Home » વાતાવરણમાં આવ્યો પલટો, શહેરના અમુક વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટાં
વાતાવરણમાં આવ્યો પલટો, શહેરના અમુક વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટાં
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
112
આજે અમદાવાદના (Ahmedabad) વાતાવરણમાંસવારથી પલટો જોવા મળ્યો હતો. જેમાં સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ (Weather Change) જોવા મળ્યું હતું અને સવારે સાત વાગ્યાના સમયે વેજલપુર, જીવરાજ પાર્ક, જુહાપુર સહિતના વિસ્તારમાં અચાનક વરસાદી ઝાપટું વરસ્યું હતું. જેના કારણે સવારે શાળાએ જતા બાળકો તેમને વહેલી સવારે નોકરી પર જનારા લોકો હેરાન થઈ ગયા હતા. અમદાવાદમાં જાણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
ગુજરાતમાં સતાવાર રીતે ચોમાસાએ વિદાય લીધી છે,પરંતુ હજુ કેટલાક શહેરોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. હવામાન વિબાગ દ્વારા આજે રાજ્યના મોટા ભાગના શહેરોમાં વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે તેમજ દરિયાકાંઠા નજીકના શહેરોમાં ભારે બફારાનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાનની વિગતવાર વાત કરીએ તો 06 ઓક્ટોબરે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 રહેશે. દિવસ દરમિયાન વરસાદ 54 ટકા વાદળછાયુ વાતવરણ રહેશે. ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. તો આણંદમાં (Anand) વાદળછાયુ વાતવરણ જોવા મળશે. જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે.
હવામાન વિભાગ અનુસાર આંધ્ર કિનારાથી દૂર પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર લૉ પ્રેશરઝોન સર્જાતા દેશના અનેક ભાગોમાં અચાનક હવામાનમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોન ધીમી ગતિએ ઉત્તર-પશ્ચિમ તરફ વધી રહ્યું છે. જેના લીધે પૂર્વના રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 2-3 દિવસ દેશનાં 17 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject