Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લગ્નની લાલચ આપી ડ્રાઇવરે 11 વર્ષ મોટી મહિલાને બનાવી હવસનો શિકાર

મણિનગરમાં એક મહિલાએ તેનાથી 11 વર્ષ નાના યુવક સામે દુષ્કર્મ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ પોતે અપરિણિત હોવાનું કહી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે યુવક પરિણીત હોવાની પોલ ખુલી તો આરોપીએ અને તેની પત્નીએ મહિલાને બીજી પત્ની તરીકે રાખવાનું કહી વંશ વેલો આગળ વધારવા પ્રેમમાં ફસાવી હોવાનું કહ્યું.મણિનગર પોલીસે દુષ્કર્મના કેસના મહેન્દ્ર રાજપૂત નામના શખ્સનà
લગ્નની લાલચ આપી ડ્રાઇવરે 11 વર્ષ મોટી મહિલાને બનાવી હવસનો શિકાર
Advertisement
મણિનગરમાં એક મહિલાએ તેનાથી 11 વર્ષ નાના યુવક સામે દુષ્કર્મ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ પોતે અપરિણિત હોવાનું કહી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે યુવક પરિણીત હોવાની પોલ ખુલી તો આરોપીએ અને તેની પત્નીએ મહિલાને બીજી પત્ની તરીકે રાખવાનું કહી વંશ વેલો આગળ વધારવા પ્રેમમાં ફસાવી હોવાનું કહ્યું.
મણિનગર પોલીસે દુષ્કર્મના કેસના મહેન્દ્ર રાજપૂત નામના શખ્સની ધરપકડ કરી છે.જેણે તેનાથી 11 વર્ષ મોટી ઉંમરની મહિલા સાથે અપરિણિત હોવાનું કહી પ્રેમ સંબંધ બાંધ્યો અને અલગ અલગ ગેસ્ટ હાઉસ અને અન્ય જગ્યાઓએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.આટલું જ નહીં આરોપીએ મહિલાના ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. યુવકે મહિલાને પ્રેમ જાળમાં ફસાવી બીજી પત્ની તરીકે રાખવાનું કહી વંશ વેલો આગળ વધારવા નફ્ફટાઈ ભરી વાત કરી.હદ તો ત્યાં થઈ કે આરોપીની પત્નીએ પણ તેને ઘરમાં રાખવાની મંજૂરી આપી. આરોપીએ લાખો રૂપિયા પણ પડાવ્યા હોવાનો આરોપ મહિલાએ ફરિયાદમાં કરતા પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી.
વર્ષ 2018થી મહિલા અને યુવક વચ્ચે સંબંધ બંધાયો હતો. મહિલા બ્રહ્મ કુમારી માઉન્ટ આબુ અવાર નવાર જતી હોવાથી આરોપી ટેક્સી ચાલક હોવાથી સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ પ્રેમમાં ફસાવી મહિલાને કોરોના થયો તો સારવાર અને સેવા કરી તેના ઘરમાં ઘૂસ્યો. આટલું જ નહીં મહિલા સંગીત ટીચર હોવાથી આરોપીએ ભાઈની દીકરીઓને ત્યાં કલાસ કરાવી પોતાના ઘરે ઓળખાણ અપાવી પરિચય કેળવવાનું પણ શરૂ કર્યું હતું. લગ્નની વાત કરી આરોપીના પરિવારે પોતાના સમાજમાં દહેજનું ચલણ હોવાનું કહી ગાડી માટે મહિલા પાસે લાખો રૂપિયા પણ ખંખેર્યા હતા. બાદમાં ઘરમાં દીકરો ન હોવાનું કહી આરોપીના પરિવારે કરોડોની જમીન માટે વંશ વેલો આગળ વધારવાનું કહી મહિલાને પસંદ કરી હોવાનું કહેતા મહિલાને આઘાત લાગ્યો હતો.
હાલ તો પોલીસે દુષ્કર્મ ગુજારનાર એક દીકરીના પિતા એવા આરોપી અને પરિવારની એક મહિલાની ધરપકડ કરી છે. આરોપીએ માત્ર ને માત્ર વંશ વેલો આગળ વધારવા પત્નીને બાળકો નહીં થતા હોવાનું ખોટું બોલી મહિલાની જીંદગી નર્ક કરી નાખી. પોલીસે પણ આરોપીને પકડી તેને યોગ્ય સજા થાય તે માટે પ્રયાસ કરી મહિલાને ન્યાય અપાવવા તજવીજ હાથ ધરી છે. જોકે હવે આ કેસમાં અન્ય આરોપીઓ ક્યારે પકડાય છે તે જોવાનું રહેશે.
Tags :
Advertisement

.

×