ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Winter in Gujarat : અમદાવાદમાં ઠંડીનું જોર ઘટતા લોકોને હાશકારો! કચ્છમાં નાગરિકો ધ્રુજી ઉઠ્યા!

જિલ્લામાં રણ અને સમુદ્રી તટ ધરાવતા સરહદી ગામડાઓમાં ઠંડીનાં કહેરથી લોકો ધ્રુજી ઉઠ્યા છે.
09:05 AM Jan 11, 2025 IST | Vipul Sen
જિલ્લામાં રણ અને સમુદ્રી તટ ધરાવતા સરહદી ગામડાઓમાં ઠંડીનાં કહેરથી લોકો ધ્રુજી ઉઠ્યા છે.
Kutch_Gujarat_first
  1. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનું જોર ઘટ્યું (Winter in Gujarat)
  2. શહેરમાં તાપમાનનો પારો 16 થી 17 ડિગ્રી સુધી નોંધાયો
  3. કચ્છમાં હાડ થીજવતી ઠંડીનો કહેર હાલ પણ યથાવત

Winter in Gujarat : અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઘટ્યું છે. આથી, નાગરિકોને કડકડતી ઠંડીથી થોડો હાશકારો થયો છે. તપામાનમાં વધારો થતા શહેરમાં પારો 16 થી 17 ડિગ્રી સુધી નોંધાયો છે. જો કે, એસ.જી. હાઇવે સહિતનાં કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસની સાથે ઠંડા પવનનો લોકોને અનુભવ કર્યો છે. બીજી તરફ કચ્છમાં (Kutch) હાડ થીજવતી ઠંડી યથાવત છે.

આ પણ વાંચો -Ahmedabad: શહેરમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો, તંત્ર એલર્ટ થયુ

અગાઉનાં દિવસોની સરખામણીમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું

ગુજરાતમાં શીતલહેરનાં (Winter in Gujarat) કારણે લોકો ઠુંઠવાયા છે. છેલ્લા કેટલાક દિવસથી ઠંડીએ રાજ્યમાં કહેર વર્તાવ્યો છે. જો કે, અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા 2 દિવસથી ઠંડીનું જોર ઘટ્યું છે, જેથી નાગરિકોને રાહત થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરનું તાપમાન વધીને 16 થી 17 ડિગ્રી સુધી નોંધાયું છે. પરંતુ, SG હાઇવે સહિતનાં વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુંઠવાયા હતા. આગાહી મુજબ, આવનારા દિવસોમાં ઠંડીનું જોર ફરી વધી શકે છે.

આ પણ વાંચો -પાટીદાર દીકરીને ન્યાય અપાવવા આજે કોંગ્રેસનું Amreli Bandh નું એલાન, તંત્રને અલ્ટીમેટમ!

ભુજ, નલિયા અને કંડલામાં કાતિલ ઠંડી

બીજી તરફ કચ્છની વાત કરીએ તો ઠંડીનાં કાતિલ મોજાથી જનજીવન પ્રભાવિત થયું છે. ભુજમાં (Bhuj) ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. જ્યારે જિલ્લામાં રણ અને સમુદ્રી તટ ધરાવતા સરહદી ગામડાઓમાં ઠંડીનાં કહેરથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. ભુજનાં જાહેર માર્ગો પર સવારનાં સમયે સન્નાટો જોવા મળ્યો છે. ભુજ, નલિયા અને કંડલામાં કાતિલ ઠંડી અનુભવાઈ છે.

આ પણ વાંચો - Amreli: નારી સ્વાભિમાન ન્યાય આંદોલનને લઈ પરેશ ધાનાણીની તબિયત લથડી

Tags :
AhmedabadBhujBreaking News In Gujaraticold in GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKutchLatest News In GujaratiNaliyaNews In Gujaratiweather forecastweather reportWinter in Gujarat
Next Article