ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે ગુજરાત, કરોડોનાં વિકાસકામોની આપશે ભેટ

ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે.
06:05 PM Jan 21, 2025 IST | Vipul Sen
ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે.
Amit Shah_Gujarat_first
  1. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ગુજરાતનાં પ્રવાસે આવશે
  2. રૂ. 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
  3. ઝુંડાલમાં રૂ. 100 કરોડનાં આઇકોનિક રોડનું લોકાર્પણ કરાશે
  4. ચેનપુર અન્ડરપાસ ખુલ્લો મૂકવામાં આવશે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ (Amit Shah) ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. 23 જાન્યુઆરીનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન, તેઓ રૂ. 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે.

આ પણ વાંચો - Sthanik Swaraj Election : ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ? તારીખોની થઈ જાહેરાત

ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિકાસકામોની આપશે ભેટ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) પરમ દિવસે એટલે કે 23 જાન્યુઆરી, 2025 નાં રોજ ફરી એકવાર ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર (Gandhinagar) લોકસભામાં આવતા વિસ્તારોમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેઓ નાગરિકોને રૂ. 651 કરોડનાં વિકાસકામોની ભેટ આપશે. માહિતી અનુસાર, ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું કેન્દ્રીય ગૃહમંત્રી લોકાર્પણ કરશે. ઉપરાંત, થલતેજ વોર્ડમાં રૂ.13 કરોડમાં શિલજ તળાવનું લોકાર્પણ કરશે.

આ પણ વાંચો - Surat : આદર્શ પબ્લિક સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારનાં ગંભીર આક્ષેપ

ચેનપુર અન્ડરપાસને ખુલ્લો મૂકાશે

આ સિવાય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ (Bodakdev) વોર્ડમાં રૂ. 3.35 કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસ અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસને પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ સિવાય, રાણીપ (Ranip) ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે. તેમ સ્ટેન્ડીગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો - Exclusive: બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભા, ધાનેરાના લોકો હવે આકરા પાણીએ?

Tags :
AhmedabadAmit Shah Gujarat VisitBodakdevBreaking News In GujaratiChenpur UnderpassGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsInaugurate of Development WorksJhundalLatest News In GujaratiNews In GujaratiRanipShilaj LakeUnion Home and Cooperation Minister
Next Article