રોજીદમાં અલ્પેશ પટેલ થયા ભાવુક, કહ્યું- આ પરિવારોને ક્યા શબ્દોમાં સાંત્વના પાઠવું તે ખબર નથી પડતી
રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ઝેરી દારૂ પીવાના કારણે 35 થી વધુ લોકો મોતને ભેટી ચુક્યા છે. ત્યારે સૌથી વધુ મૃત્યુ બોટાદના બરવાળામાં નોંધાયા છે. જ્યા આજે સવારે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર મૃતકના પરિવારને મળવા પહોંચ્યા હતા. જ્યા પહોંચ્યા બાદ અલ્પેશ ઠાકોર ભાવુક થતા જોવા મળ્યા હતા. અલ્પેશ ઠાકોર આજે વહેલી સવારે મૃતકોના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. જ્યા તેઓ પરિવારને મળ્યા અને તેમના જà«
Advertisement
રાજ્યમાં છેલ્લા બે દિવસમાં ઝેરી દારૂ પીવાના કારણે 35 થી વધુ લોકો મોતને ભેટી ચુક્યા છે. ત્યારે સૌથી વધુ મૃત્યુ બોટાદના બરવાળામાં નોંધાયા છે. જ્યા આજે સવારે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર મૃતકના પરિવારને મળવા પહોંચ્યા હતા. જ્યા પહોંચ્યા બાદ અલ્પેશ ઠાકોર ભાવુક થતા જોવા મળ્યા હતા.
અલ્પેશ ઠાકોર આજે વહેલી સવારે મૃતકોના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. જ્યા તેઓ પરિવારને મળ્યા અને તેમના જીવન પર કેટલું મોટું આભ તુટી પડ્યું છે તે વિશે તેમની પાસે જાણકારી મેળવી હતી. વળી પરિવારને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા અલ્પેશ ઠાકોરે આ સમગ્ર ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પીડિત પરિવારને ક્યાં શબ્દોમાં સાંત્વના પાઠવું તે ખબર નથી પડતી. અહીં આજે કોઇ દીકરી પોતાના પિતાની રાહ જોઈ રહી છે. જેને તે પણ ખ્યાલ નથી કે તેના પિતા ક્યાં જતા રહ્યા છે. એક પત્નિ અહીં રડી રહી છે. બે દીકરીઓ તેના સાસુ-સસરાનું કેવી રીતે ગુજરાન ચલાવશે તેની વાત કરી રહી છે. આજે એક 25 વર્ષની દીકરી કે જેની બે દીકરીઓ છે તેને સમજાઇ રહ્યું નથી કે હવે મારા પરિવારનું શું થશે? આવા અનેક પરિવારોને રઝળતા મુકી ઘણા લોકો મોતને ભેટી ચુક્યા છે. જ્યારે આ પરિવારને પૂછવામાં આવ્યું કે, અહીં દારૂનો ધંધો કોણ કરે છે તો કહેવામાં આવ્યું કે, એક-બે લોકો દારૂનો ધંધો કરે છે તેનું ભોગ આ લોકોને બનવું પડે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ગ રોજ કમાઈ અને રોજ ખાનારો છે. આશા રાખું છે કે આવું આગળ કોઇના ઘરે ન થાય. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, રાજ્ય સરકાર પાસે રજુઆત કરીશ કે દોષીતોને સજા અને ભોગ બનનારાને યોગ્ય વળતર મળે. વળી વધુમાં કહ્યું કે, ગુજરાતમાં બીજો આવો કિસ્સો સામે આવે નહીં તેના માટે દાખલા રૂપ સજા થવી જોઈએ. તેમણે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માંગણી પણ કરું છે. હું યુવાનોને કહેવા માગું છું કે, નશો તમે કરો છો અને તેની સજા આખા પરિવારને મળે છે. તેમણે વધુમાં કહ્યું કે, અહીં ઈમાનદાર અધિકારીઓ પણ છે અને ભ્રષ્ટ અધિકારીઓ પણ છે. આ સાથે તેમણે કહ્યું કે, હું વિનંતી કરું છું આપણું ગુજરાત સમૃદ્ધ છે, અને દારૂ બંધીનો કડક અમલ કરવો જરૂરી છે. નેતાઓએ પણ શીખવું પડશે કે ચૂંટણીમાં દારૂ વેચવોએ યોગ્ય નથી. જે કોઈ નેતાઓ દારૂ વેચે છે ચૂંટણીમાં તેમણે તે બંધ કરી દેવું જોઈએ. નેતાઓએ પણ ઈમાનદાર રહેવું પડશે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં દારૂ આપી ચૂંટણી જીતતા લોકો દારૂ બંધ નહીં કરાવી શકે, તેમણે પણ આ શીખવું પડશે અને દારૂ વેટતો બંધ કરવો પડશે. ચૂંટણી હારો તો ભલે હારો, એકવાર હારશો બીજીવાર હારશો, હુ પણ તો હાર્યો જ છું પણ દારૂ ક્યારે નહીં વેચું ન વેચ્યો છે. અધિકારીઓ પાસેથી ઈમાનદારીની અપેક્ષા રાખવામાં આવતી હોય છે તો નેતાઓએ પણ ઈમાનદાર રહેવું પડશે. ક્યારેક કોઈ બાહોશ ઈમારદાન અધિકરી આ બધું બંધ કરાવવાનો પ્રયત્ન કરે તો ક્યાક રાજકીય દબાણ આવી જતું હોય છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, હું તમામ ગુજરાતની જનતાને અપીલ કરું છું કે નશા મુક્ત ગુજરાત થવું જોઈએ. તેમણે કહ્યું કે, રાજ્યમાં ધારાસભ્ય પાસે સત્તા છે તેમણે જાતે જ અહીં રેડ કરવાની હતી, થોડી તો હિંમત બતાવો, ખાલી અરજી કરીને અહીં છુટી જવાનું નહોતું. જો 182 ધારાસભ્યો ઈચ્છે તો ગુજરતમાં દારૂ બંધી શક્ય છે. રાજકીય નેતાઓ પોતાના રાજકીય મનસૂબા પુરા કરવા માટે અરજીઓ ના કરે, જનતા રેડ કરીને પોતાના રાજકીય હિતો પાર પાડે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજ્યના બોટાદ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 35થી વધુ લોકોના મોત થયા છે. વળી, 100થી વધુ લોકો બીમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. સોમવારે 10 લોકોના મોત થયા હતા, જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે દારૂ બનાવવાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ કેમિકલ અમદાવાદના પીપલોદ વિસ્તારમાં બનેલી એમોસ નામની કેમિકલ ફેક્ટરીમાંથી દારૂ માફિયાઓ સુધી પહોંચ્યું હતું.


