ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Weather Report : રાજ્યમાં ઠંડા પવનનાં સુસવાટા સાથે ફરીવાર ઠંડીનો ચમકારો, જાણો આગાહી

રાજ્યનાં 7 શહેરોમાં પારો 11 ડિગ્રીથી નીચે નોંધાયો છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી સુધી નોંધાયું છે.
09:04 AM Jan 13, 2025 IST | Vipul Sen
રાજ્યનાં 7 શહેરોમાં પારો 11 ડિગ્રીથી નીચે નોંધાયો છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી સુધી નોંધાયું છે.
COLD_Gujarat_first
  1. ઉત્તરાયણનાં એક દિવસ પહેલા ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા
  2. ગુજરાતમાં આગામી 48 કલાક હાડ થીજવતી ઠંડી (Weather Report)
  3. 7 શહેરમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે નોંધાયો
  4. મધ્ય-ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન વધવાની શક્યતા

Weather Report : ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણનાં (Uttarayan) એક દિવસ પહેલા વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા છે. રાજ્યનાં 7 શહેરોમાં પારો 11 ડિગ્રીથી નીચે નોંધાયો છે. જ્યારે નલિયામાં (Naliya) લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી સુધી નોંધાયું છે. 14 થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યનાં કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી છે.

આ પણ વાંચો - Surat: કેન્દ્ર સરકારની જળ સંચય યોજના માટે જન ભાગીદારી અને જન આંદોલનનો સંદેશ, બે લાખ પતંગો તૈયાર કરાયા

ઉત્તરાયણનાં એક દિવસ પહેલા રાજ્યમાં ઠંડીનો કહેર

આવતીકાલે ગુજરાતમાં ઉત્તરાયણનાં (Uttarayan) તહેવારની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ઉત્તરાયણનાં એક દિવસ પહેલા આજે રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં ઠંડીનું જોર વધ્યું છે. વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ રહેતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. માહિતી અનુસાર, રાજ્યનાં 7 જેટલા શહેરોમાં તાપમાન ગગડીને 11 ડિગ્રી સુધી નોંધાયું છે. જ્યારે નલિયામાં પારો 5.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. આવતીકાલથી 18 જાન્યુઆરી સુધી કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની (Weather Report) સંભાવના છે.

આ પણ વાંચો - Amreli લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર, એક મહિલા પોલીસ કર્મી સહિત 3 સસ્પેન્ડ

ક્યા કેટલું તાપમાન નોંધાયું ?

જો કે, આગામી દિવસોમાં મધ્ય-ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગોમાં તાપમાન વધવાની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં પણ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. તાપમાનની વાત કરીએ તો આજે સવારના સમયે અમદાવાદ (Ahmedabad) શહેરમાં તાપમાનનો પારો 13 થી 14 ડિગ્રી સુધી જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં લધુત્તમ તાપમાન 13.9 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, રાજકોટ (Rajkot) અને અમરેલીમાં 10.4 ડિગ્રી, ડીસમાં 11.6 ડિગ્રી, વડોદરામાં 14.8 ડિગ્રી, ભાવનગરમાં 15.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો - Junagadh: ફોરેસ્ટ વિભાગમાં રૂપિયા લઇ નોકરી અપાવવાનું કૌભાંડ

Tags :
AhmedabadBhujBreaking News In Gujaraticold in Gujaratcold windsGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKutchLatest News In GujaratiNaliyaNews In GujaratiRAJKOTUttarayanweather forecastweather reportWinter in Gujarat
Next Article