Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિવાળી પર માવઠાની માર? Ambalal Patel ની આગાહી - ઓક્ટોબરમાં વાતાવરણમાં પલટો, નવેમ્બરથી કડકડતી ઠંડી

Ambalal Patel Prediction : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી મહિનાઓ માટે એક મહત્ત્વપૂર્ણ અને વિસ્તૃત આગાહી કરવામાં આવી છે, જે મુજબ ગુજરાત સહિત દેશભરના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે.
દિવાળી પર માવઠાની માર  ambalal patel ની આગાહી   ઓક્ટોબરમાં વાતાવરણમાં પલટો  નવેમ્બરથી કડકડતી ઠંડી
Advertisement
  • હવામાન નિષ્ણાંત Ambalal Patel ની આગાહી
  • 13 થી 17 ઓક્ટોબર ‌વાદળછાયુ વાતવરણ રહેશે
  • 18 થી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર
  • 18 થી 21 માં ઓક્ટોબર અરબી સમુદ્ર હલચલ જોવા મળશે
  • જૈના કારણે ભેજમાં માવઠું થવાની શક્યતા રહે
  • બેસતા વર્ષે હવામાન બગડે તેવી શક્યતા રહે

Ambalal Patel Prediction : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી મહિનાઓ માટે એક મહત્ત્વપૂર્ણ અને વિસ્તૃત આગાહી કરવામાં આવી છે, જે મુજબ ગુજરાત સહિત દેશભરના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે. ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં માવઠાની શક્યતા રહેલી છે, જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (11 ઓક્ટોબર) રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે અને આવતીકાલે (12 ઓક્ટોબર) હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.

શું છે Ambalal Patel ની આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી અનુસાર, ઓક્ટોબર મહિનાના મધ્યથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જે દિવાળીના તહેવારોની ઉજવણીને અસર કરી શકે છે. 13 થી 17 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 18 થી 30 ઓક્ટોબરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર (હળવા દબાણ) સર્જાઈ શકે છે. 18 થી 21 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ જોવા મળશે. આ સમુદ્રીય પ્રવૃત્તિઓના કારણે ભેજમાં વધારો થશે અને ગુજરાતમાં માવઠું (અનિયમિત વરસાદ) થવાની શક્યતા છે. આ આગાહી મુજબ, બેસતા વર્ષના દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

Advertisement

Advertisement

નવેમ્બર-ડિસેમ્બરમાં તીવ્ર ઠંડી : Ambalal Patel

આપને જણાવી દઇએ કે, ઓક્ટોબરના અંતથી જ ઠંડીની શરૂઆત થઈ જશે અને નવેમ્બર-ડિસેમ્બરમાં ઠંડી જોર પકડશે. 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે. આ નવેમ્બરની શરૂઆતમાં દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા (Snowfall) થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનું મોજું દેશના મેદાની વિસ્તારોમાં પણ પહોંચશે. વળી નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત (વાવાઝોડું) સર્જાવાની શક્યતા રહેલી છે.

કડકડતી ઠંડીના રાઉન્ડ

23 થી 26 નવેમ્બર દરમિયાન ઉત્તરીય પર્વતો પર હિમવર્ષા થતાં ગુજરાત તરફ ઠંડા પવનો ફૂંકાશે. જ્યારે 5 થી 7 ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષોભો (Western Disturbances) આવવાથી ઠંડીમાં વધારો થશે. ઉપરાંત 22 ડિસેમ્બરથી દેશમાં ભારે ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :   નવરાત્રિ બાદ શું હવે Diwali પર પણ વરસાદનું સંકટ? Ambalal Patel ની આગાહી

Tags :
Advertisement

.

×