Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કૃષ્ણનગર વિસ્તારમાં યુવકો પર જીવલેણ હુમલો કરનારા ઝડપાયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં તાજેતરમાં જ યુવકો પર જીવલેણ હુમલો કરી કારમાં તોડફોડ કરનારા અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી જેમાં એક આરોપી નિવૃત પોલીસકર્મીનો જમાઈ હોવાનું ખુલ્યુ છે. જોકે આ બનાવમાં બે જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં નિર્દોષ યુવકોને માર મારતા હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.એક આરોપી નિવૃત્ત પોલીસ કર્મીનો જમાઈપ્રથà
કૃષ્ણનગર વિસ્તારમાં યુવકો પર જીવલેણ હુમલો કરનારા ઝડપાયા
Advertisement
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં તાજેતરમાં જ યુવકો પર જીવલેણ હુમલો કરી કારમાં તોડફોડ કરનારા અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. હાલ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી જેમાં એક આરોપી નિવૃત પોલીસકર્મીનો જમાઈ હોવાનું ખુલ્યુ છે. જોકે આ બનાવમાં બે જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં નિર્દોષ યુવકોને માર મારતા હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.
એક આરોપી નિવૃત્ત પોલીસ કર્મીનો જમાઈ
પ્રથમ આરોપી છે હરીશચંદ્ર ઉર્ફે હરિ વાઘેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવી નિવૃત થયેલા ASI રણજીતસિંહ વાઘેલાના જમાઈ છે હરિચંદ્રસિંહ અને ઉંચા વ્યાજે  ચાલતો વ્યાજ વટાવનો ધંધો કરવાની સાથે જુગાર રમવા પણ અન્ય રાજયમાં લઈ જવાની વ્યવસ્થા કરતા આ હરિશચંદ્ર પણ પોલીસને તે અંગે કોઈ ફરિયાદ ના મળતા હાલ જીવલેણ હુમલાના કેસમાં કાર્યવાહી કરી છે.
રસ્તેથી પસાર થતાં કર્યો હુમલો
જ્યારે અન્ય ત્રણ આરોપીઓ યશપાલ વાઘેલા, પરાક્રમ ઉર્ફે લાખો વાઘેલા જોગેન્દ્ર ઉર્ફે રાજા ઝાલા તેમના મિત્રો આ મારામારી અને તોડફોડ દરમ્યાન તેમની સાથે હતા. પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું કે  ધમા બારડ સાથે પોતાની અદાવતના ડરથી કઈ પણ જાણ્યા વગર રસ્તે થી પસાર થતા જ તેમની ઉપર હુમલો કરી નાખ્યો.
આ હતી ઘટના
બનાવ અંગે વાત કરીએ તો થોડા દિવસ પહેલા નરોડાના હરિ દર્શન ચાર રસ્તા પાસેથી પસાર થઈ સાંઈ ચોક વિસ્તારમાંથી કાર લઈ નીકળેલા યુવકો મોજ મસ્તી થી નાસ્તો કરવા જતાં હતાં.હાલમાં ઇજાગ્રસ્ત ત્રણેય યુવકોએ સીઝનેબલ પતંગ સ્ટોર કયો હતો તેનું કામ પતાવી નાસ્તો કરવા નીકળ્યા હતા.જોકે તે દરમ્યાન મોડી રાત્રે પકડાયેલ ચારેય આરોપીઓ ત્યાં બેઠેલા કારની અવર જવર જોઈ ઉસ્કેરાઈને કારનો કાચ તોડી નાખ્યો.બાદમાં દૂર જઇ કારને નુકશાન થયેલાનું જોતા યુવકો ફરી બનાવ સ્થળે આવ્યા અને કઈ પણ સમજે તે પહેલાં જ તેમની પણ તલવાર, પાઇપ સહિત હથિયારો વડે હુમલો બોલાવી કારમાં સવાર 3 યુવકોને લોહી લુવાણ કરી નાખ્યા. જોકે હાલમાં ત્રણેય યુવકોની હાલત ગંભીર હોવાનું ડોક્ટરોનું કહેવું છે પરંતુ પોલીસે ફરિયાદ નોંધ તાત્કાલિક આ આરોપીઓની ધરપકડ કરી હતી.
સમાધાનનું દબાણ, પરિવારે ફરિયાદ નોંધાવી
આરોપીઓની પોલીસે ધરપકડ કર્યા બાદ હકીકત સામે આવી હતી કે અદાવતનો બદલો લેવા માટે હીંચકારું હુમલો કરવાની ફિરાકમાં રહેલા આ ચારેય આરોપીઓ ધમા બારડની ગેંગ પર હુમલો કરવાના હતા પરંતુ આ યુવક ઉપર હુમલો કરી જીવનું જોખમ ઊભો કરી દીધું પણ કાયદાની દ્રષ્ટિએ ગુનો એ ગુનો જ છે.હાલ આરોપીઓ દ્વારા ઇજાગ્રસ્તના પરિવારોને પણ યુવકોના સારવારનો ખર્ચ આપી સમાધાન કરવા માટે પણ દબાણ કર્યું હતું. પરંતુ પરિવારે હિંમત રાખી ફરિયાદ નોંધાવી છે ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે નક્કર પગલાં ભરે છે કે નિવૃત પોલીસકર્મીની ભલામણ થી આરોપીઓને જામીન મુક્ત કરાવવામાં મદદરૂપ થાય તેવી કાર્યવાહી કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×