Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: રિવરફ્રન્ટ પર આપધાત કરવા જતી મહિલાની પોલીસે બચાવી લીધી, કાઉન્સેલિંગ કરી પરિવારને પરત સોંપી

Ahmedabad: અમદાવાદનાં સાબરમતી રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન રીવર ફ્રન્ટ વોક -વેમાં એક મહિલા કે જેઓ ઋષિ પાંચમ ઘાટની આવેલ સીડી થી વોક -વેમાં ઉતરી નદીમાં પડવા જતા પોલીસની નજર પડતા મહિલાને પકડીને બચાવી લીધી હતી.
ahmedabad  રિવરફ્રન્ટ પર આપધાત કરવા જતી મહિલાની પોલીસે બચાવી લીધી  કાઉન્સેલિંગ કરી પરિવારને પરત સોંપી
Advertisement
  1. પોલીસે મહિલાના આપઘાતના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ
  2. રિવરફ્રન્ટ પર મહિલા આપઘાત કરવા આવી હોવાનું પોલીસને નજરે ચઢ્યું
  3. પૂછપરછમાં ઘરકંકાસથી આપઘાત કરવા આવી હોવાનું જણાવ્યું

Ahmedabad: અત્યારે લોકો નાની-નાની વાતમાં પણ મોતને વ્હાલું કરી દેતા હોય છે. પરંતુ આત્મહત્યા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. અમદાવાદમાં પણ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે તેને બચાવી લીધી છે. અમદાવાદનાં સાબરમતી રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન રીવર ફ્રન્ટ વોક -વેમાં એક મહિલા કે જેઓ ઋષિ પાંચમ ઘાટની આવેલ સીડી થી વોક -વેમાં ઉતરી નદીમાં પડવા જતા પોલીસની નજર પડતા મહિલાને પકડીને બચાવી લીધી હતી.

આ પણ વાંચો: Junagadh: ‘જાહેરમાં આવો, તમારી સામે હું જવાબ આપીશ’ સતાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીની ઓપન ચેલેન્જ

Advertisement

ઘર કંકાસના કારણે આત્મહત્યા કરવા આવી હતી મહિલા

પોલીસે મહિલાને ગાડીમાં બેસાડી પાણી આપી પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. ત્યાર બાદ તેઓને તેમનું નામઠામ પૂછતા મહિલાએ જણાવ્યું કે, તેમનું મીનાબેન લોકેન્દ્ર શ્રીવાર્તાપ છે. આ મહિલા ભરવાડવાસ, નારોલ અમદાવાદ શહેરમાં રહે છે અને તેઓ ઘરના નાના મોટા ઝગડા- કંકાસ ને કારણે આત્મહત્યા કરવામાં આવી હતી. જો કે, પોલીસ દ્વારા કાઉન્સલિંગ કરતા તેઓ તેમના ઘરે જવા તૈયાર થતા તેઓને તેમના ઘરે ગયેલ અને તેઓને તેમના પતિને બોલાવવામાં આવ્યાં હતા અને તેમની સાથે મુકવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Deodar: ઓગડ જિલ્લાની માગ અંગે સૌથી મોટા સમાચાર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણનું મોટું નિવેદન

પોલીસે કાઉન્સેલિંગ કરી મહિલાને પરિવારને પરત સોંપી

શહેરમાં અત્યારે આત્મહત્યાની ઘટનીઓ બની રહીં છે, જેને લઈને પોલીસ કામગીરી પણ હાથ ધરી છે. લોકોમાં સહનશક્તિ હવે ઓછી થતી જાય છે. જો કે, આવી સ્થિતિમાં અનેક સંસ્થાઓ કામ પણ કરી રહીં છે. ખાસ કરી તેવા લોકોને હિંમત આપવામાં આવે છે, અને બનતી દરેક મદદ પણ કરવામાં આવતી હોય છે. અત્યારે અમદાવાદ પોલીસ પણ આ લોકો માટે દેવદૂત બનીને આવી અને જીવ બચાવી લીધો હતો.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×