Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad શહેરમાં કૂતરાઓનો આતંક! અધધ એક જ મહિનામાં 2000 થી વધારે લોકોને કૂતરાએ બચકા ભર્યાં

Ahmedabad: અમદાવાદ શહેરમાં છેલ્લા એક જ મહિનામાં 2000 લોકોને કૂતરાએ બચકા ભર્યાં હોવાનું સામે આવ્યું છે. માત્ર અમદાવાદ સિવિલમાં જ છેલ્લા 1 મહિનામાં કૂતરા કરડવાના 1000 થી પણ વધારે કેસ નોંધાય છે.
ahmedabad શહેરમાં કૂતરાઓનો આતંક  અધધ એક જ મહિનામાં 2000 થી વધારે લોકોને કૂતરાએ બચકા ભર્યાં
Advertisement
  1. સિવિલમાં છેલ્લા 1 મહિનામાં કૂતરા કરડવાના 1000 થી વધારે કેસ
  2. પાલતું અને રખડતા કૂતરાઓને દર વર્ષે રસી આપવી ફરજિયાત
  3. આ ડિસેમ્બર મહિનામાં જ 2 હજાર લોકોને કૂતરા કરડ્યા

Ahmedabad: ગુજરાતમાં અત્યારે કૂતરા કરડવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. તેમાં પણ અમદાવાદમાં તો કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરમાં છેલ્લા એક જ મહિનામાં 2000 લોકોને કૂતરાએ બચકા ભર્યાં હોવાનું સામે આવ્યું છે. માત્ર અમદાવાદ સિવિલમાં જ છેલ્લા 1 મહિનામાં કૂતરા કરડવાના 1000 થી પણ વધારે કેસ નોંધાય છે. શહેરમાં અત્યારે કૂતરાઓનો ત્રાસ ખુબ જ વધી ગયો છે.

અનેક લોકોને પાલતું કૂતરાઓ કરડ્યા હોવાના બનાવો બન્યાં

ચોંકવાનારી વાત એ છે કે, પાલતું અને રખડતા કૂતરાઓને દર વર્ષે રસી આપવી ફરજિયાત છે, તેમ છતાં આ કામ થતું નથી. ખાસ તો ઘરે પાળેલા કૂતરાઓને પણ રસી આપવી ફરજિયાત છે. કારણે કે, અનેક લોકોને પાલતું કૂતરાઓ કરડ્યા હોવાના બનાવો પણ બન્યાં છે. તેમ છતાં આવા કૂતરાઓના માલિકો રસી મુકાવવામાં ઢીલ મુકતા હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ રખડતા કૂતરાઓને પણ રસી આપવી ફરજિયાત છે, આ સાથે સાથે તેનું ખસીકરણ કરવા માટે ઢગલો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે,પરંતુ કામગીરી થતી હોય તેવું લાગતું નથી. કારણ કે, આ ડિસેમ્બર મહિનામાં જ 2 હજાર લોકોને કૂતરા કરડ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Surat : વરઘોડા શબ્દનો પ્રયોગ પોલીસ ક્યારેય કરતી નથી : DGP વિકાસ સહાય

Advertisement

કૂતરૂ કરડે તો ફરજિયાત હડકવાની રસી મુકાવી દેવી

જેને પણ કૂતરૂ કરડે છે તેને હડકવાની રસી લેવી જ જોઈએ, જે અમદાવાદ મ્યુનિ. હોસ્પિટલમાં મફતમાં આવપામાં આવે છે. જો અહીં રસી ના મળે તો ખાનગી મેડિલક કે, હોસ્પિટલમાં જઈને પણ રસી તો મુકાવી જ દેવી જોઈએ. કારણે કે, કૂતરૂ કરડવાથી અનેક પ્રકારની બિમારીઓ થઈ શકે છે. જેમ કે, બ્રેઈન ડેમેજ થાય, મોંઢા પર લકવો પણ થઈ જતો હોય છે. ઘણી વખત તો મોતનું જોખમ પણ વધી જતું હોય છે. તેથી કૂતરૂ કરડે તો હડકવાની રસી ફરજિયાત મુકાવી દેવી જોઈએ.

આ પણ વાંચો: Sabarkantha : તલોદ નજીક કાર અને મોપેડ ધડાકાભેર અથડાયાં, દંપતીનું મોત

એક જ મહિનામાં 2000 કેસ નોંધાવા તે નાની વાત નથી!

હવે વાત કરવામાં આવે તો, અમદાવાદ મહાનગરપાલિકાની તો દર વર્ષે આના માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ કામ દેખાતું કેમ નથી? એક જ મહિનામાં 2000 કેસ નોંધાવા એ કઈ નાની વાત નથી. આ નબળી કામગીરીનો દેખાતો પુરાવો છે. કેટલ ન્યૂસન્સ ડિપાર્ટમેન્ટની જવાબદારી છે કે, કૂતરાઓની સંખ્યાને કાબુમાં રાખવી, તેનુ ખસીકરણ કરવું, હડકવાની રસીઓ આપવી! પણ છતાં કેટલાક વિસ્તારોમાં આ કામગીરી થઈ હોય તેવું લાગતું નથી. હજી પણ તંત્રએ વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી દેવી જોઈએ. હવે કૂતરા કરડવાની ઘટનાઓમાં ઘટાડો થાય તે માટે કામ કરવું અનિવાર્ય છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×