Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarayan 2025 : વિવિધ મંદિરોમાં આજે વિશેષ શણગાર, વહેલી સવારથી ભક્તોની લાંબી કતાર

અમદાવાદમાં જગન્નાથ મંદિર, શક્તિપીઠ અંબાજી અને મહેમદાવાદનાં ગણપતિ મંદિરમાં ભગવાનને વિશેષ શૃંગાર કરાયો છે.
uttarayan 2025   વિવિધ મંદિરોમાં આજે વિશેષ શણગાર  વહેલી સવારથી ભક્તોની લાંબી કતાર
Advertisement
  1. આજે ગુજરાતભરમાં ઉત્તરાયણ તહેવારની ધામધૂમથી ઉજવણી (Uttarayan 2025)
  2. વિવિધ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી
  3. જગન્નાથ મંદિર, શક્તિપીઠ અંબાજી, ખેડા સિદ્ધિવિનાયક મંદિરે ભગવાનને વિશેષ શણગાર

આજે ગુજરાત સહિત રાજ્યભરમાં ઉત્તરાયણ તહેવારની (Uttarayan 2025) ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિનાં દિવસે ભગવાનનાં દર્શન કરી દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. મકરસંક્રાતિનાં પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની લાંબી લાઇન જોવા મળી છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર, શક્તિપીઠ અંબાજી અને ખેડાનાં મહેમદાવાદમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં ભગવાનનાં વિશેષ શણગારનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.

Advertisement

ભગવાન જગન્નાથને કેસરી કલરનાં વાઘા અને વિશેષ અલંકારોથી શૃંગાર

ઉત્તરાયણ નિમિત્તે (Uttarayan 2025) અમદાવાદનાં સૌથી મોટા જગન્નાથજી મંદિરે (Jagannath Temple) વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. આજે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કેસરી કલરનાં વાઘા અને વિશેષ અલંકારોથી ભગવાનનો શૃંગાર કરવામાં આવ્યો છે. જ્યારે, મંદિરને પણ વિવિધ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ગૌ માતાને ઘાસચારો ખવડાવવા માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી છે.

Advertisement

આ પણ વાંચો - સ્ટીવ જોબ્સની પત્ની લૉરેન શાહી સ્નાન ન કરી શક્યા, ગુરુએ જણાવ્યું કારણ

અંબાજી મંદિરે પતંગોથી શણગાર

બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) આવેલ શક્તિપીઠ અંબાજી મંદિરે (Shaktipeeth Ambaji) ઉત્તરાયણ નિમિત્તે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબાને પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્માનાં ભક્તોએ નાની-મોટી પતંગોથી મંદિરને શણગાર્યું છે. જણાવી દઈએ કે, દરેક પતંગો પર 'જય અંબે' લખવામાં આવ્યું છે. આજનાં દિવસે દૂર-દૂરથી ભક્તો માતાજીનાં દર્શનાર્થે મંદિર આવ્યા છે.

આ પણ વાંચો - Maha Kumbh : 20 દેશોના 100 વિદેશી સંતો અને મહામંડલેશ્વરો કરશે અમૃત સ્નાન

મેમદાબાદમાં સિદ્ધિવિનાયક મંદિરે સૌથી મોટી પતંગ અને ફીરકી લગાવાઈ!

એશિયાનાં સૌથી મોટા ગણપતિ મંદિરને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ખેડાનાં મહેમદાવાદમાં સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે (Siddhivinayak Ganapati Temple) દેવસ્થાનમાં સૌથી મોટી પતંગ અને ફીરકી લગાવવામાં આવી છે. મંદિર પરિસર પાસે 21 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈનો પતંગ અને 10 ફૂટની ફીરકી લગાવી શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને ધરાવેલી નાના પતંગ અને ફીરકી બાળકોને આપવામાં આવ્યા છે. મંદિરનાં ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આ આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે.

આ પણ વાંચો - Mahakumbh માં આવેલી આ સુંદર સાધ્વીની ખુલી પોલ, Video

Tags :
Advertisement

.

×