Home » વાહ.. બોસ હોય તો આવા, અમદાવાદની એક ખાનગી કંપનીએ પોતાના કર્મચારીઓને આપી આટલી મોટી ભેટ
વાહ.. બોસ હોય તો આવા, અમદાવાદની એક ખાનગી કંપનીએ પોતાના કર્મચારીઓને આપી આટલી મોટી ભેટ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
151
એક તરફ દુનિયાની મોટી મોટી કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરી રહી છે. કોરોનાકાળ પછી કર્મચારીઓને નોકરી અને પ્રમોશનનો પણ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદની એક ખાનગી કંપનીના કર્મચારીઓને જાણે લોટરી લાગી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ કંપનીએ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે. જાણો શું છે ખાનગી કંપનીની અનોખી પહેલ.
એવું કહેવાય છે કે કર્મનિષ્ઠ કર્મચારીએ કંપનીની મૂડી હોય છે અને આ કર્મચારીઓના વિશ્વાસ અને કામને પ્રોત્સાહિત કરવાની અમદાવાદની એક ખાનગી કંપનીની અનોખી પહેલ જોવા મળી. અમદાવાદની ત્રિધ્યા ટેક નામની આઇટી કંપની દ્વારા તેના 13 કર્મચારીઓને કાર ભેટ આપવામાં આવી છે. કંપનીના એમડી રમેશ મરંડએ જણાવ્યું કે કંપનીને 5 વર્ષ પૂર્ણ થયા છે. અને 5 વર્ષમાં જે પણ કમાયા છીએ તે કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. 13 કર્મચારીઓને વર્ષોથી કંપનીના મિશન પ્રત્યેની તેમની સખત મહેનત અને સમર્પણ માટે પ્રશંસાના પ્રતીક તરીકે સન્માનિત કર્યા છે. જેના ભાગરૂપે કર્મચારીઓને કાર ગિફ્ટ કરી રહ્યા છીએ. અમે બનાવેલી સંપત્તિ અમારા કર્મચારીઓ સાથે વહેંચવામાં દૃઢપણે વિશ્વાસ રાખીએ છીએ. તેમણે ઉમેર્યું કે આ માત્ર શરૂઆત છે. કર્મચારીઓ માટે ભવિષ્યમાં આવી વધુ પહેલ કરીશું. આવી પહેલથી કર્મચારીઓને કંપની માટે સારી કામગીરી કરવાની અને કંપની સાથે જોડાઈ રહેવાની પ્રેરણા મળશે. બીજી તરફ કંપનીની આ પહેલથી કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.
સાત વર્ષથી કંપનીમાં કામ કરતા ધ્રુવ પટેલએ જણાવ્યું કે, સામાન્ય રીતે આઇટી કંપનીઓમાં કર્મચારીઓ એક બે વર્ષમાં વધુ પગાર મળે તો જોબ ચેન્જ કરી દેતા હોય છે. ત્યારે આ કંપનીએ ઉદાહરણ પૂરુ પાડ્યું છે કે કંપની માટે સારું કામ કરવાથી અને એક જ કંપની સાથે જોડાઈ રહેવાથી કામની કદર થાય છે. અમારા માટે ખૂબ સારો અનુભવ રહ્યો. ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા સુરતના ડાયમંડ કિંગ ગણાતા ઉધોગપતિ સવજી ધોળકિયા દ્વારા પણ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી હતી ત્યારે અમદાવાદની આ કંપનીના માલિક કર્મચારીઓ માટે કાર ગિફ્ટ આપી અનોખી પહેલ કરી છે. જેથી તમામ કર્મચારીઓ વધુ ઉત્સાહ દાખવીને કામગીરી કરે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject