Ahmedabadમાં વિસરાતી વાનગીઓનો આનંદ માણી શકાશે, 400થી વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે
- સંપૂર્ણ સાત્વિક પદાર્થો વડે વાનગીઓ બને તે માટે આ મહોત્સવનું આયોજન
- 400 થી પણ વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે
- મહોત્સવમાં 90 વેરિફાઈડ ખેડૂતો પોતાની ઓર્ગેનિક ખેત પેદાશો વેચવા માટે આવશે
Ahmedabadમાં વિસરાતી વાનગીઓની સ્પર્ધા યોજાઈ જેમાં 60 જેટલી બહેનોએ ભાગ લીધો છે. લોકોને હાલમાં માત્ર ઘઉં અને ચોખા ખાવાની જે આદત છે તેનાથી આગળ વધી વિવિધ વિસરાતા ધાન્યો પણ ખાવા જરૂરી બને છે તેવા વિવિધ ધાન્યોમાંથી વિવિધ ગુજરાતી વાનગીઓ (Gujarati dish) બહેનો અહીં બનાવીને લાવી હતી અને તેને પ્રદર્શનમાં મૂકી છે.
400 થી પણ વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે
22 મા વિસરાતી વાનગીઓ (Gujarati dish)ના સાત્ત્વિક મહોત્સવનું તા. 28 થી 31 ડિસેમ્બર દરમિયાન, સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સવારે 11થી રાતે 9 વાગ્યા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં આ વર્ષે ગરમ વાનગીના કુલ 60 સ્ટોલ છે, જેમાં 400 થી પણ વધારે પારંપરિક વાનગીઓ (Traditional dish) પીરસવામાં આવશે. દરેક સ્ટોલમાં બે વાનગીઓ હલકા ધાન્યમાંથી બનાવવામાં આવેલ છે. આ મહોત્સવનો ઉદ્દેશ વિસરાતા જતા અપ્રચલિત અનાજ અને વિસરાતી જતી આપણી પારંપરિક વાનગીઓને (Traditional dish) લોકભોગ્ય બનાવવાનો છે. આ ફેસ્ટિવલમાં કોઈ મોટા કેટરર્સ કે વ્યવસાયિક હોટલવાળાને સ્ટોલ આપવામાં આવ્યા નથી, પરંતુ ગૃહિણીઓ અને ગામડાના ખેડૂતો, SHG ને સ્ટોલ આપવામાં આવ્યા છે. આ ફેસ્ટિવલ એ ગામડાના ગરીબ લોકોના સમૃદ્ધ આહાર વારસાને વાચા આપે છે. શહેરના લોકો પાસે પૈસા ભલે હોય, પરંતુ તેમાં આહારની વિવિધતા નથી. જ્યારે ગામડાના લોકો પાસે પૈસા નથી પરંતુ તેમનો ખોરાક સમૃદ્ધ છે ! આહાર વિવિધતા, જૈવ વિવિધતાની ઉજવણીનો આ મહોત્સવ છે. અહીં ગરમ વાનગીઓના સ્ટોલમાં મેદો, ચીઝ, પનીર, સોડા, કોઈપણ પ્રકારના ફૂડ પ્રિઝર્વેટીવ, માયોનીજ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી. સંપૂર્ણ સાત્વિક પદાર્થો વડે વાનગીઓ બને તે માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Surat: વરાછા વિસ્તારમાં મંગેતર દ્વારા ફિયાન્સીની કરપીણ હત્યા કરી દેતા ચકચાર
મહોત્સવમાં 90 વેરિફાઈડ ખેડૂતો પોતાની ઓર્ગેનિક ખેત પેદાશો વેચવા માટે આવશે
સૃષ્ટિ ઇનોવેશન દ્વારા કોઈપણ પ્રકારની સરકારની મદદ વગર લોક ભાગીદારીથી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 90 વેરિફાઈડ ખેડૂતો પોતાની ઓર્ગેનિક ખેત પેદાશો વેચવા માટે આવશે. જેમાં ઓર્ગેનિક સિંગતેલ, કચરિયું, આમળા, મિલેટ, કઠોળ, મસાલા, વન્ય પેદાશો સહિત 150થી વધારે ઉત્પાદનો ખેડુતો દ્વારા વેચાણ થશે. આ ઉપરાંત નાના પાયે પોતાના વ્યવસાયની શરૂઆત કરનાર મહિલા ઉધમીઓને સાત્ત્વિક અને હર્બલ ઉત્પાદનો માટે પણ ટેબલ સ્પેસ આપવામાં આવેલ છે. શહેરમાં ઓર્ગેનિક પ્રોડક્ટનો વ્યવસાય કરતા કેટલાક વ્યવસાયિકોને પણ સ્ટોલ આપવામાં આવ્યા છે. રોજબરોજના જીવનમાં આપણે ઇનઓર્ગેનિક પદાર્થો અને અને ફાસ્ટ ફૂડ ખાવા સહજ રીતે ટેવાઈ ગયા છીએ ત્યારે આ સાત્વિક મહોત્સવ એ આપણને વિસરતા ખાદ્ય વારસાને પુનઃ યાદ અપાવે છે.
આ પણ વાંચો : Gandhinagar: શિષ્યવૃત્તિ મુદ્દે ગાંધીનગરમાં દેખાવો, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બાળકો માટે અનેક રચનાત્મક પ્રવૃતિઓનું આયોજન
અહીં બાળકો માટે અનેક રચનાત્મક પ્રવૃતિઓનું આયોજન છે. જેમાં વિવિધ ક્રાફટ, સુથારીકામ, ઝાડુ બનાવવું, પેપર વર્ક, ચિત્ર કામ, ગીત સંગીત, કુંભારી કામ, દેશી રમતો, સાપ સીડી, ક્વિઝ, ઈનોવેશન પ્રદર્શન, બાળકોના મૌલિક વિચારોની હરીફાઈ જેવી અનેક પ્રવૃતિઓનું આયોજન હાથ ધર્યું છે. અહીં સોમવારે સાંજે આયુર્વેદ ઉપર આયુર્વેદાચાર્ય વૈદ્ય હિતેશ જાની સાત્વિક આહાર થકી નિરોગી રહેવા માર્ગદર્શન પૂરું પાડશે. વાનગી મહોત્સવમાં આ વાનગીઓનો સ્વાદ માણવા મળશે. જેમાં લીલી હળદરનું શાક, પાંચ ધાન્યનો રોટલો, સાત ધાન્યનો ખીચડો, ખજૂરનું શાક, લીલા ચણાનું શાક, રીંગણનો ઓળો અને બાજરી, મકાઈ જુવારના રોટલા, ટુકડ કઢી, પાનકી, લીટી ચોખા, રતાળુ પેટીસ, સોયાબિલ ચા, સુરતી ઉંબાડિયું, ખજૂર અંજીરની વેઢમી, જુવાર પાંખની ટિક્કી, બાજરાનો ખીચડી, સરગવાનો સૂપ, મકાઈની રાબ, કેળા અને ઓટની બ્રાઉની, મહુડાના લાડુ, નારિયેળની રબડી, મિલેટ માલપુઆ, ચાપડી તાવો, રસાવાળા મુઠીયા, રાગીના ગુલાબ જાંબુ, રાગીની ઇડલી, ઉંબાડિયું , કુંવારપાઠુના ફૂલનું શાક, ઉમરના ફળનું શાક, ડાંગી થાળી, રાગી લાડુ, રાગીની ટિક્કી ચાટ, મોરિયાના દહીંવડા, ચિલની ભાજીના પરોઠા, રાજગરાની સુખડી, પાલખની જલેબી, સિઘોડા ચાટ આવી અનેક વાનગીઓનો સ્વાદ માણવા મળશે.