Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં આજે કોરોનાના નોંધાયા 16,464 નવા કેસ, 39 દર્દીઓના થયા મોત

દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ આજે પણ યથાવત છે. રવિવારે જ્યારે દેશમાં કોરોનાના કેસ 19,673 નોંધાયા હતા, ત્યારે તેની સરખામણીએ આજે કેસમાં ઘટાડો થયો છે. વળી આજે ગઇકાલની સરખામણીએ મોતના આંકમાં પણ ઘટાડો થયો છે. દેશમાં આજે કોરોનાના 16,464 નવા કેસ નોંધાયા છે. દેશમાં સતત બીજા દિવસે દૈનિક કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. આજે સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાà
દેશમાં આજે કોરોનાના નોંધાયા 16 464 નવા કેસ  39 દર્દીઓના થયા મોત
Advertisement
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ આજે પણ યથાવત છે. રવિવારે જ્યારે દેશમાં કોરોનાના કેસ 19,673 નોંધાયા હતા, ત્યારે તેની સરખામણીએ આજે કેસમાં ઘટાડો થયો છે. વળી આજે ગઇકાલની સરખામણીએ મોતના આંકમાં પણ ઘટાડો થયો છે. દેશમાં આજે કોરોનાના 16,464 નવા કેસ નોંધાયા છે. 

દેશમાં સતત બીજા દિવસે દૈનિક કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. આજે સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,464 નવા કેસ નોંધાયા છે, જ્યારે 39 લોકોના મોત થયા છે. આ પહેલા રવિવારે દેશમાં કોરોના વાયરસના 19,673 નવા કેસ નોંધાયા હતા જ્યારે 45 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 3209 નો ઘટાડો થયો છે.
Advertisement

આજે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 16,464 નવા કેસ નોંધાયા છે જ્યારે 39 લોકોના મોત થયા છે. વળી, 16,112 દર્દીઓ સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 1,43,989 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 313 સક્રિય કેસ વધ્યા છે.
આ સાથે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4,40,36,275 થઈ ગઈ છે. જેમાંથી 5,26,396 દર્દીઓના મોત થયા છે. વળી, સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,33,65,890 થઈ ગઈ છે. દેશનો રિકવરી રેટ 98.48 ટકા છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 2,73,888 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 87.55 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×