Home » ડ્રગ્સ લેનારાઓ ચેતી જજો, શહેર SOGએ વસાવેલી ખાસ કિટ દ્વારા માત્ર 9 મિનિટમાં સામે આવશે હકીકત
ડ્રગ્સ લેનારાઓ ચેતી જજો, શહેર SOGએ વસાવેલી ખાસ કિટ દ્વારા માત્ર 9 મિનિટમાં સામે આવશે હકીકત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
90
અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ એનલિટિક ટેસ્ટ માટેની ખાસ પ્રકારની કીટ વસાવી છે.જેના આધારે ડ્રગ્સ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 9 જ મિનિટમાં તેણે ડ્રગ્સ લીધું છે કે નહીં, અને લીધું છે તો ક્યાં પ્રકારનું ડ્રગ્સ લીધું છે તેની માહિતી મેળવી શકાશે.અત્યાર સુધી આલ્કોહોલિક ટેસ્ટ માટેની કીટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્સના ટેસ્ટિંગની સૌ પ્રથમ કીટ અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાંચે વસાવી છે.
આગામી રથયાત્રામાં ઘણાંખરાં વિસ્તારોમાં આ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ વડે ડ્રગ્સ લીધેલા હોવાની શંકાના આધારે વ્યક્તિઓની ચકાસણી કરવામાં આવશે.માત્ર 9 જ મિનિટમાં આ કીટ વડે ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે કે નહીં અને બાદમાં આ કીટ વડે લીધેલા સેમ્પલને એફ.એસ.એલ માં મોકલી આપવામાં પણ આવશે.આ કિટની કિંમતની વાત કરવામાં આવે તો તેનો ભાવ રૂપિયા 450 છે અને એક જ વખત ઉપયોગમાં લઇ શકાય તે મુજબની આ કીટ છે.
અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ દ્વારા આ કીટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા પર અંકુશ મેળવવામાં આવશે. રથયાત્રાના રુટ પર પ્રયોગિક ધોરણે આ કીટનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારબાદ શહેરના ડ્રગ્સ માટેના હોટસ્પોટ એરિયામાં આ કીટ દ્વારા દરરોજ શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે. આ ટેસ્ટિંગ કીટ થકી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો લીધેલી હાલતમાં જણાશે તો સૌ પ્રથમ તે વ્યક્તિનું કાઉન્સેલિંગ કરવામાં આવશે ત્યારબાદ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની માહિતી મેળવીને ડ્રગ્સ વેચનાર સુધી પહોંચવામાં આવશે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject