Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રેઈનકોટ પહેરવો કે સ્વેટર? વાતાવરણમાં પલટાની સાથે માવઠાની આગાહી થતા લોકો મૂંઝવણમાં

Unseasonal Rain Forecast: અમદાવાદના વાતાવરણમાં પલટાની સાથે સાથે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
gujarat  રેઈનકોટ પહેરવો કે સ્વેટર  વાતાવરણમાં પલટાની સાથે માવઠાની આગાહી થતા લોકો મૂંઝવણમાં
Advertisement
  1. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની કરી છે આગાહી
  2. 27 ડિસેમ્બરે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદની આગાહી
  3. 28મી ડિસેમ્બરે 13 જિલ્લામાં હળવા વરસાદની આગાહી

Unseasonal Rain Forecast: આજે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ વાદળછાયા વાતાવરણને જોઈને સ્વેટર પહેલવું કે રેઈનકોટ તેને લઈને લોકો મૂંઝવણમાં મુકાયા છે. વાદળછાયા વાતાવરણમાં દિવસે પણ વાહનચાલકોને હેડલાઈટ ચાલુ કરીને ચાલવું પડી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી એકસાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યુ છે, બીજી તરફ રેઈનકોટ પહેરવો કે સ્વેટર પહેરવું તેમાં લોકો મૂંઝવણમાં મુકાયા છે.

Advertisement

હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી

નોંધનીય છે કે, અમદાવાદના વાતાવરણમાં પલટાની સાથે સાથે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ડિસેમ્બરને અંત ગુજરાતમાં વરસાદ લઈને આવ્યો છે. આગામી 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad બન્યું ભૂવાનગરી! રિપેરિંગનાં એક મહિના પછી ફરી પડ્યો ભૂવો!

આ જિલ્લાઓમાં છે માવઠાના વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જામનગર, મહીસાગર, દાહોદ,પોરબંદર, મોરબી, પાટણ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહી કરવામાં આવતા અનેક વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો: Surat : છેતરપિંડી કેસમાં છેલ્લા 8 વર્ષથી નાસતો ફરતો આરોપી અમદાવાદમાંથી ઝડપાયો

28મી ડિસેમ્બરે 13 જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી

હવામાન વિભાગે 28મી ડિસેમ્બરે પણ વરસાદની આગાહી કરી છે. 28મી ડિસેમ્બરે 13 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહીસાગર, સાબરકાંઠા, ડાંગ, અરવલ્લી, નર્મદા, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad : દહેગામ જતાં વાહનચાલકો સાચવજો! નર્મદા કેનાલનો એક છેડો ફૂટપાથ સહિત ધરાશાયી

Tags :
Advertisement

.

×