દીકરાની હત્યાનો બદલો લેવા સમગ્ર પરિવારે મળી કર્યું યુવકનું ખૂન
અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર એક સમયે ગેંગ વોર મામલે કુખ્યાત હતો. છેલ્લાં અમુક વર્ષોથી આ વિસ્તારમાં માહોલ બદલાયો છે. તાજેતરમાં બનેલી એક હત્યાની ધટનાએ આ વિસ્તાર પર ફરી વાર દાગ લગાડ્યો છે. દીકરાના મોતનો બદલો લેવા માતા-પિતા અને ભાઈએ મળીને એક યુવકની જાહેરમાં હત્યા કરી. હત્યાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.જેમાં પોલીસે માતા પિતા અને ભાઈ સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.અમરાઈવાડી પોàª
Advertisement
અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર એક સમયે ગેંગ વોર મામલે કુખ્યાત હતો. છેલ્લાં અમુક વર્ષોથી આ વિસ્તારમાં માહોલ બદલાયો છે. તાજેતરમાં બનેલી એક હત્યાની ધટનાએ આ વિસ્તાર પર ફરી વાર દાગ લગાડ્યો છે. દીકરાના મોતનો બદલો લેવા માતા-પિતા અને ભાઈએ મળીને એક યુવકની જાહેરમાં હત્યા કરી. હત્યાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.જેમાં પોલીસે માતા પિતા અને ભાઈ સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.
અમરાઈવાડી પોલીસે હત્યાનાં ગુનામાં મિલન સોલંકી, પરેશ વણકર, નટુભાઈ સોલંકી અને લક્ષમીબેન સોલંકીની ધરપકડ કરી છે.ડિસેમ્બર મહિનામાં અમરાઇવાડીમાં મૃતક નવલેશના ભાઈ ગીરીરાજ ઉર્ફે ગોપીએ આરોપીના પુત્ર કિરણ સોંલકીની હત્યાને અંજામ આપ્યો હતો. સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં પુત્રની થયેલી હત્યાનો બદલો લેવા માતા-પિતા અને ભાઈએ સહિત સમગ્ર પરિવારે ષડયંત્ર રચ્યું. અને દીકરાના હત્યારાનો ભાઈ નવલેશ ઘર નજીકથી પસાર થતો હતો ત્યારે છરીના ઘા ઝીકીને હત્યા કરી.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે મૃતક નવલેશ પરમાર શાકભાજીનો ધંધો કરતો હતો અને તેનો ભાઈ ગિરિરાજ ઉર્ફે ગોપી હત્યા કેસમાં સેન્ટ્રલ જેલમાં છે.પોતાના દીકરા કિરણની હત્યા થતા માતા લક્ષ્મી સોલંકી અને પિતા નટુભાઈ સોલંકી આઘાતમાં હતા. જેથી ખૂનનો બદલો લેવા દીકરા મિલન સાથે મળીને હત્યાનો પ્લાન ધડ્યો હતો. ગોપીનો ભાઈ નવલેશ આરોપીઓનાં ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મિલને પોતાના મિત્ર પરેશને બોલાવ્યો હતો. અને તેની પાછળ છરી લઈને રોડ પર દોડાવીને હત્યા કરી. એટલું જ નહીં નવલેશ ભાગે નહિ તે માટે લક્ષ્મીબેને તેને સાડીથી બાંધી રાખ્યો અને મિલને છરીના ઘા ઝીકીને હત્યા કરી હોવાનું પ્રત્યક્ષદર્શીઓ જણાવતા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.


