Home » રીક્ષાને આંતરી મુસાફરને લૂંટનારા 2 ઝડપાયા, લૂંટનું કારણ જાણી તમે ચોંકી જશો
રીક્ષાને આંતરી મુસાફરને લૂંટનારા 2 ઝડપાયા, લૂંટનું કારણ જાણી તમે ચોંકી જશો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
80
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોય અને ગુનેગારો બેફામ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નારોલમાં રીક્ષામાં બેસાડી લૂંટ કરનાર શખ્સોને પોલીસે ઝડપી જેલહવાલે કર્યા એ જ દિવસે અમદાવાદમાં બે જગ્યાઓ પર લૂંટની ધટનાઓ પોલીસ ચોંપડે નોંધાઈ છે.રાણીપમાં રીક્ષામાં મુસાફરી કરી રહેલા યુવકનાં ગળામાં સોનાની ચેઈન જોઈને બે શખ્સોએ તેને લૂંટવાનો પ્લાન બનાવ્યો અને રીક્ષાને રસ્તામાં આંતરી સમગ્ર ધટનાને અંજામ આપ્યો.
રાણીપ પોલીસે લૂંટનાં ગુનામાં વાસણામાં રહેતા રીક્ષાચાલક પારસ ઉર્ફે ડોલીયો પરમાર અને માધવપુરામાં રહેતા આકાશ ઉર્ફે ચીકુ દંતાણીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ રીક્ષામાં જઈ રહેલા યુવકને લૂંટી ફરાર થઈ ગયા હતા. અમદાવાદનાં શાહીબાગમાં રહેતા નીરજ દ્વીવેદી પોતાના મિત્ર બુધ્ધવિલાસ યાદવ સાથે ઉત્તરાખંડ ગયા હતા, ત્યાંથી પરત ફરીને સાબરમતીથી રીક્ષામાં બેસી શાહીબાગ જઈ રહ્યા હતા, તે સમયે એક રીક્ષાચાલકે ફરિયાદી જે રીક્ષામાં હતા તેને ઓવરટેક કરીને આરટીઓ સર્કલ પાસે ઉભી રખાવી દીધી હતી.ફરિયાદીને રીક્ષામાંથી બહાર કાઢી બે યુવકોએ માર મારીને ગળામાં પહેરેલી સોનાની ચેઈને અને ખિસ્સામાં રહેલા રોકડ 8 હજાર લૂંટીને ફરાર થઈ ગયા હતા.
લૂંટની ધટના સમયે યુવકે બુમાબુમ કરતા આરોપીઓ સુભાષબ્રિજ તરફ ફરાર થઈ ગયા હતો જોકે નિરજ દ્વીવેદીએ રીક્ષાનો નંબર જોઈને આ મામલે પોલીસને જાણ કરી હતી. આ મામલે રાણીપ પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઈન્ટેલીજન્સનાં આધારે ગુનામાં સામેલ બન્ને લૂંટારાઓને ઝડપી લીધા હતા.પકડાયેલા આરોપીઓની પુછપરછમાં સામે આવ્યું કે આરોપીઓને પૈસાની તકલીફ હોય અને ભોગ બનનારનાં ગળામાં સોનાનો દોરો જોતા તેને લૂંટવાનો પ્લાન ધડ્યો હતો.
રાણીપ પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લૂંટનો તમામ મુદ્દામાલ રીકવર કર્યો જોકે પકડાયેલા આરોપીઓએ પોતે અગાઉ કોઈ ગુનો આચર્યો ન હોવાનું રટણ કરી રહ્યા છે.ત્યારે જોવાનું રહ્યું કે પોલીસની તપાસમાં ગુનાહિત ઈતિહાસ મળી આવે છે કે કેમ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject