Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ગૌશાળામાં ગાયોની દુર્દશાનાં આ દ્રશ્યો મનને વિચલિત કરી દેશે!

પ્રાઇવેટ ગૌ શાળાનાં નામે લૂંટ ચલાવતા હોવાનો આરોપ ગૌ ભક્તો લગાવી રહ્યા છે.
ahmedabad   ગૌશાળામાં ગાયોની દુર્દશાનાં આ દ્રશ્યો મનને વિચલિત કરી દેશે
Advertisement
  1. Ahmedabad નાં નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વીડિયો વાઇરલ
  2. પાંજરાપોળની ગૈશાળાનાં મનને વિચલિત કરી દે તેવા દ્રશ્યો આવ્યા સામે
  3. ઓછી જગ્યામાં ગીચોગીચ ગૌવંશને રાખવામાં આવતા હોવાના દ્રશ્યો
  4. ગાયોને ખાવા-પીવાની અસુવિધા, વધુ હોવાથી કેટલીક ગાયો ઘાયલ પણ થઈ
  5. ગૌશાળાનાં સંચાલકો સામે ગૌ રક્ષકોમાં ભારે રોષ, યોગ્ય પગલાં લેવા ઉચ્ચારી માગ

અમદાવાદનાં (Ahmedabad) નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વાઇરલ વીડિયોમાં પાંજરાપોળની (Panjrapol) ગૌશાળાનાં દ્રશ્યો મનને વિચલિત કરી દે એવા છે. નાની અમથી જગ્યામાં ગીચોગીચ ગૌવંશને રાખતા અનેક ગાયો ઘાયલ થઈ. પ્રાઇવેટ ગૌ શાળાનાં નામે લૂંટ ચલાવતા હોવાનો આરોપ ગૌ ભક્તો લગાવી રહ્યા છે.

આ પણ વાંચો - Morbi : SMC ની રેડ બાદ PSI અને ઈન્ચાર્જ ASI સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ!

Advertisement

Advertisement

મનને વિચલિત કરે એવા ગૌશાળાનાં દ્રશ્યો!

સોશિયલ મીડિયા પર ગૌશાળાનો એક વીડિયો વાઇરલ થયો છે જે અમદાવાદનાં (Ahmedabad) નરોડા વિસ્તારમાં આવેલી ગૌશાળાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વાઇરલ વીડિયોમાં જે દ્રશ્યો દેખાય છે તે મનને વિચલિત કરે એવા છે. નાની અમથી જગ્યામાં ગીચોગીચ ગૌવંશને રાખવામાં આવતા અનેક ગાયો ઘાયલ હાલતમાં જોવા મળી. માહિતી અનુસાર, નરોડા (Naroda) ખાતે વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટથી (Virat Panjrapol Gauseva Trust) ગૌશાળા ચલાવાય છે. વિરલ દેસાઈ અને ચંદ્રેશ જોશી દ્વારા આ ખાનગી ટ્રસ્ટ વિરાટ પાંજરાપોળનાં નામથી ચલાવાય છે.

આ પણ વાંચો - BZ Group Scam : કૌભાંડીને આશરો આપનારને જેલ મુક્તિ, જાણો ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજીનું શું થયું ?

ગાયોને ઘાસ ખવડાવવાની રીત પણ ખૂબ જ શરમજનક!

માહિતી અનુસાર, જામનગર (Jamnagar) નગરપાલિકા સહિત અલગ-અલગ ગ્રામ પંચાયતની ગાયો અહીંયા લવાય છે. ગૌ ભક્તોનો આરોપ છે કે, નાની જગ્યામાં અનેક ગાય હોવાના કારણે ગૌવંશની હાલત કથળી છે. નાની જગ્યામાં વધુ પડતી ગાય હોવાનાં કારણે કેટલીક ગાયને ઘાસ ખાવા પણ મળતું નથી, જ્યારે અન્ય ગાયોનાં પગ નીચે આવી જતાં કેટલીક ગાયો ઘાયલ પણ થઈ છે. અહીં, ગાયોને ખવડાવવાની અને પાણી પીવડાવવાની પણ યોગ્ય વ્યવસ્થા નથી. JCB થી જીવતી બીમાર ગાયને આ ટ્રસ્ટમાં ભરવામાં આવે છે. અહીં, ગાયોને ઘાસ ખવડાવવાની રીત પણ ખૂબ જ શરમજનક છે. ટ્રસ્ટનાં નામે સંચાલકોને માત્ર ખિસ્સા ભરવામાં જ રસ છે. આ મામલે AMC અને પશુપાલન વિભાગ દ્વારા જલદી કડક પગલાં લેવાય તેવી ગૌ ભક્તોએ માંગ ઉચ્ચારી છે.

આ પણ વાંચો - Sthanik Swaraj Election : વિવિધ જિલ્લાઓમાં BJP ની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, વાંચો વિગત

Tags :
Advertisement

.

×