Tapobhumi Gujarat Book: તપોભૂમિ ગ્રંથના વિમોચન બાદ CMની X પર પોસ્ટ, ડો.વિવેક કુમાર ભટ્ટની કામગીરીને બિરદાવી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપોભૂમિ ગ્રંથના કર્યા વખાણ
- સમગ્ર કાર્યક્રમની તસવીરો પણ CMએ કરી પોસ્ટ
- ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટની કામગીરીને બિરદાવી
Tapobhumi Gujarat Book આજની પેઢી માટે એન્સાઇક્લોપીડિયા બનશે. જેમાં તપોભૂમિ ગ્રંથના વિમોચન બાદ ગુજરાતના મુખ્યમંત્રીએ X પર પોસ્ટ કરી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપોભૂમિ ગ્રંથના વખાણ કર્યા તેમજ સમગ્ર કાર્યક્રમની તસવીરો પણ પોસ્ટ કરી છે. જેમાં મુખ્યમંત્રીએ ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડો.વિવેક કુમાર ભટ્ટની કામગીરીને બિરદાવી છે.
ગુજરાતની ભૂમિ સંતોના તપોબળથી અલંકૃત છે. આપણી આ ગૌરવવંતી ધરા પર ધર્મ અને સંસ્કૃતિની ધારાને અખંડ વહેતી રાખી રહેલા ગુજરાતના 300 જેટલા ધર્મસ્થાનો તેમજ આધ્યાત્મિક ધરોહરનું સચિત્ર વર્ણન કરતા “તપોભૂમિ” ગ્રંથનું આજે પૂજ્ય સંતો અને લેખકો-સાહિત્યકારોની ઉપસ્થિતિમાં વિમોચન કર્યું.… pic.twitter.com/VozSBf7uhx
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 3, 2025
તપોભૂમિ ગ્રંથના નિર્માણ બદલ વિવેક કુમારની સરાહના કરવામાં આવી
તપોભૂમિ ગ્રંથના નિર્માણ બદલ વિવેક કુમારની સરાહના કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતની અસ્મિતા માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. તપોભૂમિ ગુજરાત. આ અદ્દભૂત, અલૌકીક, અદ્વિતીય, અનંતકાલીન ધરાને અનેક પરમાત્મા, સંતો-મહંતો-વિભૂતિઓના પાવન ચરણોએ પવિત્ર કરી છે. આ ભૂમિની માટીને તેજોમય બનાવી છે. સનાતનનું સદાકાલીન સત અને પવિત્રતા આ ધરાની રજરજમાં છે. સનાતનનો પાવન પ્રકાશ અને સુવાસ આ ધરતીના વાતવરણમાં પ્રસરેલા છે. તેનું કારણ છે આ ધરતી પર આવેલા 300થી વધુ સનાતન ધર્મસ્થાનો જેને કાળ કદાપિ મીટાવી શકશે નહીં. પરંતુ આજની વર્તમાન પેઢી અને સનાતનનું ઉજ્જવળ દેખાતું ભવિષ્ય આ ધર્મસ્થાનો અંગે અત્યંત બારિકાઈથી ચકાસણી કરેલી હકીકત જાણે તે પણ એટલું જ જરૂરી છે. અને આ માટે જ આજથી 12 વર્ષ પૂર્વે શરૂ થયો એક મહાયજ્ઞ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને આજે વિમોચન થયુ
મહાયજ્ઞ હતો ગુજરાતની પાવન ધરા પર અલગ અલગ સ્થળે આવેલા સનાતન ધર્મસ્થાનો, તીર્થસ્થાનોનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને તેની સચિત્ર માહિતી એકઠી કરવાનો અને એક અત્યાધુનિક ગ્રંથ તૈયાર કરવાનો. આ પ્રયાસમાં આગળ જતાં ઉમેરાયું તેનું ઓડિયો-વીડિયો વર્ઝન. અંતે 12-12 વર્ષના અથાગ પરીશ્રમ બાદ જે તૈયાર થયું તે જ છે તપોભૂમિઃ પત્થર બોલતા હૈ ગ્રંથ. લાંબી મહેનત બાદ કંડારાયેલા આ આકર્ષક ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં જેમની સરકાર વિકાસની એક નવી ગાથા તૈયાર કરી રહી છે તેવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષ સ્થાને આજે તપોભૂમિ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું છે.
તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટમાં અનેક સંતો અને મહંતો હાજર રહ્યા હતાં
આજના દિવસે તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટમાં અનેક સંતો અને મહંતો હાજર રહ્યા હતાં. એકબાજૂ ભારતમાં મહાકુંભ યોજાયો છે તો ગુજરાતમાં પણ ‘તપોભૂમિ’ બુક વિમોચન સમારોહ નાના કુંભનું કારણ બન્યો હતો. આ કાર્યક્રમમાં અનેક સંતો અને મહંતો આવ્યાં પરંતુ કેટલાક સંતો સંજોગોવસાત આવી શક્યા નહોતા. જેથી તેમણે વીડિયો સંવાદ સાથે તપોભૂમિ માટે ડૉ. વિવેક કુમાર ભટ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી.
Tapobhumi Book Launch
આપણે ઇતિહાસને ગ્રંથોથી જ જાણીએ છીએઃ શ્રી જગતગુરૂ શંકરાચાર્ય
પરમ પૂજ્ય શ્રી જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ કહ્યું કે, આપણે ઇતિહાસને કઈ રીતે જાણીએ છીએ. ગ્રંથોથી જ જાણીએ છીએ, વસ્તુના રૂપમાં જાણીએ છીએ, કળાના રૂપમાં જાણીએ છીએ અને ક્ષેત્રના રૂપમાં જાણીએ છીએ. પરંપરાના સાચવવાનો ખુબ જ મોટો પ્રયાસ ડૉ. વિવેક કુમાર ભટ્ટજીએ કર્યો છે. અને એમાં ખુબ જ સારી વાત એ છે કે, દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીએ તેમને સૂચના આપી છે. તેમનો દિશાનિર્દેશ તેમના પ્રાપ્ત થતો રહે. આ કાર્ય દેશભક્ત, રાષ્ટ્રભક્તિ અને ધરોહર પ્રત્યે પોતાની આસ્થાનું જ પ્રતિક છે.


