Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુવતીની આપવીતી, દારૂના નશામાં શરીર સંબંધ રાખવા દબાણ કરી પતિ ગુજારતો ત્રાસ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાસરીયાઓ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો પતિ દારૂના નશામાં તેને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી માર મારતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2009મા જીતેન્દ્ર રાજગોર નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુàª
યુવતીની આપવીતી  દારૂના નશામાં શરીર સંબંધ રાખવા દબાણ કરી પતિ ગુજારતો ત્રાસ
Advertisement
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાસરીયાઓ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો પતિ દારૂના નશામાં તેને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી માર મારતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2009મા જીતેન્દ્ર રાજગોર નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી આણંદ ખાતે તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્ન બાદ પતિએ તેને દોઢ વર્ષ સુધી સારી રીતે રાખી હતી. પતિ જીતેન્દ્ર દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી અવાર-નવાર નશાની હાલતમાં આવીને યુવતીને શારીરિક સંબંધ રાખવા દબાણ કરી માર મારતો હતો. યુવતી તેના સાસુ સસરાને આ વાત કરે તો તેઓના દીકરાનું ઉપરાણું લઈ જમવાને લઇને ઝઘડો તકરાર કરતા હતા. યુવતીના સાસરીયાઓ તેને માતા-પિતા સાથે પણ વાતચીત કરવા દેતા નહીં અને પિયરમાં પણ જવા દેતા નહોતા.
યુવતીનો પતિ કામ ધંધો કરતો ન હોવાથી તેને પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતા યુવતી ઘર ખર્ચના અને બાળકોના અભ્યાસ માટે પિયરમાંથી પૈસા લાવતી હતી. છતાં પણ તેના પતિ જીતેન્દ્રના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહતો. જીતેન્દ્ર દીકરીને ઘરકામ કરવા માટે કહેતો પરંતુ દીકરી નાની હોવાથી યુવતીએ કામ કરાવવાની ના પાડતા જીતેન્દ્ર તારા મા બાપે તને શું સંસ્કાર આપ્યા તેમ કહી ઝઘડો કરતો હતો.
થોડા સમય પહેલા જીતેન્દ્રએ દારૂના નશાની હાલતમાં કોઈ વ્યક્તિ સાથે મારામારી કરતા તેના વિરુદ્ધમાં ફરિયાદ થતા તેને તડીપાર કરાયો હતો. પતિ ઘરે આવતો ન હોવાથી યુવતીએ સાસુ સસરાને પિયરમાં જવાનું કહેતા તેઓએ ના પાડી ઝઘડો કર્યો હતો. અંતે કંટાળીને યુવતીએ આ અંગે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિત પાંચ સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Tags :
Advertisement

.

×