

આ નિર્ણયથી ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પર અંકુશ આવશે અને રાજ્યને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે. આ પોલીસ સ્ટેશનની સ્થાપના માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. હાલ જ્યાં આ સેલ કાર્યરત છે ત્યા જ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યુ છે.

Tags :
Advertisement

.

×